Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૧૮૧૪ કરોડમાં વેચાયું ખંડેર બની ગયેલા ભારતના સૌપ્રથમ હિલ સ્ટેશન લવાસામાં હવે પ્રાણ ફૂંકાશે
    India

    ૧૮૧૪ કરોડમાં વેચાયું ખંડેર બની ગયેલા ભારતના સૌપ્રથમ હિલ સ્ટેશન લવાસામાં હવે પ્રાણ ફૂંકાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વિદેશ જેવું સુંદર શહેર ભારતમાં બનાવવાનું સપનું બિઝનેસમેન અજીત ગુલાબચંદે સેવ્યું હતું. ૨૦૦૦ની સાલમાં તેમણે મહારાષ્ટ્રમાં પૂણે નજીક લવાસામાં પ્લાન્ડ સિટી તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. શહેરના નિર્માણ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા. કેટલાય લોકોએ અહીં પોતાનું ઘર વસાવવા માટે રોકાણ કર્યું. પરંતુ થોડા જ વર્ષોમાં આ પ્રોજેક્ટ ઊંધા માથે પછડાયો. ઈટલીના પોર્ટોફિનો શહેર જેવું જ શહેર અહીં ૨૫૦૦૦ એકર જમીનમાં ઊભું કરવાની કામગીરી કરવામાં આવી પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. જમીન સંપાદન, પર્યાવરણને નુકસાન અને ભ્રષ્ટાચાર થકી મેળવેલી લોન જેવા વિવિધ કારણોસર લવાસા સિટી પ્રોજેક્ટ વિવાદમાં પણ રહ્યો.

    બાંધકામ બંધ થઈ જતાં મકાનો ખંડેર જેવા ભાસે છે, ટૂરિસ્ટો ખૂબ ઓછા આવતા હોવાથી ગલીઓ પણ સૂમસામ છે. જાેકે, શુક્રવારે આવેલા એક ર્નિણયએ રોકાણકારો અને લેણદારોમાં નવી આશા જગાડી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલે દેશના સૌપ્રથમ પ્રાઈવેટ હિલ સ્ટેશનને વેચાવાની મંજૂરી આપી દીધી છે. ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લવાસાને ખરીદી લેશે. લવાસા પ્રોજેક્ટને ફરીથી જીવિત કરવાનો પ્લાન ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સબમિટ કરવામાં આવ્યો હતો. આ પ્લાનની તરફેણમાં લેણદારોએ વોટિંગ કર્યા બાદ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલે ડાર્વિનના પ્લાનને લીલી ઝંડી બતાવી છે.

    ૧૮૧૪ કરોડ રૂપિયામાં ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આખો પ્રોજેક્ટ ટેકઓવર કરી લીધો છે. ૮ વર્ષમાં તેઓ આ રકમ ખર્ચશે. જેમાંથી ૯૨૯ કરોડ રૂપિયા લેણદારોને ચૂકવાશે અને ૪૩૮ કરોડ રૂપિયા અહીં મકાન નોંધવનારા લોકોને ઘર તૈયાર કરી આપવા પાછળ ખર્ચાશે. ઘર ખરીદનારા ૮૩૭ લોકોનો ૪૦૯ કરોડ રૂપિયાનો દાવો મંજૂર કરવામાં આવ્યો છે. ધિરાણકર્તાઓ અને ઓપરેશનલ ક્રેડિટર્સ સહિત દાવાની કુલ ૬,૬૪૨ કરોડ રૂપિયાની રકમ કંપની દ્વારા સ્વીકારવામાં આવી છે. રિઝોલ્યુશન પ્લાન પ્રમાણે, પર્યાવરણને લગતી મંજૂરી મળી ગયા પછીના પાંચ વર્ષમાં અહીં ઘર ખરીદનારા લોકોને મૂળ કિંમતને આધારે પૂર્ણ બાંધકામ સાથેની પ્રોપર્ટી આપી દેવાશે.

    આ પ્રોજેક્ટમાં તૈયાર થયેલી પ્રોપર્ટી ખરીદવા માટે હોમબાયર્સે ડાર્વિનને એક્ચ્યુઅલ ફ્યૂચર કંસ્ટ્રક્શન કોસ્ટ ચૂકવવી પડશે. મહત્વનું છે કે, લવાસા પશ્ચિમ ઘાટમાં સહ્યાદ્રીની પર્વતમાળામાં ફેલાયેલું છે. ટ્રોપિકલ ફોરેસ્ટ એરિયા માટે પ્રખ્યાત પશ્ચિમ ઘાટમાં ૩૨૫ જેટલાં લુપ્ત થવાને આરે ઊભેલા પશુ-પક્ષીઓ અને વનસ્પતિ છે છે. આ સાઈટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જાે આપવામાં આવ્યો હોવાથી બાંધકામ પૂર્વે પર્યાવરણને લગતી મંજૂરી લેવી જરૂરી છે. લવાસા સિટી પ્રોજેક્ટનો રિવ્યૂ કર્યા પછી નવેમ્બર ૨૦૧૧માં ચોક્કસ શરતો સાથે બાંધકામની મંજૂરી પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.