Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે યાદી બહાર પાડી વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો, ભારત ૮૦મા સ્થાને
    WORLD

    હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે યાદી બહાર પાડી વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો, ભારત ૮૦મા સ્થાને

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટ માં સિંગાપુરને સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને ૧૯૨ દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ છે. આ પહેલા જાપાનનો પાસપોર્ટ સતત પાંચ વર્ષ સુધી સૌથી શક્તિશાળી હતો.મંગળવારે જાહેર કરાયેલ હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરે જાપાનને પછાડી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈન્ડેક્સમાં સિંગાપોરના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવ્યો છે. તે જ સમયે, જાપાનના પાસપોર્ટ જે છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રથમ સ્થાને હતો, તેને ત્રીજા સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે ગણવામાં આવ્યો છે.

    જર્મની, ઇટલી અને સ્પેન દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ દેશના પાસપોર્ટ ધારકોને ૧૯૦ દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર સિંગાપોરના પાસપોર્ટ ધારકોને ૨૨૭ દેશોમાંથી ૧૯૨ દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. જ્યારે જાપાનના પાસપોર્ટ ધારકોને ૧૮૯ દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા અને સ્વીડનની સાથે જાપાન ત્રીજા સ્થાને છે.ત્યારે, અફઘાનિસ્તાન અને ઈરાકનો સૌથી નબળો પાસપોર્ટ ગણાવાયો છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટ ધારકોને ૨૭ દેશમાં જ્યારે ઈરાકના પાસપોર્ટ ધારકોને ૨૯ દેશમાં વિઝા વગર મુસાફરી કરવાની છૂટ છે.

    ત્યારે, ભારતના પાસપોર્ટને ૧૦૩ દેશોની યાદીમાં ૮૦માં સ્થાન પર રખાયો છે. જ્યારે, આ વર્ષે ભારતની રેન્કિંગમાં ૫ સ્થાનમાં સુધારો આવ્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના નવા રેન્કિંગમાં ભારત, ટોગો અને સેનેગલને ૮૦માં સ્થાન પર રખાયા છે. ઈન્ડેક્સ અનુસાર, ભારત, ટોગો અને સેનેગલના પાસપોર્ટ ધારકોને ૫૭ દેશમાં વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી છે. તો પાકિસ્તાનનો પાસપોર્ટ ૧૦૦માં સ્થાને છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર ૩૩ દેશોમાં વિઝા-ફ્રી મુસાફરીને મંજૂરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.