Author: Shukhabar Desk

વિદેશ જેવું સુંદર શહેર ભારતમાં બનાવવાનું સપનું બિઝનેસમેન અજીત ગુલાબચંદે સેવ્યું હતું. ૨૦૦૦ની સાલમાં તેમણે મહારાષ્ટ્રમાં પૂણે નજીક લવાસામાં પ્લાન્ડ સિટી તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. શહેરના નિર્માણ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા. કેટલાય લોકોએ અહીં પોતાનું ઘર વસાવવા માટે રોકાણ કર્યું. પરંતુ થોડા જ વર્ષોમાં આ પ્રોજેક્ટ ઊંધા માથે પછડાયો. ઈટલીના પોર્ટોફિનો શહેર જેવું જ શહેર અહીં ૨૫૦૦૦ એકર જમીનમાં ઊભું કરવાની કામગીરી કરવામાં આવી પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. જમીન સંપાદન, પર્યાવરણને નુકસાન અને ભ્રષ્ટાચાર થકી મેળવેલી લોન જેવા વિવિધ કારણોસર લવાસા સિટી પ્રોજેક્ટ વિવાદમાં પણ રહ્યો. બાંધકામ બંધ થઈ જતાં મકાનો ખંડેર જેવા ભાસે છે, ટૂરિસ્ટો ખૂબ ઓછા આવતા…

Read More

રાજ્યમાં સર્વત્ર વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે વડોદરામાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાળવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડોદરામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાદરામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. નવસારીના ખેરગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના ૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ખેરગામના રહેણાંક વિસ્તાર આસપાસના ખેતરો અને ખાડીમાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રી…

Read More

જૂનાગઢના ઘેડ પંથકમાં મેઘતાંડવ વચ્ચે ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જળબંબાકારની સ્થિતિમાં લોકોએ બીમાર વૃદ્ધને ખાટલા પર બેસાડી પાણીના ધસમસતા પ્રવાહમાં ઘરે પહોંચાડ્યા છે. ઘોડાદર ગામમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધની તબિયત લથડતા તેમને સારવાર માટે જૂનાગઢ લઈ જવાયા હતા, ત્યાર બાદ ભારે વરસાદને કારણે ઘેડ બેટમાં ફેરવાતા વૃદ્ધની સારવાર બાદ તે ઘરે પહોંચી શકયા નહોતા. ત્રણ દિવસ સુધી તેમણે શામરડા ગામે આશરો લીધો અને પાણી ઓસરવાની રાહ જાેઈ હતી. તેમ છતાં પાણી નહીં ઓસરતા પરિવાર અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી વૃદ્ધને ખાટલા પર બેસાડી પાણીના ધસમસતા પ્રવાહમાં ઘરે પહોંચાડ્યા હતા. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. ઘેડ…

Read More

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગુરુવારે સતત બીજા દિવસે પણ ભીડ દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો અને એ પછી પોલીસે ચાર શખસોની ધરપકડ કરી હતી. આ નવો ગુનો લગ્નેત્તર સંબંધનો હતો. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આ કપલને વીજળીના થાંભલા સાથે બાંધ્યું હતું અને પછી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલાં પરબિયા ગામમાં બની હતી. જાે કે, આ ઘટના સોમવારે બની હતી, પરંતુ હવે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જે બાદ પોલીસે પણ એક્શન લેતા ચાર શખસોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બુધવારે પોલીસે આ મામલે ગુનો નોંધ્યો…

Read More

હરણ કરીને આણંદના યુવકે મોટો ખેલ પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં રહેતા વ્યક્તિ અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલવેમા કારમીક ( પર્સનલ ) વિભાગમાં કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેવામાં તેમના દીકરાને સ્ટુડન્ટ વિઝા પર તેમે ૨૦૨૦માં લંડન મોકલ્યો હતો. જ્યાં તે બરાબર સેટ જ થઈ ગયો હતો અને મોટો ખેલ પડી ગયો. એક દિવસ નડિયાદમાં રહેતા તેના પિતા રેલવેમાં નોકરીએ જવા નીકળ્યા હતા. તેઓ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા કે તરત પત્નીનો ફોન આવ્યો કે આપણા દીકરાનું લંડનમાં અપરહરણ થઈ ગયું છે. અહીં ૩ બદમાશો આવ્યા છે અને મને ધમકી આપી રહ્યા છે કે તારા દીકરાને જાનથી મારી નાખીશું. ઓફિસે…

Read More

અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન ઓવરબ્રિજ પર નવ લોકોને ઉડાવી મારનારા તથ્ય પટેલને કડકમાં કડક સજા આપવા માંગ થઈ રહી છે, જાેકે ભૂતકાળમાં બનેલા આવા જ કેસોમાં ધનવાન મા-બાપોએ પોતાના છાટકા બનેલા સંતાનોને બચાવવા અપનાવેલી તરકીબો એક સમયે ખાસ્સી ચર્ચામાં આવી હતી. ૨૦૧૩ના ચર્ચાસ્પદ મ્સ્ઉ હિટ એન્ડ રન કેસની જ વાત કરીએ તો જજીસ બંગલો વિસ્તારમાં મધરાતે બેફામ કાર દોડાવી વિસ્મય શાહ નામના ધનાઢ્ય પરિવારના નબીરાએ બે આશાસ્પદ યુવકોને ઉડાવી માર્યા હતા. તે ઘટના બની ત્યારે વિસ્યમ શાહ રાતોરાત ગાયબ થઈ ગયો હતો, અને તેની ધરપકડ અકસ્માત થયાના અમુક દિવસો બાદ થઈ હતી. ૨૦૧૫માં વિસ્મય શાહને સેશન્સ કોર્ટે સાપરાધ મનુષ્યવધના…

Read More

રાજ્યમાં સર્વત્ર વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં ૯ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, વિસાવદરમાં ૮ ઈંચ અને વલસાડના પારડીમાં ૭ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, વડોદરા શહેરમાં વહેલી સવારે ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુર, ડોલવણ, વલસાડમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના પાદરામાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ, કલ્યાણપુર, વાપી, ચીખલીમાં ૩.૫ ઈંચ વરસાદ, જ્યારે ભાવનગરના મહુવામાં ૩, રાણાવાવમાં ૨.૫ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, નવસારીમાં કેલિયા ડેમ ૯૦ ટકા ભરાયો છે.…

Read More

સુરત એરપોર્ટ પર રુપિયા ૨૫ કરોડના સોનાની દાણચોરીના કેસમાં ડ્ઢઇૈં એ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે એમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. દાણચોરીના કેસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. કસ્ટમ, ડ્ઢઇૈં અને ઈમીગ્રેશન વિભાગથી એક ડગલુ આગળ રહેવા માટે આરોપીઓ એક ડગલુ આગળ રહેવા માટે અલગ અલગ તરકીબ અજમાવતા હતા. દુબઈથી શારજહા સોનુ લઈ જતા પહેલા સ્કેનર પર સોનુ ચેકિંગ કરતા. એરપોર્ટ પર જેવો માહોલ હોય છે એવો માહોલને લઈને પ્રેક્ટીસ કરતા હતા. તેઓ બોડી લેંગ્વેજ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરતા હતા. સાવ માસૂમ હોય એવો વ્યવહાર કરતા હતા. એરપોર્ટ પર…

Read More

અમદાવાદ શહેરમાં અખિયાં મિલાકેના ટીખળી નામથી જાણીતા કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો થયો છે. હવે આ રોગ શાળામાં ભણતાં ભૂલકાંઓ સુધી પણ પહોંચી જતાં વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતાનો માહોલ છે. એક વર્ગમાં ભણતાં અનેક બાળકોમાં આ રોગનો ચેપ લાગવાનો ભય ઊભો થયો છે, જેના કારણે શાળા સંચાલકોએ વાલીઓ માટે સ્પષ્ટ સૂચના જાહેર કરી છે કે આંખ આવી હોય તેવાં બાળકોને શાળાએ ન મોકલવાં, જેથી અન્ય બાળકોને તેનો ચેપ ન લાગે. આંખો આવવાના કેસો વધતાં સ્કૂલના ટીચર્સ સાવચેતીના ભાગરૂપે સાદાં ચશ્માં કે ગોગલ્સ પહેરીને સ્કૂલમાં આવી રહ્યા છે. આજે શહેરની કેટલીક શાળાઓમાં કેજીનાં બાળકો તેમજ આંખમાં ખંજવાળની ફરિયાદ કરનાર અને લાલ…

Read More

પાણી બચાવવાની દિશામાં કાર્યવાહી કરવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું. જેને વધાવી લઈ ગુજરાત સરકાર દ્વારા અમૃત સરોવર મામલે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે અને ૧૦૦ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં નવા ૨૬૫૨ અમૃત સરોવરોનું નિર્માણ કરાયું છે. મહત્વનું છે કે રાજ્યમાં ૨૪૫૨ સરોવરોના લક્ષ્ય સામે સરકાર દ્વારા ૨૬૫૨ સરોવરોનું નિર્માણ કરાયું છે. નોંધનીય છે કે એપ્રિલ ૨૦૨૨ મા વડાપ્રધાન મોદી દ્વારા દરેક જિલ્લામાં અમૃત સરોવર બનાવવા હાંકલ કરી હતી. એટલે કે ગુજરાતમાં અમૃત સરોવરની કામગીરી ૧૦૦ ટકા ઉપરાંત પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં દરેક સરોવરમાં ૧૦ હજાર ક્યુબિક મીટર જળસંગ્રહની ક્ષમતા છે.…

Read More