Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત સરકાર બનશે તો એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીશ
    WORLD

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત સરકાર બનશે તો એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીશ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જાે તેમની સરકાર બનશે તો તેઓ એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાયડેન સહિત અન્ય નેતાઓ પાસે આ મામલાને પહોંચી વળવા માટે પૂરતી તાકાત નથી.ટ્રમ્પનું કહેવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમના સંબંધો ઘણા સારા છે. જાે હું સત્તામાં પાછો આવીશ તો બંને નેતાઓ વચ્ચે સમજૂતી કરાવીશ અને એક જ દિવસમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવીશ. પુટિન-ઝેલેન્સ્કી સ્માર્ટ છે.

    ફ્રાન્સના મેક્રોંન પણ ઘણા સ્માર્ટ છે. આ લોકો કેટલા ઝડપી છે તે જાેવા માટે હું પુટિન સહિતના લોકોને સૂચિબદ્ધ કરી શકું છું. તેઓ એટલા કડક છે. તેઓ ખૂબ હોંશિયાર છે. પરંતુ અમારી પાસે એક નેતા છે જેમને ખબર નથી કે શું થઈ રહ્યું છે. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ખરાબ સમય છે.ટ્રમ્પે વધુમાં કહ્યું કે હું ઝેલેન્સકીને સારી રીતે ઓળખું છું. હું પુટિનને પણ સારી રીતે ઓળખું છું. બંને સાથે મારા સંબંધો ખૂબ સારા અને ખૂબ ઊંડા છે. હું ઝેલેન્સકીને સ્પષ્ટ કહીશ. તમારે સોદો કરવો પડશે. હું પુટિનને કહીશ કે જાે તમે સમાધાન નહીં કરો તો હું યુક્રેનને ઘણું બધું આપીશ. અમે યુક્રેનને અત્યાર સુધી જે મળ્યું છે તેના કરતાં ઘણું વધારે આપી શકીએ છીએ. હું એક દિવસમાં બંને વચ્ચે સમજૂતી કરાવી દઈશ .

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.