બોલીવુડના દમદાર અને નેચુરલ એક્ટર સંજય મિશ્રા પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતા નથી. હાલમાં સંજય મિશ્રા તેની શોર્ટ હિન્દી ફિલ્મ ‘ગીદ્ધ’ (ધ સ્કેવેન્જર) માટે ચર્ચામાં છે. તેમની આ ફિલ્મે ‘શોર્ટ શોર્ટ્સ ફેસ્ટિવલ’ અને ‘એશિયા ૨૦૨૩’માં માત્ર એશિયા ઈન્ટરનેશનલ કોમ્પિટિશન જ નથી જીતી, પરંતુ હવે તે ઓસ્કાર માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. આ ફેસ્ટિવલમાં સંજય મિશ્રાને બેસ્ટ એક્ટરનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. સંજય મિશ્રાની શોર્ટ હિન્દી ફિલ્મ ‘ગીદ્ધ’ સમાજને અરીસો બતાવે છે અને નિષ્પક્ષ રૂપથી ઘણી કઠોર વાસ્તવિકતાઓ વિશે વાત કરે છે જેના પર મોટાભાગના લોકો આંખ આડા કાન કરી લેતા હોય છે. વૈશ્વિક સ્તરે પ્રેક્ષકો…
Author: Shukhabar Desk
દેવેન્દ્ર ફડણવીસના શરદ પવાર વિશેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય બયાનબાજી તેજ થઈ ગઈ છે. હવે સંજય રાઉતે ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો પ્રયોગ વર્ષ ૨૦૧૯માં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો જ્યારે તેમણે એનસીપીનેતા અજિત પવાર સાથે ભાજપની આગેવાની હેઠળ સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રાઉતે કહ્યું કે લોકો દેવેન્દ્ર ફડણવીસને ગંભીરતાથી લેતા નથી અને તેમની ગઠબંધન સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી શકે છે. આ દરમિયાન સંજય રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણનીસે એક ઇન્ટરવ્યુ દરમિયાન મહારાષ્ટ્રમાં શપથ કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે અજિત પવાર સાથે…
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમા બેકાબૂ બોલેરો એક પાર્ક કરેલી ટ્રક સાથે ભયકંર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુ કોતવાલીમાં કામાસીન રોડ પર પરિયાદાઈ નજીક ગઈકાલે રાત્રે બોલેરો રોડ પર પાર્ક કરેલી ટ્રક સાથે ભયકંર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સીએચસી મોકલ્યા છે.…
મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા ગોળીબારમાં ગોળી વાગવાથી બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળોને ભીડને વિખેરવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. ભીડને વિખેરવા માટે પોલીસે ગઈકાલે સાંજે ઇમ્ફાલમાં ટીયર ગેસના શેલ છોડ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. કાંગપોકપી જિલ્લામાં ગોળીબારમાં માર્યા ગયેલા એક વ્યક્તિના મૃતદેહને ઇમ્ફાલના એક ચોકમાં મૂકીને પરંપરાગત શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓ ભેગા થયા અને ટોળાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી શબપેટી સાથે સરઘસ કાઢવાની ધમકી આપી…
પટના સહિત સમગ્ર બિહારમાં ગુરૂવારે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જાેકે, આ વરસાદ કહેર બનીને વરસ્યો હતો. રાજ્યમાં વીજળી પડવાથી ૮ લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં જમુઈ, મુંગેર, ગયા અને ખાગરિયાના એક-એક અને લખીસરાઈ-શેખપુરાના બે-બે લોકો સામેલ છે. જેમાંથી ત્રણ લોકો ખેતરમાં કામ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. અને એક વ્યક્તિનું ઢોર ચરાવતી વખતે મોત થયું હતું. બીજી તરફ જમુઈમાં ઘરની બહાર રમતા બાળક પર વીજળી પડી હતી. એવી જ રીતે શેખપુરામાં પણ આઠ વર્ષનો બાળક તેના ત્રણ મિત્રો સાથે વરસાદમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. આગામી ત્રણ દિવસ સુધી પટના સહિત રાજ્યના બાકીના જિલ્લાઓમાં…
વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનંહ છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં ૫ ઓક્ટોબરે રમાશે. તેથી બીસીસીઆઈએ સ્ટેડિયમોને સુધારવાનું કામ શરૂ કરી દીધું છે. બીસીસીઆઈલગભગ ૭ સ્ટેડિયમોમાં સુધારણાનું કામ કરાવશે. એક અહેવાલ અનુસાર બીસીસીઆઈઆ સુધારણા માટે ૫૦-૫૦ કરોડ રૂપિયા આપશે. આ લિસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સથી લઈને લખનઉના અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમનો સમાવેશ થાય છે. બીસીસીઆઈમુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નવી ફ્લડલાઈટ લગાવશે. આ સ્ટેડિયમમાં કોર્પોટ બોક્સ પણ લગાવવામાં આવશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમને અપગ્રેડ કરવામાં આવશે. ધર્મશાળામાં નવું આઉટફિલ્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૂણેના સ્ટેડિયમમાં રૂફિંગનું કામ કરવામાં આવશે. દિલ્હીના…
દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે. સરકારે સંસદના ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવવાની તૈયારી કરી લીધી છે. યુનિફોર્મ સિવિલ કોડ કાયદા સાથે સંબંધિત બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સાંસદોના અભિપ્રાય જાણવા માટે આગામી ૩ જુલાઈએ સંસદીય સ્થાયી સમિતિની એક બેઠક બોલાવવામાં આવી છે. આ મુદ્દે લો કમિશન, લીગલ અફેર્સ ડિપાર્ટમેન્ટ અને લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ પર સામાન્ય…
દેશમાં પરસ્પર સહમતિથી સંબંધ વવાની કાબનાયદેર ઉંમર સ૧૮ વર્ષ છે, પરંતુ આ વચ્ચે ગ્વાલિયર હાઈકોર્ટ દ્વારા તેને ઘટાડવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરવાની અપીલ કરી છે. હાઈકોર્ટ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે ઈન્ટરનેટના યુગમાં યુવક-યુવતીઓ ઝડપથી યુવાન થઈ રહ્યા છે અને એકબીજા પ્રત્યે આકર્ષાઈને પરસ્પર સંમતિથી સંબંધ બાંધી રહ્યા છે, પરંતુ જ્યારે આ માહિતી બહાર આવે છે ત્યારે યુવક-યુવતીઓ દોષિત ઠરે છે. આવા કેસમાં યુવકને આરોપી ગણી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૨માં ર્નિભયાની ઘટના બાદ જાતીય સતામણી કાયદાને વધુ…
મુંબઇમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ રહ્યું છે. જેની વાહન વ્યવહાર પર મોટી અસર થઇ છે. ઉપરાંત આ વરસાદની ટ્રેન સેવા પર પણ માઠી અસર પહોંચી છે. મધ્ય રેલવેની ટ્રેન ૧૫ થી ૨૦ મિનીટ મોડી ચાલી રહી છે. હાર્બર લોકલ૧૫ મિનીટ જ્યારે પશ્ચિમ રેલવેની ટ્રેન ૧૦ મિનીટ મોડી ચાલી રહી છે. સવારથી આવી રહેલા વરસાદને કારણે પૂર્વ દ્રુતગતી માર્ગ પર ચેમ્બુરથી સાયન સુધી મોટો ટ્રાફિકજામ લાગ્યો છે. જેમાં કેટલીક એમ્બ્યુલન્સ પણ ફંસાઇ છે. જ્યાં અડધા કલાકનું અતંર કાપવા માટે એક દોઢ કલાક લાગી રહ્યો છે. તેથી મુંબઇગરાએ ચેમ્બુરથી મુંબઇ જવા માટે…
સ્થાનિક શેરબજારમાં તેજી શુક્રવારે સતત ત્રીજા સત્રમાં ચાલુ રહી હતી અને બેન્ચમાર્ક સૂચકાંકો ૧ ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈસેન્સેક્સ ૮૦૩.૧૪ પોઈન્ટ એટલે કે ૧.૨૬%ના વધારા સાથે ૬૪,૭૧૮.૫૬ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે એનએસઈનિફ્ટી ૨૧૬.૯૫ પોઈન્ટ એટલે કે ૧.૧૪%ના વધારા સાથે ૧૯,૧૮૯.૦૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. જેકે ટાયરનો શેર આજે ૧૪ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. તે જ સમયે, બાયોકોનના શેરમાં ૮%નો ઉછાળો જાેવા મળ્યો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. આઇટી ઇન્ડેક્સ ૨.૫ ટકા અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ બે ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે…