Author: Shukhabar Desk

૨૦૨૩નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ કરીને ૨૯,જૂને, શુક્રવારે તો મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વનાં પરાં પવઇ,ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં પણ સારી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. આજે ૩૦,જૂને હવામાન ખાતાએ મુંબઇમાં ભારેથી અતિ ભારે વર્ષા(ઓરેન્જ એલર્ટ)નો વરતારો આપ્યો હતો. પશ્ચિમનાં પરાંમાં અને પૂર્વનાં પરાંમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બીજીબાજુ મહારાષ્ટ્રનાં પેણ -૧૬૯ મિ.મિ., ઉરણ -૧૫૦, વિક્રમગઢ-૧૩૦, ભીવંડી-૧૧૦, કર્જત-૮૦, વસઇ -૭૦, પનવેલ -૭૦ મિ.મિ. વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે મુંબઇમાં હજી આવતા ૨૪ કલાક દરમિયાન અને ૪,જુલાઇએ ભારે વરસાદ વરસે તેવાં કુદરતી…

Read More

તમે તમામ લોકો વોટ્‌સએપ નો ઉપયોગ કરતા હશો. વોટ્‌સએપ ની સાથે સૌથી મોટી મુશ્કેલી ચેટ ટ્રાન્સફરને લઈને હંમેશાથી થતી રહી છે. અમુક થર્ડ પાર્ટી એપ વોટ્‌સએપ ચેટ ટ્રાન્સફરની સુવિધા આપે છે પરંતુ તેમાં ડેટા લીક થવાનું જાેખમ રહે છે. હવે વોટ્‌સએપ એ ચેટ ટ્રાન્સફર કરવા માટે સૌથી શાનદાર ફીચર આપી દીધુ છે. હવે તમે ક્યૂઆર કોડને સ્કેન કરીને વોટ્‌સએપ ચેટને એક ફોનથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો. મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પોસ્ટ દ્વારા વ્હોટ્‌સએપના આ ફીચરની જાણકારી આપી છે. વોટ્‌સએપની ચેટ હિસ્ટ્રીને હવે સરળતાથી ટ્રાન્સફર કરવામાં આવી શકશે. ઝકરબર્ગે કહ્યુ કે આ સંપૂર્ણરીતે સિક્યોર હશે. ચેટની…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ ખેલાડીઓની સાથે સાથે છેલ્લા ૧૦ વર્ષમાં મહિલા ખેલાડીઓનું પણ પ્રદર્શન મેદાન પર શાનદાર રહ્યું છે. પુરૂષ ટીમના ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી વિદેશી ટી૨૦ લીગમાં રમવાની મંજૂરી નથી, પરંતુ બોર્ડે આ માટે મહિલા ખેલાડીઓને છૂટ આપી છે. હવે ૨૧ વર્ષની ભારતીય મહિલા ખેલાડી શ્રેયંકા પાટીલ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં રમનારી પ્રથમ ખેલાડી બનશે. યુવા ઓફ સ્પિનર શ્રેયંકા પાટીલને ડબલ્યુસીપીએલમાં ગુયાના એમેઝોન વોરિયર્સની ટીમે સામેલ કરી છે. ડબલ્યુસીપીએલની આગામી આવૃત્તિ ૩૧મી ઓગસ્ટથી ૧૦મી સપ્ટેમ્બર સુધી શરૂ થશે. આ પહેલા પણ ભારતીય મહિલા ટીમની ઘણી ખેલાડીઓ વિદેશી ટી૨૦ લીગમાં જાેવા મળી ચૂકી છે. મહિલા ટીમની વર્તમાન કેપ્ટન…

Read More

ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સાઉથ ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અર્ચના જાેશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. સુત્રો અનુસાર અર્ચના જાેશીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને કર્ણાટકના યેલાહંકા ખાતે રેલ વ્હીલ ફેક્ટરીના જનરલ મેનેજર બનાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલા સીઆરએસએ તેનો રિપોર્ટ રેલવે બોર્ડને સુપરત કર્યો છે. રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે તેની માહિતી બહાર આવી નથી. રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ રિપોર્ટના તારણો અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સીઆરએસ ઉપરાંત સીબીઆઈ પણ…

Read More

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે નાગરીકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨૭ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ એટલેકે ૩૯૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય ૧૩ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૭.૭૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૩૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૧.૧૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૭.૬૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૦.૮૧…

Read More

જાે ડુંગળીના હોલસેલ રેટની વાત કરીએ તો, તેની કિંમતમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ડુંગળીની સૌથી મોટી માર્કેટ લાસલગાંવમાં શુક્રવારે તેના રેટ ૧૩૦૦ રૂપિયા ક્વિન્ટલે પહોંચી ગયા હતા. ત્યારે આવા સમયે દુકાનદારોનું કહેવું છેકે આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ હજુ પણ વધશે. ૨૭ જૂને નાસિક મંડીમાં ડુંગળીના સરેરાશ ભાવ ૧૨૦૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, તો વળી બીજા દિવસ તેની કિંમતમાં ૭૯ રૂપિયાનો વધારો થયો. આવી જ રીતે ૨૮ જૂને ડુંગળીના ભાવ વધીને ૧૨૮૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. તો વળી ૨૯ જૂને ડુંગળીના રેટ ૧૨૮૦થી વધીને ૧૩૦૦ રૂપિયા થઈ ગયા હતા. ટામેટા બાદ ડુંગળી મોંઘી થવા પર સામાન્ય જનતા પરેશાન થઈ…

Read More

રાજ્યમાં મેઘરાજાએ ધરબડાટી બોલાવી દીધી છે. છેલ્લા ૨૨ કલાકમાં કુલ ૧૮૯ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે જુનાગઢના વિસાવદર તાલુકામાં ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગર તાલુકામાં ૧૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના અંજાર તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુક્રવારે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મોડી રાત્રે અહીં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગ પાસેથી મળેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૨ કલાક એટલે શુક્રવારની સવારે ૬ વાગ્યાથી આજે સવારે…

Read More

અમદાવાદમાં શુક્રવારે રાત્રે થયેલા ભારે વરસાદની અસર સવારે પણ જાેવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા વરસાદમાં પૂર્વ વિસ્તારમાં કેટલાક વિસ્તારો સવારે પણ જળબંબાકાર રહ્યા હતા. આવામાં ચાંગોદર વિસ્તારમાં લોકોના ઘરોમાં તથા દુકાનોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. ચાંગોદરામાં સવારના સમયે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. અમદાવાદમાં આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના ગાળામાં ૪-૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લામાં આવતા વિસ્તારોમાં પણ વરસાદ બાદ કપરી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચાંગોદરમાં ભારે વરસાદ બાદ લોકોએ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જ્યારે સવારે દુકાનો પર પહોંચ્યા ત્યારે તેમને આંચકો લાગ્યો હતો, કારણ કે રસ્તા…

Read More

રાજ્યમાં મેઘરાજાની સવારીએ માઝા મૂકી છે. ત્યારે શુક્રવારે પણ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. શનિવારે સવારથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના જાેધપુર વિસ્તારમાં સાંજે છથી આઠ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શનિવારે સવારે ચાર વાગ્યા સુધીના ૨૨ કલાકમાં ૬૭ એમએમ વરસાદ નોંધાયો છે. ઉપરવાસ અને અમદાવાદમાં પાણીની આવક વધવાને કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાબરમતી નદીમાં પાણીની આવતા વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદથી સાબરમતીના જળસ્તર વધ્યા છે જેના કારણે વાસણા બેરેજના…

Read More

શહેરમાં વડાપાંઉની લારી ચલાવતા યુવક અને તેની પત્નીના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા છે. કૌટુંબિક ઝઘડાના કારણે આ પરિણામ આવ્યું હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અઢી વર્ષના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનામાં આશિષ રાણે નામના યુવકે પહેલા તેની પત્ની આરતી રાણેની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની વિગતો મળી રહી છે. બાળકની હાજરીમાં જ પિતાએ તેની માતાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યાની શંકા સેવવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં બનેલી ઘટનામાં યુવક આશિષ રાણેએ આપઘાત કરતા પહેલા તેની…

Read More