Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં મેઘમહેર વલસાડના કપરાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબકતા ભારે હાલાકી
    Gujarat

    ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં મેઘમહેર વલસાડના કપરાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબકતા ભારે હાલાકી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં સર્વત્ર વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં ૯ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, વિસાવદરમાં ૮ ઈંચ અને વલસાડના પારડીમાં ૭ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, વડોદરા શહેરમાં વહેલી સવારે ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુર, ડોલવણ, વલસાડમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના પાદરામાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે.

    ઉમરગામ, કલ્યાણપુર, વાપી, ચીખલીમાં ૩.૫ ઈંચ વરસાદ, જ્યારે ભાવનગરના મહુવામાં ૩, રાણાવાવમાં ૨.૫ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, નવસારીમાં કેલિયા ડેમ ૯૦ ટકા ભરાયો છે. કેલિયા ડેમ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગે ડેમ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા ૨૩થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં કુલ ૩૦૭.૩૭ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમની સપાટી ૧૧૨.૫૫ મીટરે પહોંચી છે, ડેમ ઓવરફ્લો થવાને ફક્ત ૦.૮૫ મીટર જ બાકી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદના લીધે ડેમમાં પાણીની સારી આવક થઇ છે. કેલિયા ડેમમાંથી ગણદેવી, વાંસદા અને ચીખલી તાલુકાના ૨૩ ગામોને પીવાના અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

    ડેમ ભરાઈ જતાં એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે. તાપીમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત છે. ઉકાઇ ડેમની જળસપાટી ૩૧૮.૭૯ ફૂટે પહોંચી છે. ડેમમાં આવક ૫૪,૯૪૬ ક્યૂસેક, જાવક ૬૦૦ ક્યૂસેક છે. રૂલ લેવલ ૩૩૩ ફુટ છે, જ્યારે ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હજુ ૨ દિવસ ધોધમાર વરસાદની આગાહી છે. આજે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. આજે બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, ભાવનગરમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કાંઠામાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૬૫ ટકા વરસાદ નોંધાયો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version