Author: Shukhabar Desk

હિમાચલ પ્રદેશમાં વરસાદથી રાહત મળવાના સંકેત મળી રહ્યા નથી. જુદા જુદા ક્ષેત્રોમાં આભ ફાટવાના અહેવાલ મળી રહ્યા છે. સિરમૌરમાં ફરી રાતે આભ ફાટવાની ઘટના બની હતી. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા હતા. સિરમૌરી તાલ ગામના ત્રણ ઘર આભ ફાટવાથી આવેલા પૂર તથા કાટમાળના પાણીમાં ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયા હતા. બે ઘરના લોકોને બચાવી લેવાયા હતા. જાેકે એક જ પરિવારના પાંચ સભ્યોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી.માહિતી અનુસાર મુગલવાલા કરતારપુર પંચાયતના સિરમૌરી તાલ ગામમાં ૧૦૦થી વધુ લોકોને આ દરમિયાન રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જાેકે અનેક રસ્તાઓ પર પર્વતો પરથી…

Read More

આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધવાની છે. ભારતનું ચંદ્રયાન-૩ ૨૩ કે ૨૪ ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. આ સાથે રશિયાનું લુના-૨૫ અવકાશયાન પણ આ અઠવાડિયે ચંદ્ર માટે ઉડાન ભરવાનું છે અને એવું માનવામાં આવે છે કે તે પણ ચંદ્રયાન-૩ની આસપાસ જ ચંદ્ર પર ઉતરશે. જાપાનનું સ્લિમ (સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન) અવકાશયાન પણ આ ભીડમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યું છે. જાે કે સ્લિમના લેન્ડિંગનો સમય હજુ જણાવવામાં આવ્યો નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પણ ભારતના ચંદ્ર મિશનના નિર્ધારિત સમયની આસપાસ ચંદ્ર પર ઉતરશે. જાે આવું થાય, તો તે પ્રથમ વખત બનશે કે ત્રણ દેશોના…

Read More

અહીંના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને ૪-૦થી શાનદાર હરાવ્યું હતું. આ સાથે આ ટુર્નામેન્ટમાં ભારતના અવિરત વિજયનો સિલસિલો જારી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પોતાની પાંચેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારત પહેલા જ સેમીફાઈનલ (જાપાન સામે રમશે)માં જગ્યા બનાવી ચૂક્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બાદબાકી થઈ હતી. ઇન્ડિયન ટીમે ફર્સ્ટ હાફના લગભગ અંતમાં પહેલો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં ૧-૦થી આગળ રહી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહે ૨૩મી મિનિટે…

Read More

યુપીના પ્રયાગરાજમાં એક વ્યક્તિએ ડાયલ ૧૧૨ પર ફોન કરીને કોતવાલી પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલને કારણે પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ અને વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પાણીપૂરી વેચનાર શિવ કુમાર છે. તેણે દારૂના નશામાં ૧૧૨ નંબર ડાયલ કરી દીધો હતો. ૧૫મી ઓગસ્ટ નજીક છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહે તે માટે પોલીસ સજ્જ છે. આવી સ્થિતિમાં જાે કોઈ ધમકીભર્યો ફોન આવે તો ચોંકી જવું સામાન્ય છે. આવું જ કંઈક પ્રયાગરાજમાં બન્યું હતું જ્યાં ૮ ઓગસ્ટના રોજ રાત્રે…

Read More

સુપ્રીમ કોર્ટે એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ સ્ત્રી પર બળાત્કાર જેટલો જ ભયાનક અને પીડાદાયક છે. નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જાેઈએ. કોર્ટે કહ્યું કે આવા મામલામાં કોર્ટની ફરજ છે કે તે દરેક પાસાને ધ્યાનથી અને બારીકાઈથી જાેવે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું કે જ્યારે કોઈ આરોપી એફઆઈઆર રદ્દ કરવા માટે કોર્ટનો સંપર્ક કરે છે કે આવી કાર્યવાહી સ્પષ્ટ રીતે ઉશ્કેરણીજનક છે અને આવા સંજાેગોમાં કોર્ટની ફરજ છે કે તે એફઆઈઆર રદ કરે. ધ્યાનથી જુઓ અને થોડી વધુ નજીકથી જુઓ.…

Read More

મહારાષ્ટ્રના પુણેમાં ચલાવવામાં આવતી હિન્દુ ધર્મ વિશેનાં તથ્યોને સમર્પિત વેબસાઈટને ભારતમાં બોમ્બ વિસ્ફોટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ મળી છે, એવું પોલીસે જણાવ્યું હતું. ૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી પોસ્ટ કરનાર વ્યક્તિ એમ.એ. મોખીમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ અહીં અલંકાર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પુણે જિલ્લાના રહેવાસી રાહુલ દૂધાને હિન્દુ ધર્મ વિશેનાં તથ્યોને લગતી વેબસાઈટ ચલાવે છે, એવું પોલીસે જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૬ઠ્ઠી ઓગસ્ટના રોજ દૂધાને તેમના દીકરાની સારવાર માટે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં…

Read More

બંદૂકની અણીએ મુંબઈના એક વેપારીના અપહરણ કરવા બાબતે શિંદે જૂથના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના દિકરા સહિત કેટલાક લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ૧૦ થી ૧૫ લોકોએ બુધવારે ૯ ઓગષ્ટના રોજ બપોરે મુંબઈના ગ્લોબલ મ્યુઝીક જંકશનની ઓફિસમાં તોડફોડ કરી વેપારીનું અપહરણ કરી વિધાનસભ્ય પ્રકાશ સુર્વેની ઓફિસમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં આ વેપારીને મારમારી સ્ટેમ્પ પેપર પર જબરદસ્તી સહી કરી કરારનામુ રદ કર્યાનું લખાવી લીધું હોવાનો આક્ષેપ ફરિયાદી રાજકુમાર સિંહે કરી છે. મુંબઈના વનરાઈ પોલીસ સ્ટેશનમાં મનોજ મિશ્રા, પદ્માકર, રાજ સુર્વે, વિકી શેટ્ટી અને અન્ય ૧૦ થી ૧૨ અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.…

Read More

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે ૩૧ જુલાઈની સવારે દોડતી ટ્રેનમાં કરેલા ગોળીબારમાં ચાર જણે જીવ ગુમાવ્યાની ઘટનાની તપાસના ભાગ રૂપે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની ટીમે કાર શેડમાં ઊભેલી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો હતો. બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનની જીઆરપીની ટીમ મંગળવારે મુંબઈ સેન્ટ્રલના કાર શેડમાં પહોંચી હતી. કાર શેડમાં ઊભેલી ટ્રેનના જે કોચમાં આરપીએફના એએસઆઈ અને ત્રણ પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તેમાં જીઆરપીની ટીમ ગઈ હતી. મુખ્ય સાક્ષીદારો અને આરપીએફના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં જીઆરપીની ટીમે ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. જાેકે આરપીએફના કોન્સ્ટેબલ ચેતન સિંહને આ કવાયત દરમિયાન…

Read More

ભારતમાં ૫ ઓક્ટોબરથી યોજાનારા વનડેવર્લ્ડ કપની ટિકિટ ૨૫ ઓગસ્ટથી એટલે કે ટૂર્નામેન્ટ શરૂ થવાના ૪૦ દિવસ પહેલાથી વેચવામાં આવશે. બુધવારે ૯ ઓગસ્ટના દિવસે, આઈસીસીએ અપડેટેડ શેડ્યૂલ જાહેર કર્યા પછી તરત જ ટિકિટ સંબંધિત આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. એક નિવેદનમાં પ્રક્રિયાને સમજાવતા, આઈસીસીએ કહ્યું હતું કે ચાહકોટિકિટ વેચાણ શરૂ થાય તે પહેલા ૧૫ ઓગસ્ટથી રંંॅજઃ//ુુુ.ષ્ઠિૈષ્ઠાીંુર્ઙ્મિઙ્ઘષ્ઠેॅ.ર્ષ્ઠદ્બ/િીખ્તૈજંીિ પર રજીસ્ટર કરાવી શકે છે. ૨૫ ઓગસ્ટથી બિનભારતીય મેચોની ટિકિટોનું વેચાણ શરૂ થશે. ભારતની મેચોની ટિકિટ ૩૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ ૧૫ સપ્ટેમ્બરથી ખરીદી શકાશે. લેટેસ્ટ અપડેટ બાદ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ત્રણ મેચોના શેડ્યૂલ (તારીખ કે સમય) બદલાઈ…

Read More

લોકસભાની ચૂંટણી આડે માત્ર એક વર્ષની વાર છે ત્યારે રાજસ્થાને જાહેરાત કરી છે કે રાજ્યમાં ઓબીસી (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)નો અનામત ક્વોટા ૨૧ ટકાથી વધારીને ૨૭ ટકા કરવામાં આવશે. તેના કારણે ઓબીસીવર્ગના વિદ્યાર્થીઓને એજ્યુકેશન અને નોકરીઓમાં વધારે ચાન્સ મળશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઓબીસીઅનામતમાં જે ૬ ટકાનો વધારો થવાનો છે તેનો લાભ આ વર્ગના સૌથી વધારે પછાત લોકોને આપવામાં આવશે. જાે આ ફેરફાર થશે તો રાજસ્થાનમાં કુલ અનામતનું પ્રમાણ ૬૪ ટકાથી વધીને ૭૦ ટકા થઈ જશે. રાજસ્થાનમાં બાંસવાડા નજીક માનગઢ ધામમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન ગેહલોતે આ જાહેરાત કરી હતી.…

Read More