Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રેલવેનો કાયદાનો કડક અમલ કરવા નિર્દેશ ગેરકાદે પાટા ઓળંગતા-સેલ્ફી લેનારાઓને દંડ-જેલ કરાશે
    India

    રેલવેનો કાયદાનો કડક અમલ કરવા નિર્દેશ ગેરકાદે પાટા ઓળંગતા-સેલ્ફી લેનારાઓને દંડ-જેલ કરાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હવેથી રેલવેના પાટા ગેરકાયદે રીતે ઓળંગતા કે પછી પાટાની નજીકમાં કે પાટા પર ચાલતા સેલ્ફી લેતાં પકડાયાં તો ભારે પડી જશે.રેલવેએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સ્પષ્ટ રીતે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રેલવેના પાટાને ગેરકાયદે રીતે ઓળંગનારા લોકો સામે રેલવેના કાયદાની વિવિધ જાેગવાઈઓ હેઠળ પકડીને દંડ વસૂલવામાં આવે અને જરૂરી હોય તો તેમને જેલ મોકલાય.

    ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ પાંચ રેલવેમંડળના મેનેજર તથા અધિકારીઓ સાથે આ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રેલવેના પાટા નજીકના અતિક્રમણની સાથે જ પાટાને ઓળંગવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેને લઈને ચૌધરીએ કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. કાયદા હેઠળ જેલ મોકલવાની પણ તૈયારી બતાવવામાં આવી છે.બેઠકમાં કહેવાયું કે રેલવેના ફાટકની આજુબાજુ થયેલા અતિક્રમણને લીધે ટ્રેનોના સંચાલનમાં મોટો અવરોધ પેદા થાય છે. આ ઉપરાંત હાઈસ્પીડ રેલવે સેક્શનના કિનારે બાઉન્ડ્રી વૉલનું નિર્માણ કરાશે એટલા માટે અતિક્રમણ હટાવવું જરૂરી થઈ ગયું છે. બેઠકમાં કહેવાયું કે રેલવે માટે સુરક્ષા સર્વોપરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.