Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Rupee low: રૂપિયામાં તીવ્ર કડાકો: નીચામાં રૂ.87.25નું તળિયું દેખાયુ
    Business

    Rupee low: રૂપિયામાં તીવ્ર કડાકો: નીચામાં રૂ.87.25નું તળિયું દેખાયુ

    SatyadayBy SatyadayFebruary 26, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Rupee low

    મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવ  સ્પ્રિંગની જેમ ઉછળી રૂ.૮૭ની સપાટી કુદાવી ગયા હતા. ડોલર ઉછળતાં  રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરનાભાવ રૂ.૮૬.૭૧ વાળા આજે સવારે રૂ.૮૬.૮૬ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૬.૮૫ થઈ ત્યારબાદ ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૭ પાર કરી રૂ.૮૭.૨૫ સુધી ઉંચકાઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૭.૧૯ રહ્યા હતા.  ડોલરના ભાવ ૪૮ પૈસા વધી જતાં રૂપિયો આજે ૦.૫૫ ટકા ગબડયો હતો. દેશમાંથી ડોલરનો આઉટફલો વધી રહ્યાના વાવડ વચ્ચે રૂપિયા પર દબાણ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

    મહિનાનો  અંત નજીક હોતાં આજે ડોલરમાં ખાસ કરીને આયાતકારોની લેવાલી વિશેષ જોવા મળી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા છાશવારે ટેરીફ-ટેરીફનું ગાણું ગવાતું રહેતાં દેશ-વિદેશના કરન્સી બજારોમાં તાજેતરમાં વ્યાપક ઉથલપાથલ જોવા મળી છે.વાયદા બજારમાં નજીકની ડિલીવરીમાં એક્સપાયરી નજીક આવતાં વેચાણો કાપવાના સ્વરૂપમાં પણ ડોલરમાં લેવાલી વધ્યાની૪ ચર્ચા હતી. ડોલરના ભાવ ઝડપી ઉછળતાં હવે રિઝર્વ બેન્ક સરકારી બેન્કો મારફત કદાચ બજારમાં ડોલર વેંચવા આવશે એવી શક્યતા  પણ જામકારો બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ નજીકના દિવસોમાં ઉંચામાં ૮૭.૪૦ તથા નીચામાં ૮૬.૮૫ વચ્ચે રહ્યાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા.  ડોલરના ભાવ આજે ઝડપી વધતાં રૂપિયામાં એક દિવસીય કડાકામાં પાછલા ૩ સપ્તાહનો રેકોર્ડ તુટયો હતો.

    આયાતકારોનું હેજીંગ તથા એનડીએફની એક્સપાયરીની અસર પણ કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી.  રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી સોના-ચાંદી તથા ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં હવે ફુગાવો તથા મોંઘવારી વધુ લવધવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા.આ પૂર્વે સરકાર દ્વારા આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ઘટાડવામાં  આવ્યા હતા અને તેના પગલે વિવિધ આયાતી ચીજોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી હતી. અને હવે પ્રવાહો પલ્ટાયા છે.  દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૬.૫૬ તથા ઉંચામાં ૧૦૬.૭૯ થઈ ૧૦૬.૬૫ રહ્યાના નિર્દેશો હતા.

    Rupee low
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી! EDએ અત્યાર સુધી ₹23,100 કરોડની સંપત્તિ જપ્ત કરી, બે ચાર્ટર્ડ વિમાન પણ અટેચ

    November 4, 2026

    તહેવારો પહેલાં ખાંડના ભાવમાં વધારો! 152 મિલોમાં પિલાણ શરૂ, પરંતુ શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન ઘટ્યું

    November 4, 2026

    કર્મચારીઓ માટે મોટા સમાચાર! BMSની 6 મોટી માગણીઓ, લઘુત્તમ પેન્શન ₹7,500 અને EPF પગાર મર્યાદા ₹30,000 કરવાની માગ

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.