Author: Shukhabar Desk

વડોદરાના ભાયાળીમાં રહેતો ફાર્માસિસ્ટ યુવાનને ૫૦૦ રુપિયા બચાવવા જતાં ૬ લાખ ગુમાવવાનો વારો આવ્યો તેવી એક આંખો ઉઘાડતી ઘટના બની છે. રાજેશ રાઠવા સાયબર ફ્રોડ ગેંગનો ભોગ બન્યો હતો અને આ ગેંગે તેની પાસેથી લાખો રુપિયા ખંખેરી લીધા હતા. ભાયાળીમાં રહેતા રાઠવાએ અજાણ્યા શખ્સો સામે પોલીસ નોરિયાદ નોંધાવી હતી. પોતાની સાથે બનેલી ફ્રોડની આખી ઘટના તેણે પોલીસને કહી સંભળાવી છે. તેણે કહ્યું કે થોડા સમય પહેલા એક્સિસ બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ માટે મારા પર ફોન આવ્યો હતો. તેણે આ ઓફર સ્વીકારી અને કુરિયર દ્વારા કાર્ડ તેના ઘરે મોકલવામાં આવ્યું. પરંતુ રાઠવાએ આ કાર્ડ એક્ટિવેટ કર્યું ન હતું કારણ કે તેની વાર્ષિક…

Read More

લવ જેહાદના વધતા કિસ્સા તેમજ કેટલાક સંવેદનશીલ મુદ્દાઓને લઈ વડોદરા પોલીસે નિયમિત હોટલનું ચેકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. શહેર પોલીસ કમિશનરે શહેરનાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને નિયમિત હોટલોનું ચેકિંગ કરવા માટે સૂચના આપી છે, જેના પગલે ગેરકાયદે અને એન્ટ્રી પાડ્યા સિવાય હોટલ કે ગેસ્ટ હાઉસમાં રૂમ આપતા સંચાલકોમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો છે. ગઇ કાલે આખો દિવસ વડોદરા પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જ્યારે કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી હતી. ગત મંગળવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ તેઓએ જણાવ્યું હતું કે,’પોલીસ હવે લવ જેહાદને રોકવા માટે કડક પગલાં ભરશે, પોલીસ તેના વિસ્તારની હોટલોનું ચેકિંગ…

Read More

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં નવું અત્યાધુનિક પર્સનલ હેલ્થકેર ઉત્પાદન એકમ સ્થાપવા માટે રૂ. ૨૦૦૦ કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ રોકાણ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટિંગમાં પીએન્ડજી ઈન્ડિયાના સીઈઓ એલવી વૈદ્યનાથન દ્વારા કરવામાં આવી હતી. આ એકમ દેશમાં ૮ પ્લાન્ટની પીએન્ડજી ઈન્ડિયાની મોજૂદ ઉત્પાદન પહોંચની ટોચ પર નિર્માણ કરાશે અને ગુજરાતમાં મોજૂદ હાજરીને વિસ્તારશે. પીએન્ડજીએ અમદાવાદના સાણંદમાં ૨૦૧૫થી અત્યાધુનિક ઉત્પાદન એકમ શરૂ કરી દીધું છે. નવું અત્યાધુનિક ઉત્પાદન એકમ ખાસ કરીને ડાઈજેસ્ટિવ્ઝ સહિત પીએન્ડજીની વૈશ્વિક હેલ્થકેર પ્રોડક્ટના પોર્ટફોલિયોનો હિસ્સો પ્રોડક્ટોનું ઉત્પાદન કરશે. આ એકમ આગામી થોડાં વર્ષોમાં કાર્યરત થશે અને વૈશ્વિક સ્તરે પીએન્ડજી માટે…

Read More

અમેરિકામાં અત્યારે ફ્લાઈટ મોડી પડી રહી છે જેનું કારણ ૫જી નેટવર્ક છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી વિમાનોમાં જ્યાં સુધી અપડેટેડ રેડિયો અલ્ટીમેટર લગાવશે નહીં ત્યાં સુધી આ મુશ્કેલી રહેશે. જૂના અલ્ટીમેટર ૫જી-સી બેન્ડને ઓળખી શકતા નથી. તેમણે કહ્યુ કે ૧ લી જુલાઈથી આ સમસ્યા વધવાની શક્યતા છે. તેમણે કહ્યુ, ફ્લાઈટ મોડી પડવી અને કેન્સલ થવાનું રિસ્ક વધી ગયુ છે. આ ગરમીઓમાં આ એક મોટી સમસ્યા બની શકે છે. ઉડ્ડયન સુરક્ષા અધિકારીઓનું કહેવુ છે કે ૫જી સિગ્નલ ડિવાઈસને ભ્રમિત કરી દે છે. આનાથી વિમાન અને પૃથ્વીની વચ્ચેનું અંતર નક્કી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખરાબ હવામાન દરમિયાન લેન્ડિંગ માટે આ રીડિંગનો…

Read More

આફ્રિકન મૂળના ૧૭ વર્ષના કિશોરની હત્યાના મામલે ફ્રાંસમાં હિંસા ફાટી નીકળી છે. સતત બીજા દિવસે ફ્રાંસની રાજધાની પેરિસમાં આગ ચંપી અને હિંસક દેખાવો ચાલુ રહ્યા હતા. રસ્તા પર ઉતરેલા દેખાવકારોએ સેંકડો ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી. ફ્રાંસની સરકારે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરીને રાજધાનીમાં વધુ ૨૦૦૦ સુરક્ષા કર્મીઓને તૈનાત કર્યા છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પેરિસની સાથે સાથે ફ્રાંસના ટુલિઝ શહેરમાં પણ દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. બીજી તરફ પેરિસમાં દેખાવો ચાલુ છે. સોશિયલ મીડિયા પર પણ તેની તસવીરો અને વિડિયો શેર થઈ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ કિશોરની હત્યાને માફી ના આપી શકાય તેવો ગુનો…

Read More

કેનેડાના વોટરલૂ શહેરમાં આવેલી વોટરલૂ યુનિવર્સિટીમાં છુરાબાજીની ઘટનાના પગલે ખળભળાટ વ્યાપી ગયો છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. પોલીસે છુરાબાજી માટે અટકાયતમાં લેવાયેલા વ્યક્તિનો ઈરાદો શું હતો તેની જાણકારી આપી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે વોટરલૂ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટીમાં જેન્ડર સ્ટડીનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ અંદર આવ્યો હતો અને તેણે પૂછ્યુ હતુ કે, પ્રોફેસર ક્યાં છે. . . પ્રોફેસરે પોતાની ઓળખ આપી કે તરત તેણે ચાકુ કાઢ્યુ હતુ અને ક્લાસમાં રહેલા તમામ લોકો બહાર ભાગી ગયા હતા. આ દરમિયાનમાં આ વ્યક્તિએ એક વિદ્યાર્થીને ચાકુ મારી…

Read More

બીસીસીઆઈએ વધુ એક મોટો ર્નિણય લીધો છે. ઈન્ડિયન ટીમના નવા હેડ કોચ તરીકે નામ શોર્ટ લિસ્ટ કરવાની સાથે ઈન્ટર્વ્યૂ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જાેકે આ પસંદગી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા હેડ કોચ પદ માટે થઈ રહી છે. જાેકે આ દરમિયાન અમોલ મજુમદાર અને તુષાર અરોઠે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચના પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં સામેલ છે, જેમનો ૩૦ જૂને ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તુષાર અગાઉ પણ ભારતીય ટીમમાં કોચ તરીકે જાેડાઈ ચુક્યા છે, જ્યારે મજુમદાર કે જેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ અને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપી ચૂક્યા છે, તેઓ બરોડાના કોચ બનવા માટે…

Read More

જાે તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. જી હા, ભારતીય રેલવેમાં મુસાફરી કરનાર કરોડો પ્રવાસીઓને ખાસ શરતો હેઠળ વિશેષ સુવિધાઓ આપવામાં આવશે અને રેલવે દ્વારા સમયાંતરે મુસાફરોને ઘણી સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે આવી જ એક મહત્વની જાહેરાત રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે અને એ મુજબ પ્રવાસીઓને મફત ભોજન આપવામાં આવશે. જાે તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો રેલવેના નિયમોનું ખાસ ધ્યાન રાખો, જેથી તમને મફત ભોજન પણ મળશે. ચાલો જાણીએ કે શું છે આ નિયમ અને કયા પ્રવાસીઓને આ મફત ભોજનની સુવિધા મળશે? રેલવેના નિયમ…

Read More

તાજેતરમાં આર્થર રોડ જેલમાંથી ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટેલા અભિનેતા એજાઝ ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના મુશ્કેલ દિવસો વિશે વાત કરી હતી. એજાઝે જણાવ્યું કે તે જેલમાં ડિપ્રેશનમાં ગયો હતો. અભિનેતા એજાઝ ખાન તાજેતરમાં ડ્રગ કેસમાં બે વર્ષની જેલની સજા બાદ આર્થર રોડ જેલમાંથી મુક્ત થયો હતો. અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં જેલમાં વિતાવેલા સમય વિશે ખુલીને વાત કરી હતી. જાેકે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. તેણે કહ્યું હતું કે તે ફક્ત તેના પરિવાર માટે જ જીવતો હતો.તેણે કહ્યું હતું કે તે જેલમાં રહીને ઘણા ટેન્શન અને ડિપ્રેશનમાંથી પસાર થયો હતો. તેણે શરૂઆતમાં તેના પુત્રને જેલમાં મળવાની ના પાડી હતી.…

Read More

ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના પ્રમુખ અને તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ સોમવારે ૬૦૦ કારના કાફલા સાથે મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા ત્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવારે તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શરદ પવારે તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ એક વિશાળ કાફલા સાથે મહારાષ્ટ્રના પંઢરપુર શહેરમાં પહોંચવા સામે વાંધો ઊઠાવતા કહ્યું હતું કે ‘તાકાત બતાવવા’નો આ પ્રયાસ ચિંતાજનક છે. એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે જાે ચંદ્રશેખર રાવની મુલાકાત બંને રાજ્યો વચ્ચે સહકાર વધારવા પર કેન્દ્રિત હોત તો તે વધુ સારું હોત. મંગળવારની રેલીમાં ભગીરથ ભાલકે, જેઓ એનસીપીની ટિકિટ પર ૨૦૨૧ માં પંઢરપુર…

Read More