Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»લોકસભાની ચૂંટણી પહેલાં ગેહલોતનો માસ્ટર સ્ટ્રોક રાજસ્થાનમાં ઓબીસી અનામત ૨૭ ટકા કરવા માટેની જાહેરાત
    India

    લોકસભાની ચૂંટણી પહેલાં ગેહલોતનો માસ્ટર સ્ટ્રોક રાજસ્થાનમાં ઓબીસી અનામત ૨૭ ટકા કરવા માટેની જાહેરાત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લોકસભાની ચૂંટણી આડે માત્ર એક વર્ષની વાર છે ત્યારે રાજસ્થાને જાહેરાત કરી છે કે રાજ્યમાં ઓબીસી (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)નો અનામત ક્વોટા ૨૧ ટકાથી વધારીને ૨૭ ટકા કરવામાં આવશે. તેના કારણે ઓબીસીવર્ગના વિદ્યાર્થીઓને એજ્યુકેશન અને નોકરીઓમાં વધારે ચાન્સ મળશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઓબીસીઅનામતમાં જે ૬ ટકાનો વધારો થવાનો છે તેનો લાભ આ વર્ગના સૌથી વધારે પછાત લોકોને આપવામાં આવશે. જાે આ ફેરફાર થશે તો રાજસ્થાનમાં કુલ અનામતનું પ્રમાણ ૬૪ ટકાથી વધીને ૭૦ ટકા થઈ જશે. રાજસ્થાનમાં બાંસવાડા નજીક માનગઢ ધામમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન ગેહલોતે આ જાહેરાત કરી હતી. ત્યાર પછી તેમણે આ અંગે ટિ્‌વટ પણ કરી હતી. તેમણે કહ્યુ કે, તમે (રાહુલ ગાંધી) દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાની વાત કરી છે. આ રાષ્ટ્રને એક સંદેશ છે. અમે રાજસ્થાનમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી કરવા માંગીએ છીએ. લોકોને તેમની વસતીના આધારે અધિકાર મળશે.

    ગેહલોતે ટિ્‌વટ કરી કે રાજસ્થાનનું ઓબીસીકમિશન ઓબીસીમાં સૌથી પછાત લોકોને ઓળખવા માટે એક સરવે કરશે. તેનાથી સૌથી પછા જ્ઞાતિના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં વધારે તક મળશે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે એસસીઅને એસટીના વિવિધ સંગઠનો ઘણા સમયથી વસતીના આધાર પર અનામતની માંગ કરી રહ્યા છે. સરકાર આ માગણીનો પણ અભ્યાસ કરશે. સરકારે ઈડબલ્યુએસને ૧૦ ટકા અનામત આપી તેમાં સ્થાવર મિલ્કતને લગતી શરત દૂર કરી છે.

    રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ પણ આ રેલીમાં હાજર હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસે જે રીતે વિજય મેળવ્યો તે રીતે ૨૦૧૪માં કેન્દ્રમાં પણ વિજય મેળવશે. અમે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં ભાજપની ડબલ એન્જિન સરકારને નિષ્ફળ બનાવી છે. હવે નવી દિલ્હીમાં પણ મુખ્ય એન્જિનને નાકામ બનાવવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ રાજસ્થાન સરકારની કામગીરીના વખાણ કરતા કહ્યું કે રાજસ્થાનની ચિરંજીવી આરોગ્ય વીમા યોજના આખા દેશમાં બેસ્ટ છે. તેમણે એક નવી સ્કીમની પણ જાહેરાત કરી હતી જેના હેઠળ રાજ્યમાં પ્રથમ તબક્કામાં ૪૦ લાખ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન આપવામાં આવશે. તેમાં દરેક વિદ્યાર્થીને એક મોબાઈલ ડિવાઈસ આપવામાં આવશે. ગુરુવારથી જ મોબાઈલ આપવાનું શરૂ થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      તમિળનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની મોટી જાહેરાત: ધારાસભ્યોને સરકારી વાહન અને આરોગ્ય વીમા મર્યાદા વધીને ₹25 લાખ

      August 19, 2026

      સોનિયા ગાંધીનું નવું પુસ્તક ‘Belonging’: અંગત જીવનથી લઈને રાજકીય સફર સુધીની અણકહી વાતો

      August 19, 2026

      જંતર-મંતર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર

      August 18, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.