આપણા સમાજમાં ડૉક્ટરોને ઈશ્વરનો દરજ્જાે આપવામાં આવ્યો છે. કેટલીયવાર દર્દીને મોતના મુખમાંથી ખેંચી લાવતા ડૉક્ટરોની છાપ આજકાલ એવી પડી ગઈ છે કે, તેઓ કમાણી કરવા બેઠા છે એટલે દર્દીઓને લૂંટે છે. ક્યાંક કોઈક ખૂણે આ માન્યતા સાચી પણ હશે. જાેકે, આજે નેશનલ ડૉક્ટર્સ ડેના દિવસે એવા કેટલાક તબીબો વિશે જણાવીશું જે માનવતાના ધોરણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને દર્દીની સેવા કરે છે. દર રવિવારે તેઓ હેલ્થ કેમ્પ યોજીને દર્દીઓને તપાસે છે. ૧૬ વર્ષ પહેલા ખેડામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી એ વખતે રાહત કામગીરીમાં જાેડાયેલા સ્વયંસેવકોએ વાસણાના ફેમિલી ફિઝિશિયન ડૉ. પંકજ શાહને વિનંતી કરીએ કે તેઓ અસરગ્રસ્ત ગ્રામજનો માટે હેલ્થ ચેકઅપ…
Author: Shukhabar Desk
આદિત્ય પાંડે બિહારના પટનાના રહેવાસી છે. બે વાર નિષ્ફળતા હાથ લાગ્યા બાદ તેમણે આ વર્ષે જાહેર થયેલી યુપીએસસી એક્ઝામમાં આખરે સફળતા મેળવી હતી. દેશની સૌથી હાર્ડ એક્ઝામમાં તેમનો ૪૮મો રેન્ક આવ્યો છે. તેમનું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે. એ પછી તેઓએ એમબીએ પણ કર્યું હતું. તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. એક યુવતી સાથે આદિત્ય પ્રેમમાં હતા. પરંતુ તે તેમને છોડીને જતી રહી હતી. એ વખતે આદિત્યને ખૂબ જ દુઃખ થયું હતું અને પોતાની પ્રેમિકાને ચેલેન્જ આપી હતી કે હવે તે આઈએએસ બનીને જ રહેશે. મહત્વની વાત તો એ છે કે, આદિત્યએ પોતાની ચેલેન્જ પૂરી કરી પણ બતાવી. આદિત્ય પરિવારમાં તેમની ત્રણ…
૧ જુલાઈ એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર જારી કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડર અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની નવી દિલ્હીમાં રસોડામાં ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૦૩ રૂપિયા અને કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમત ૧૭૭૩ રૂપિયા પર યથાવત છે. આ સિવાય દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૦૨.૫૦ રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૭૨૫ રૂપિયા પર યથાવત છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૨૯ રૂપિયા પર સ્થિર છે. જ્યારે કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમત ૧૮૭૫.૫૦ રૂપિયા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ચેન્નાઈમાં એક એલપીજી એલપીજી…
મહારાષ્ટ્રના બુલઢાણામાં ચાલુ બસમાં આગ લાગવાથી ૨૫ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. આ ભીષણ દુર્ઘટના સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં આશરે ૩૨ લોકો સવાર હતા. બસમાં અચાનક આગ લાગી હોવાથી લોકોને નીકળવાની તક મળી નહોતી. આ ઘટનામાં ૨૬ લોકોના મોત થયા હોવાની ખબર છે, જ્યાં અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને તરત જ બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે, બસ મહારાષ્ટ્રના યવતમાલથી પુણે જઈ રહી હતી. ઘટના શનિવારે વહેલી સવારે આશરે ૨.૩૦ કલાકે બની હતી. બુલઢાણા પોલીસે ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ કહ્યું હતું કે, બસમાંથી ૨૬ મૃતદેહને નીકાળવામાં…
અમેરિકી સુપ્રીમકોર્ટે ગુરુવારે યુનિવર્સિટીમાં એડમિશનમાં જાતિ કે રંગને આધાર બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના લીધે દાયકાઓ સુધી એફરમેટિવ એક્શન કહેવાતી જૂની પ્રથાને મોટો આંચકો લાગ્યો. ભારતીય મૂળના કોંગ્રેસી રો ખન્ના, રાષ્ટ્રપતિ બાયડેન, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત અનેક લોકોએ આ ર્નિણયની આકરી ટીકા કરી છે જ્યારે ખુદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ર્નિણયની તરફેણમાં છે. આ ર્નિણય અંગે ભારતીય મૂળના કોંગ્રેસી રો ખન્નાએ સુપ્રીમકોર્ટના આદેશની ટીકા કરી હતી. કોર્ટે તેના ચુકાદામાં કોલેજમાં જાતિ અને રંગના આધારે એડમિશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. રો ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકી સુપ્રીમકોર્ટે આ દેશના ફ્યુચર્સ…
અમેરિકામાં સુપ્રીમકોર્ટે યુનિવર્સિટી એડમિશનમાં જાતિવાદ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનાથી દાયકાઓથી ચાલી આવતી સકારાત્મક ભેદભાવ ગણાતી જૂની પ્રથાને મોટો આંચકો લાગ્યો છે. આ ર્નિણયથી આફ્રિકી-અમેરિકનો અને અન્ય લઘુમતીઓને શિક્ષણની તકો પૂરી પાડવામાં ઘણી મદદ મળશે. ચીફ જસ્ટિસ જાેન રોબર્ટ્સે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે એક વ્યક્તિ તરીકે તેમના અનુભવના આધારે વર્તન કરવું જાેઈએ, તેમની જાતિના આધારે નહીં. કોર્ટના ર્નિણય પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે આ ર્નિણયથી આપણને એ બતાવવાની તક મળી છે કે આપણે બેન્ચ પર એક સીટ કરતાં વધારે યોગ્ય છીએ. સુપ્રીમકોર્ટે કહ્યું કે યુનિવર્સિટી કોઈ અરજદારના વ્યક્તિગત અનુભવ પર વિચારવા સ્વતંત્ર છે, ભલે પછી ઉદાહરણ…
આપણે સૌએ વિશ્વમાં લાકડાની ગગનચુંબી ઈમારતો વિશે સાંભળ્યુ છે પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં કોઈ શહેર એવુ હોઈ શકે છે, જે સંપૂર્ણ લાકડાથી બનેલુ હોય. જાેકે અત્યાર સુધી આવુ કોઈ શહેર નથી પરંતુ સ્વીડન પોતાની પહેલી વુડન સિટી બનાવવાના આયોજન પર કામ કરી રહ્યુ છે. સ્વીડને વિશ્વનું સૌથી મોટુ લાકડાનું શહેર બનાવવાનું એલાન કર્યુ છે. જાે બધુ જ પ્લાન અનુસાર થયુ તો વિશ્વને ૨૦૨૭ સુધીમાં સૌથી મોટુ લાકડાનું શહેર મળી જશે. સ્વીડન સિક્લામાં સ્ટોકહોમ વુડ સિટીનું નિર્માણ કરશે. આને સંપૂર્ણપણે લાકડાનું શહેર બનાવવા પાછળ ડેનિશ સ્ટુડિયો હેનિંગ લાર્સન અને સ્વીડિશ ફર્મ વ્હાઈટ આર્કિટેક્ટરનો આઈડિયા છે. આ…
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરે વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા બહાર પાડી છે. આ ફીચર હેઠળ નવા ડાઉનલોડ વિડિયો ઓપ્શનને ઉમેરવામાં આવ્યો છે. હવે ટિ્વટર યુઝર્સ કોઈપણ થર્ડ પાર્ટી એપ અને સાઈટની મદદ વગર સીધા પ્લેટફોર્મ પર વીડિયો ડાઉનલોડ કરી શકશે. જાે કે આ ફીચર હાલમાં બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. એપ રિસર્ચર અને ટિ્વટર યુઝરે આ ફીચર વિશે માહિતી આપતો સ્ક્રીનશોટ શેર કર્યો છે. યુઝર કહે છે કે ટિ્વટર વિડિયો ડાઉનલોડ બટન કામ કરી રહ્યું છે! અને સર્જકો પણ તેને સક્ષમ/અક્ષમ કરી શકશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફીચર ટૂંક સમયમાં જ રોલ આઉટ થઈ શકે…
ઉત્તર પ્રદેશના હાપુડ સ્થિત હાપુડ ખાટુશ્યામ મંદિરમાં જાે ભક્તો ફાટેલા જીન્સ, હાફ પેન્ટ, સ્કર્ટ જેવા ઉશ્કેરણીજનક કપડા પહેરીને દર્શન કરવા જાય છે તો તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવશે. અહીં દર્શન માટે આવતા ભક્તોએ હવે ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. આ અંગે મંદિર સમિતિ દ્વારા એક દિશા-નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. મંદિર કમિટીએ બોર્ડ લગાવીને ડ્રેસ કોડના નિર્દેશો લખ્યા છે. આ સાથે જ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ મર્યાદિત કપડામાં જ મંદિર પરિસરમાં પ્રવેશ કરે. જાે કોઈ શ્રદ્ધાળુ ફાટેલા જીન્સ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે તો તેને અનુમતિ નહીં મળશે. મંદિર કમિટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે,…
ભારતીય કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું છે. ભારતીય કબડ્ડી ટીમે પોતાનો દમ દેખાડતા ઈરાનને પછાડીને આઠમી વખત એશિયન ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું છે. ભારતે ઈરાનની ટીમને બે દિવસમાં બે વખત હરાવીને આ અદ્ભુત કામ કર્યું છે. ભારતે ફાઇનલમાં ઈરાનને ૪૨-૩૨થી હરાવ્યું હતું. આ હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતે પ્રથમ હાફમાં ૨૩-૧૧થી પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ ત્યારબાદ ઈરાને તેમના સુકાની મોહમ્મદરેઝા શાદલુઈ ચયાનેહની શાનદાર રમતને કારણે પ્રેરિત થઈને બીજા હાફમાં ગેપને ઘણુખરુ ઘટાડી દઈને રમતમાં વાપસી કરી હતી. પરંતુ શદાલુઈની છેલ્લી ઘડીની ભૂલ હતી જેણે ભારતને કોઈપણ સમસ્યા વિના ટાઈટલ જીતવામાં મદદ કરી. ભારતના સ્ટાર અને ટીમના કેપ્ટન પવન સેહરાવતે…