Author: Shukhabar Desk

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રભારી અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સંગઠન પ્રધાન મદન દાસ દેવીનું આજે વહેલી સવારે બેંગલુરુમાં ખાતે વૃદ્ધાવસ્થાને કારણે નિધન થયું છે. ઉમંરના ૮૧માં વર્ષે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. એક વર્ષ પહેલાં જ તેમના પર હરિદ્વારના પાલમપુરની આયુર્વેદીક સંસ્થા દ્વારા પંચકર્મ પણ કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે એટલે કે ૨૫મી જુલાઇના રોજ સવારે ૧૧ વાગે પુણેમાં કરવામાં આવશે. મદન દાસ દેવીએ બાળપણથી જ પોતાનું જીવન રાષ્ટ્રસેવા અને સંઘના કાર્યમાં સમર્પીત કર્યું હતું. જીવનના લગભગ ૭૦ વર્ષ તેમણે સંઘના પ્રચાર માટે કામ કર્યું. સંઘથી લઇને ભાજપ સુધી તેમણે રાજકીય નિરિક્ષક તરીકે કામ કર્યું…

Read More

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો એક ભાગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બધુ બરાબર છે એવા દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પંજાબ કોંગ્રેસની અંદર આમ આદમી પાર્ટીનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીથી અંતર રાખવા માટે પંજાબ કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ પર દબાણ લાવવા દિલ્હી પહોંચી રહ્યા છે. જાેકે, આવા વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટીને દિલ્હી અધ્યાદેશ પર કોંગ્રેસના અમુક નેતાઓનું સમર્થન પણ મળી રહ્યું છે. હવે નવજાેત સિંહ સિદ્ધુએ પણ કેજરીવાલને સમર્થન આપવાની વાત કરી છે. સંસદના ચોમાસુ સત્રની વચ્ચે આમ આદમી પાર્ટીને દિલ્હી વટહુકમ પર કોંગ્રેસની સૌથી વધુ જરૂર છે. જાે કે,…

Read More

મુંબઇ –પૂણે એક્સપ્રેસ વે પર રાત્રે અને વહેલી સવારે બે વાર લેન્ડ સ્લાઇડ થઇ છે. મોડી રાત્રે મુંબઇ તરફ આવવાનો રસ્તો આ લેન્ડ સ્લાઇડને કારણે બંધ કરવામાં આવતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. ત્યા વહેલી સવારે છ વાગે ફરી એકવાર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર લોનાવલા પાસે લેન્ડ સ્લાઇડ થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જાેકે પ્રશાસન દ્વારા તરત જ કાંટમાળ ઉપાડવાની કામગીરી હાથ ધરતા થોડા સમય પછી વાહનવ્યવહાર યથાવત થયો હતો પણ એક લાઇન બંધ હોવાતી ધીમી ગતીએ ટ્રાફિક આગળ વધી રહ્યો હોવાની જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર આડોશી ટનલ પાસે રાત્રે ૨૨.૩૫ મીનીટે…

Read More

જ્ઞાનવાપી પરિસરમાં સુપ્રીમે આપેલા ચુકાદા અનુસાર આજથી શરુ થવાનો હતો. આજે સવારે એએસઆઈની સર્વે ત્યાં પહોંચી હતી. પરંતુ ફરીથી આ મામલા પર સુપ્રીમ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, જ્યારે આ મામલાની સુનાવણી સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે, તેઓ આ મામલે હાઈકોર્ટમાં કેમ ન ગયા. આ સાથે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું કે, એએસઆઈકેવી રીતે કામ કરે છે. આ મામલે સુપ્રીમ કોર્ટ ફરીથી ચુકાદો આપતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઇકોર્ટમાં જવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને વૈજ્ઞાનિક રીતે આ સર્વે ચાલુ રાખવા આદેશ આપ્યો છે. આ આદેશથી…

Read More

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્‌વટરનું નામ, લોગો અને યુઆરએલબધું જ બદલાઈ ગયું છે. ગયા વર્ષે તેને ખરીદનારા અમેરિકન અબજાેપતિ એલન મસ્કે સૌથી મોટા ફેરફાર તરીકે જૂના ટિ્‌વટરને ખત્મ કરીને નવા એક્સની શરૂઆત કરી છે. હવે ટિ્‌વટરનું નામ બદલીને એક્સકરવામાં આવ્યું છે અને બ્લુ બર્ડના લોગોની જગ્યાએ એક્સનો લોગો જાેવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલપણ બદલીને એક્સ.કોમકરવામાં આવ્યું છે. આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા છે. ટિ્‌વટરના સીઈઓ લિન્ડા યકારિનોએ પોતે આ ફેરફારોની જાણકારી આપી છે અને મસ્કના દાવાની પુષ્ટિ કરી છે. એલન મસ્ક પહેલાથી જ સંકેત આપી ચૂક્યા હતા કે તેઓ ટિ્‌વટરમાં ઘણા ફેરફાર કરીને યુઝર્સને…

Read More

સુપ્રીમ કોર્ટે દ્વારા મમતાને એક મોટો ઝટકો લાગ્યો છે. રામ નવમીના તહેવાર દરમિયાન હિંસાની તપાસ એનઆઈએને સોંપવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે પશ્ચિમ બંગાળ સરકારની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે મામલાની ગંભીરતાને જાેતા એનઆઈએતપાસની જરૂરિયાત નકારી ન શકાય. રામનવમી દરમિયાન રાજ્યમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ એનઆઈએદ્વારા કરવાના નિર્દેશ આપતા કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સીજેઆઈ ડીવાયચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે મમતા સરકારની અરજી પર સુનાવણી કરી. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ બેન્ચમાં સામેલ હતા. રામ નવમી હિંસાના કિસ્સામાં, કેન્દ્રએ પશ્ચિમ બંગાળમાં હિંસાની તપાસ કરવા એનઆઈએએક્ટની કલમ ૬ હેઠળ એજન્સીને સુઓ…

Read More

મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્‌સએપ વિશ્વભરના લાખો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તે સતત નવી સુવિધાઓ યુઝર્સ માટે બહાર પડતું રહે છે. હવે પ્લેટફોર્મે આઈફોનયુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું છે. આ અપડેટ પછી ટ્રાન્સફર ચેટ્‌સ અને સાયલન્સ અનનોન કોલર્સ જેવા ઘણા ફીચર્સ એપનો એક ભાગ બનાવવામાં આવ્યા છે. વોટ્‌સએપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરીને પણ આ સુવિધાઓનો લાભ લઈ શકાય છે. જાે કે આ સુવિધાઓ તમામ યુઝર્સ સુધી પહોંચવામાં થોડા અઠવાડિયાનો સમય લાગી શકે છે. વોટ્‌સએપ યુઝર્સ હવે જૂના આઈફોનથી નવા ડિવાઇસમાં મેસેજ, મીડિયા અને સેટિંગ્સ સહિત સમગ્ર ચેટ હિસ્ટ્રી સરળતાથી ટ્રાન્સફર કરી શકે છે. નવા અપડેટ પછી, આઈક્લાઉડઅથવા સ્થાનિક…

Read More

નાણામંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફપર ૮.૧૫ ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ અગાઉ ઈપીએફઓએ સરકારને આટલું જ વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે નાણામંત્રાલયે આનો સ્વીકાર કરતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઈપીએફઓએ ૨૦૨૨-૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારીને ૮.૧૫ ટકા કરવામાં આવશે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૧-૨૨ માટે આ દર ૮.૧૦ ટકા હતો જે અગાઉ માર્ચમાં ઈપીએફઓએ તેની બે દિવસીય બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ૨૦૨૨-૨૩ માટે ઈપીએફથાપણો પર વ્યાજ…

Read More

સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. શુક્રવારે પણ માર્કેટ ૮૮૭ પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું. આજે ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને ૩૦૧.૯૩ લાખ કરોડ થઈ છે. શુક્રવારે બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩૦૨.૦૯ લાખ કરોડ રૂપિયા અને ગુરુવારના સત્રમાં ૩૦૪.૦૩ લાખ કરોડ રૂપિયા હતું. છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં ૧૧૦૦થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે ૨૯૯.૪૮ પોઇન્ટના ઘટાડા સાથે ૬૬૩૮૪.૭૮ પોઇન્ટ અને નિફ્ટી ૭૨.૬૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૯૬૭૨.૩૫ પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી ૧૫૨.૧૫ પોઇન્ટના ઘટાડા સાથે ૪૫૯૨૩.૦૫ પોઇન્ટ પર બંધ રહી. રોકાણકારોની નફાવસૂલીના કારણે આજે બજારમાં ઘટાડો થયો. આજે…

Read More

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે તેમજ કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો તેમજ જૂનાગઢમાં અને નવસારીમાં આભ ફાટ્યું હોવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ, ભાવનગર, ભરુચ અમરેલી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમા ભાવનગર, રાજકોટ, દ્વારકા અને વલસાડનો સમાવેશ થાય…

Read More