Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની છેલ્લી ગ્રુપ મેચ ભારતનો પાકિસ્તાન સામે ૪-૦થી શાનદાર વિજય થયો
    India

    એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની છેલ્લી ગ્રુપ મેચ ભારતનો પાકિસ્તાન સામે ૪-૦થી શાનદાર વિજય થયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અહીંના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને ૪-૦થી શાનદાર હરાવ્યું હતું. આ સાથે આ ટુર્નામેન્ટમાં ભારતના અવિરત વિજયનો સિલસિલો જારી રહ્યો છે.
    ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પોતાની પાંચેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારત પહેલા જ સેમીફાઈનલ (જાપાન સામે રમશે)માં જગ્યા બનાવી ચૂક્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બાદબાકી થઈ હતી.
    ઇન્ડિયન ટીમે ફર્સ્ટ હાફના લગભગ અંતમાં પહેલો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં ૧-૦થી આગળ રહી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો.

    હરમનપ્રીત સિંહે ૨૩મી મિનિટે આ ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં ૨-૦થી આગળ રહી હતી. આ પછી ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ફરી બોલ ગોલમાં નાખ્યો. હરમનપ્રીત સિંહના આ ગોલ બાદ ભારતીય ટીમ મેચમાં ૩-૦થી આગળ થઈ ગઈ હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ચોથો ગોલ કરીને પાકિસ્તાન પર ૪-૦ની સરસાઈ મેળવી લીધી હતી. ભારત વતીથી ચોથો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો. તે મેચનો પ્રથમ ફિલ્ડ ગોલ હતો. અગાઉ ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કરવામાં આવ્યા હતા.

    આ પછી ચોથા ક્વાર્ટરમાં ભારતે ફરી ગોલ કર્યો, પરંતુ રેફરીએ તેને અમાન્ય જાહેર કર્યો. પરંતુ થોડી જ મિનિટો બાદ આકાશદીપ સિંહે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં ૪-૦થી આગળ રહી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે ૨ ગોલ કર્યા હતા. અહી એ જણાવવાનું કે વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતની ૫ મેચોમાં આ ચોથી જીત છે. તેણે એક મેચ ડ્રો રમી છે. જ્યારે આટલી મેચોમાં પાકિસ્તાનની આ બીજી હાર છે. જ્યારે બે મેચ ડ્રો રહી છે જ્યારે તેણે એક મેચ જીતી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ઉત્તર-પશ્ચિમ બંગાળમાં ઉપર તરફ લો પ્રેશર ઝોન સર્જાયું ઓડિશા, ઝારખંડ, યુપી-બિહારમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા

    September 21, 2023

    આરટીઆઈના જવાબમાં રેવેએ માહિતી આપી બાળકો માટેના નિયમમાં સુધારાથી ૭ વર્ષમાં રેલવેને ૨૮૦૦ કરોડની વધારાની કમાણી

    September 21, 2023

    બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં ચેપી વાયરસની ઘટના બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં સાત દીપડાનાં બચ્ચાનાં મોત

    September 21, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version