Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ વર્લ્ડકપ માટેના સાત સ્ટેડિયમને સુધારવા ૫૦-૫૦ કરોડ અપાશે
    Cricket

    વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ વર્લ્ડકપ માટેના સાત સ્ટેડિયમને સુધારવા ૫૦-૫૦ કરોડ અપાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનંહ છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં ૫ ઓક્ટોબરે રમાશે. તેથી બીસીસીઆઈએ સ્ટેડિયમોને સુધારવાનું કામ શરૂ કરી દીધું છે. બીસીસીઆઈલગભગ ૭ સ્ટેડિયમોમાં સુધારણાનું કામ કરાવશે. એક અહેવાલ અનુસાર બીસીસીઆઈઆ સુધારણા માટે ૫૦-૫૦ કરોડ રૂપિયા આપશે. આ લિસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સથી લઈને લખનઉના અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
    બીસીસીઆઈમુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નવી ફ્લડલાઈટ લગાવશે. આ સ્ટેડિયમમાં કોર્પોટ બોક્સ પણ લગાવવામાં આવશે.
    કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમને અપગ્રેડ કરવામાં આવશે. ધર્મશાળામાં નવું આઉટફિલ્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૂણેના સ્ટેડિયમમાં રૂફિંગનું કામ કરવામાં આવશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સીટો અને ટોયલેટનું સમારકામ કરવામાં આવશે. અહીં ટિકિટ સિસ્ટમ પણ અપગ્રેડ કરવામાં આવશે. લખનઉના સ્ટેડિયમમાં પીચ વર્ક કરવામાં આવી રહ્યું છે. ચેન્નઈમાં પણ પીચ વર્ક કરવામાં આવશે. તેની સાથે એલઈડીલાઇટ લગાવવામાં આવશે.
    મળેલા અહેવાલો અનુસાર બીસીસીઆઈલખનઉના ભારત રત્ન શ્રી અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. ૈંઁન્ની મેચો અહીં રમાતી હતી. આ મેચો લો સ્કોરિંગ હતી. જેના કારણે પીચની ટીકા થઈ હતી. તેથી જ હવે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમમાં ૧૧ નવી પીચો તૈયાર કરવામાં આવી છે.
    જમીન પર નવા ઘાસનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. અહીં ૨૯ ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાશે. વર્લ્ડ કપ ૨૦૨૩ની કુલ ૫ મેચો અહીં રમાશે.
    ભારત-ઈંગ્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ક્વોલિફાયર ૨ ટીમ વચ્ચે મેચ રમાશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026

      મતદાર યાદીમાં મોટો ફેરફાર! ગુજરાત સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પંચની નવી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

      October 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.