સુરત એરપોર્ટ પર રુપિયા ૨૫ કરોડના સોનાની દાણચોરીના કેસમાં ડ્ઢઇૈં એ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે એમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. દાણચોરીના કેસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. કસ્ટમ, ડ્ઢઇૈં અને ઈમીગ્રેશન વિભાગથી એક ડગલુ આગળ રહેવા માટે આરોપીઓ એક ડગલુ આગળ રહેવા માટે અલગ અલગ તરકીબ અજમાવતા હતા. દુબઈથી શારજહા સોનુ લઈ જતા પહેલા સ્કેનર પર સોનુ ચેકિંગ કરતા. એરપોર્ટ પર જેવો માહોલ હોય છે એવો માહોલને લઈને પ્રેક્ટીસ કરતા હતા. તેઓ બોડી લેંગ્વેજ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરતા હતા. સાવ માસૂમ હોય એવો વ્યવહાર કરતા હતા.
એરપોર્ટ પર ઝડપાઈ જવાથી બચવા માટે તમામ તૈયારીઓ કરીને સજ્જ રહેતા હતા. એરપોર્ટ પર અધિકારીઓની આંખમાં ધૂળ નાંખવા માટેના દાવ શીખીને તૈયાર રહેતા હતા. પરંતુ આમ છતાં તેઓનો ખેલ ખુલ્લો પડી ગયો હતો. પીએસઆઈ દવેને કોર્ટમાં ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા. ચીફ કોર્ટમાં આ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ હવે એક બાદ એક ખૂલાસાઓ થવા લાગ્યા છે.