Author: Shukhabar Desk

બાબા બર્ફાનીના દર્શન કરવા માટે જે આતુરતાથી ભક્તો રાહ જાેઈ રહ્યા હતા, એનો હવે અંત આવ્યો છે. બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજે વહેલી સવારે બાબા બર્ફાનીના દર્શન માટે આવેલા ભક્તોના પહેલાં લોટને રવાના કરવામાં આવ્યો છે. ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે બાલતાલ અને પહેલગામ જવા માટે રવાના થયા છે. હાલ ત્રણેક લાખ જેટલાં ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પહેલાં લોટને રવાના કર્યો હતો. જે બાદ જમ્મુના બેઝ કેમ્પમાં બમ બમ ભોલના નાદ ગૂંજી ઉઠ્‌યા હતા. તો આ વખતે નિયોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઉત્તર…

Read More

ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-૨ સિંચાઈ યોજના નંબર-૧૪૯ ભાદર-૨ ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના છ દરવાજા વારે ૭. ૪૫ વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી ૩૮૬૭૪ કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા છે. ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે…

Read More

સુરતમાં ૨૩ વર્ષ પહલા ઉધનામાં એક વ્યક્તિની હત્યા કરી મથુરા નાસી ગયેલો હત્યારે એક આશ્રમમાં સાધુ બની રહેવા લાગ્યો હતો. સુરત પીસીબી ટીમ પણ તેને પકડવા માટે સાધુનો વેશ ધારણ કરી મથુરાના ૧૦૦ આશ્રમ ખુંદી વળી હતી અને આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી અને હત્યારો પકડાયો હતો. સાધુનો વેશ ધારણ કરી પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું. સુરત સિટી પોલીસ દ્વારા ટોપ મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીસીબી ટીમ પણ તેમાં સામેલ થઈ હતી. પીસીબી ટીમે હત્યાના આરોપીને પકડવા મથુરા પહોંચી હતી. પોલીસને બાતમી મળી હતી કે હત્યારો સાધુ બનીને મથુરાના આશ્રમમાં રહે છે.…

Read More

૫ ઓક્ટોબરથી શરૂ થનારા વિશ્વ કપની જાહેરાત થઈ ગઈ છે અને આ વિશ્વકપની મેચો ક્યા દેશમાં રમાશે તેની પણ ૈંઝ્રઝ્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં પણ વિશ્વ કપની મેચ રમાવાની છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપની પાંચ મેચ રમાવા જઈ રહી છે. જેમાં ફાઈનલની મેચ પણ અમદાવાદ ખાતે રમાશે. ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે, ત્યારે હાલ આ મેચ પર વરસાદ વિધ્ન બની શકે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં ૮ જુલાઈ સુધી…

Read More

માત્ર ગ્રામીણ વિસ્તારો જ નહીં પરંતુ મેટ્રો સિટીમાં પણ મહિલાઓ પરના અત્યાચારના કેસ ઓછા થઈ રહ્યા નથી. શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નિયમિત ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાતી રહે છે. હાલમાં જ આવી ઘટના નરોડા વિસ્તારમાં રહેતી મહિલા સાથે બની હતી. તેણે લગ્નના ૧૧ વર્ષ બાદ સંતાન ન થવાના કારણે શારીરિક અને માનસિક ત્રાસ આપતાં પતિ અને સાસરિયાં સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૩૦ વર્ષીય નૈના (નામ બદલ્યું છે) સાબરકાંઠામાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે જ્યારે તેનો પતિ રાકેશ (નામ બદલ્યું છે) મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બંનેના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા…

Read More

કેનેડાની ટિકિટ બૂક કરવાનું કહી એજન્ટે અમદાવાદના બેન્ક મેનેજરને છેતર્યા અત્યારે વિદેશ જવાનો ટ્રેન્ડ જેટલો વધી ગયો છે એટલા જ ઠગ એજન્ટો એક્ટિવ થઈ ગયા છે. વિદેશ જવાના સપના જાેતા લોકોના સપનાનો ખોટો ફાયદો ઉઠાવી લોકો સાથે ઠગાઈ કરતા શખસોની ગેંગ અત્યારે સક્રિય છે. તેવામાં નારણપુરાના એક પરિવાર સાથે આવી જ એક છેતરપિંડીની ઘટના બની છે. જેમાં એક બેન્ક મેનેજરે પોતાના સમગ્ર પરિવાર અને મિત્રો સાથે કેનેડા ફરવા જવા માટેની તૈયારીઓ કરી હતી. આ દરમિયાન તેમણે એક એજન્ટનો સંપર્ક સાધ્યો અને તેને ૮ ટિકિટ બુક કરવા જણાવ્યું હતું. જેની કિંમત ૧૦ લાખ રૂપિયાથી વધુની હતી. તેવામાં એજન્ટે ખોટા ઁદ્ગઇ નંબરના…

Read More

રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જાેવા મળી રહી છે. આવામાં નદી-નાળા પણ છલકાયા છે. જ્યારે આ દરમિયાન નવસારીમાં આવેલા એક ગરનાળામાં કાર ડૂબી ગઇ હોવાની ઘટના સામે આવી છે. પાણીમાં ડૂબેલી કારમાં ચાર લોકો સવાર હતા અને તેઓ પણ આ કારમાં ફસાયા હતા. જ્યારે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને આ ચારેય લોકોને બચાવી લીધા હતા. નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી હતી. કારમાં સવાર ચાર લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગરનાળામાં ભરાયેલા પાણીમાં કાર સાથે પસાર થઇ રહેલા યુવાનોની કાર પાણીમાં ફસાઇ હતી.…

Read More

મેઘરાજાએ જમાવટ કરી દીધી છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. આવામાં જૂનાગઢ તાલુકામાં પાછલા ૨૨ કલાકમાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે, ગીરનાર પર્વત પરથી તળેટીમાં જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળી રહ્યા છે. આ સિવાય જૂનાગઢમાં ઠેરઠેર ભારે વરસાદના કારણે નદી, નાળા તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવા જળ આવ્યા છે. ભારે વરસાદના લીધે લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. સુરતના મહુવામાં ૭.૩ ઈંચ, તાપીના વાલોડમાં ૬.૮ ઈંચ અને વ્યારામાં ૬.૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. ૨૯મી જૂને રાજ્યના સૌરાષ્ટ્ર…

Read More

ની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં ખટોદરા રાયકા સર્કલ પાસે મોબાઈલ સ્નેચિંગની વિચિત્ર ઘટના સામે આવી છે. ૨ ચોર આ સર્કલ પાસે એક કારીગરનો મોબાઈલ ચોરી બાઈક પર ભાગી રહ્યા હતા. તેવામાં સ્થાનિકોએ જ તેમને દાવ કરી દીધો હતો. નોંધનીય છે કે યુવકો મોબાઈલ ચોરી ફરાર થતા હતા ત્યારે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જાેતજાેતામાં સ્થાનિકો પાસે આવતા તેઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ બાઈક તો તેના મિત્રનું હતું. અને પછી આ સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉઠ્‌યો હતો. મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના ૨ સભ્યોએ પોતાના મિત્રએ લીધેલું નવું બાઈક ચલાવવા માટે…

Read More

ગુજરાતમાં અવારનવાર દુષ્કર્મના બનાવ સામે આવતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરથી વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિસનગરની પરિણીતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. એક સામે ધમકીની અને એક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આજથી દોઢ માસ અગાઉ આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો, તેણે બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીએ એક મહિના…

Read More