ઉત્તરાખંડના ચમોલીથી એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. અહીં નમામિ ગંગે પ્રોજેક્ટ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટવાથી વીજકરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૫ લોકોના મોત સાથે ૭થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો હતો. આ મામલે ચમોલીના એસપીએ ૧૫ જેટલાં લોકોના મૃત્યુ થયાની પુષ્ટી પણ કરી હતી. એવી માહિતી મળી હતી કે ટ્રાન્સફોર્મર ફાટવાને લીધે કરંટ ફેલાયો હતો. આ મામલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. ઉત્તરાખંડમાં હાલમાં અનેક સ્થળે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. ૨૦થી વધુ લોકો આ કરંટની લપેટમાં આવતા અફરા…
Author: Shukhabar Desk
હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટ માં સિંગાપુરને સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને ૧૯૨ દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ છે. આ પહેલા જાપાનનો પાસપોર્ટ સતત પાંચ વર્ષ સુધી સૌથી શક્તિશાળી હતો.મંગળવારે જાહેર કરાયેલ હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરે જાપાનને પછાડી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈન્ડેક્સમાં સિંગાપોરના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવ્યો છે. તે જ સમયે, જાપાનના પાસપોર્ટ જે છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રથમ સ્થાને હતો, તેને ત્રીજા સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે ગણવામાં આવ્યો છે. જર્મની, ઇટલી અને સ્પેન દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ…
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જાે તેમની સરકાર બનશે તો તેઓ એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાયડેન સહિત અન્ય નેતાઓ પાસે આ મામલાને પહોંચી વળવા માટે પૂરતી તાકાત નથી.ટ્રમ્પનું કહેવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમના સંબંધો ઘણા સારા છે. જાે હું સત્તામાં પાછો આવીશ તો બંને નેતાઓ વચ્ચે સમજૂતી કરાવીશ અને એક જ દિવસમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવીશ. પુટિન-ઝેલેન્સ્કી સ્માર્ટ છે. ફ્રાન્સના મેક્રોંન પણ ઘણા સ્માર્ટ છે. આ લોકો કેટલા ઝડપી છે તે જાેવા માટે…
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે એઆઈ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે પ્રથમ બેઠક યોજી હતી, જેમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની પહેલ કરી અને વધુમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૬ સુધીમાં યુદ્ધના સ્વચાલિત હથિયારોમાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદાકીય કરાર કરવા જાેઈએ. ગુટેરેસે કહ્યું કે ટેક્નોલોજી તેના સંભવિત જાેખમો અને ફાયદાઓને વધુને વધુ જાહેર કરે છે અને યુએન પાસે મોનિટરિંગ અને નિયમન માટે વૈશ્વિક સ્તરે નિયમો નક્કી કરવાની તક છે. તેમણે ટ્વીટ કર્યુ હતું કે આજે મેં સુરક્ષા પરિષદ પાસે એઆઈને તાકીદની…
પ્રસિદ્ધ સુપર મોડલ ગીગી હદીદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર હદીદને થોડા દિવસો પહેલા કેમેન ટાપુ પર તેની મિત્ર સાથે મારિજુઆના ડ્રગ્સ સાથે પકડી લેવામાં આવી હતી. અહેવાલ મુજબ ગીગી ૧૦ જુલાઈના રોજ ગ્રાન્ડ કેમેનના ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની મિત્ર લેહ મેકકાર્થી સાથે ઉતરી હતી, જ્યાં તેમની પાસેથી મારિજુઆના (ગાંજાે) કબજે લેવાયું હતું. અહેવાલ અનુસાર જ્યારે કસ્ટમ અધિકારીઓએ ગીગીના સામાનને સ્કેન કર્યો ત્યારે તેમને ગાંજાે મળ્યો હતો. ત્યારપછી મૉડલ-ઍક્ટ્રેસની મારિજુઆના રાખવા અને આયાત કરવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ૧૨ જુલાઈ, ૨૦૨૩ ના રોજ, ગીગી અને તેના મિત્ર મેકકાર્થીને સમરી કોર્ટમાં હાજર કરાયા…
હવેથી રેલવેના પાટા ગેરકાયદે રીતે ઓળંગતા કે પછી પાટાની નજીકમાં કે પાટા પર ચાલતા સેલ્ફી લેતાં પકડાયાં તો ભારે પડી જશે.રેલવેએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સ્પષ્ટ રીતે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રેલવેના પાટાને ગેરકાયદે રીતે ઓળંગનારા લોકો સામે રેલવેના કાયદાની વિવિધ જાેગવાઈઓ હેઠળ પકડીને દંડ વસૂલવામાં આવે અને જરૂરી હોય તો તેમને જેલ મોકલાય. ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ પાંચ રેલવેમંડળના મેનેજર તથા અધિકારીઓ સાથે આ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રેલવેના પાટા નજીકના અતિક્રમણની સાથે જ પાટાને ઓળંગવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેને લઈને ચૌધરીએ કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો…
બેંગલુરુમાં પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકાના આધારે આ ધરપકડ કરી છે. સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. સીસીબીએ સીઆઈડી સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત ૫ શકમંદોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેને તેમનાં સામાન સહિત જપ્ત કરવામાં આવ્યો છે. હાલ સીસીબી માદીવાલા ટેકનિકલ સેલમાં તમામ શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને શંકા છે કે આ શકમંદો સાથે વધુ ૨ શંકાસ્પદ લોકો જાેડાયેલા છે. તપાસ એજન્સીને શંકા છે…
વિરોધ પક્ષોના ગઠબંધન ભારત માટેની ટેગલાઈન ‘જીતેગા ભારત બની શકે છે. આ પહેલા વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનનું નામ ‘ઈન્ડિયા’ જાહેર કર્યું હતું. આ ટેગલાઈન ૨૦૨૪ના લોકસભા પ્રચાર માટે પસંદ કરવામાં આવી શકે છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારત જાેડાશે, ઈન્ડિયા જીતશે’. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હિન્દી ટેગલાઈન અનેક પ્રાદેશિક ભાષાઓમાં બને તેવી શક્યતા છે. બે દિવસ પહેલા બેંગલુરુમાં બેઠક દરમિયાન ઘણા નેતાઓને લાગ્યું કે ગઠબંધનના નામમાં ‘ભારત’ શબ્દનો સમાવેશ થવો જાેઈએ. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે આને ટેગલાઈનમાં સામેલ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ…
પાકિસ્તાનની સીમા હૈદરની જેમ ફરી એક પરિણીત મહિલાએ સરહદ પાર કરી છે. આ વખતે પણ પ્રેમી ભારતનો છે પરંતુ મહિલા કોઈ અન્ય દેશની છે. પોલેન્ડની મહિલા બાર્બરા પોલાક પોતાના પ્રેમની ખાતર ઘણાં દેશોની સરહદ પાર કરીને પ્રેમી સાદાબ મલિકને મળવા ઝારખંડના હજારીબાગના ખુતરા ગામમાં પહોંચી હતી. બાર્બરા પોલાકે વર્ષ ૨૦૨૧માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદાબ સાથે મિત્રતા કરી હતી. બંને વચ્ચે સતત ચેટિંગ થતું હતું અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ૪૯ વર્ષની બાર્બરા અને ૩૫ વર્ષીય સાદાબનો પ્રેમ એટલો વધી ગયો કે તેણે ભારત આવવા માટે વિઝા માટે અરજી કરી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તેને…
નરસેના પોલીસ સ્ટેશન વિસ્તાર મવાઈમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી એક જ પરિવારના છ બાળકો સહિત ૧૫ લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો સહિત દંપતિનું મોત થઈ ગયુ છે અને આ ૧૧ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ડીએમએ મૃત્યુ પામેલા લોકોને ૪-૪ લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘરનું સમારકામ કરવાની વાત કરી છે. નરસેના પોલીસ સ્ટેશન વિસ્તારના મવાઈ ગામમાં રહેતા રાજપાલના પુત્ર હરચરણ સિંહનું ઘર બની રહ્યું હતું. ઘરના પહેલા માળે જૂનુ લેન્ટર નાખવામાં આવ્યુ હતુ અને બીજા માળે બાંધકામ ચાલી રહ્યું હતું. મંગળવારે…