માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરનું નામ, લોગો અને યુઆરએલબધું જ બદલાઈ ગયું છે. ગયા વર્ષે તેને ખરીદનારા અમેરિકન અબજાેપતિ એલન મસ્કે સૌથી મોટા ફેરફાર તરીકે જૂના ટિ્વટરને ખત્મ કરીને નવા એક્સની શરૂઆત કરી છે. હવે ટિ્વટરનું નામ બદલીને એક્સકરવામાં આવ્યું છે અને બ્લુ બર્ડના લોગોની જગ્યાએ એક્સનો લોગો જાેવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલપણ બદલીને એક્સ.કોમકરવામાં આવ્યું છે. આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા છે. ટિ્વટરના સીઈઓ લિન્ડા યકારિનોએ પોતે આ ફેરફારોની જાણકારી આપી છે અને મસ્કના દાવાની પુષ્ટિ કરી છે. એલન મસ્ક પહેલાથી જ સંકેત આપી ચૂક્યા હતા કે તેઓ ટિ્વટરમાં ઘણા ફેરફાર કરીને યુઝર્સને સંપૂર્ણપણે નવો અનુભવ આપશે અને તેમણે ઘણા ફેરફારો પણ કર્યા હતા, પરંતુ હવે તેમના તરફથી સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. પ્લેટફોર્મને સંપૂર્ણપણે બદલવા પાછળનું કારણ એ છે કે મસ્ક ટિ્વટર નામ સાથે આગળ વધવા નથી માંગતા. આ ફેરફારને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
મસ્કે ટ્વીટમાં જણાવ્યું હતું કે ટિ્વટરમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે ધીમે-ધીમે તમામ માર્કેટમાં યુઝર્સને જાેવા મળશે અને તેની શરૂઆત કરી દેવામાં આવી છે. ટિ્વટરના ઓફિશિયલ એકાઉન્ટના નામથી લઈને પ્રોફાઈલ ફોટો બદલાઈ ગઈ છે. જાે કે તેનું હેન્ડલ હજુ પણ જ્રટ્વીટરછે. આ સિવાય યુઝર્સ જ્યારે એક્સ.કોમની મુલાકાત લે છે ત્યારે તેમને ટિ્વટર પર રીડાયરેક્ટ કરવામાં આવી રહ્યા છે.
એલન મસ્કએ ગયા વર્ષે ટિ્વટર ખરીદ્યા પછી ઘણા મોટા ફેરફારો કર્યા છે અને યુઝર્સને બ્લુ ટિક માટે માસિક સબ્સ્ક્રિપ્શન લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અગાઉ મસ્કે મજાકમાં શિબા ઇનુ ડોગ મીમ, ડોજીકોઇન ક્રિપ્ટો ટોકનના લોગોને ટિ્વટરનો લોગો બનાવ્યો હતો. મસ્ક ટિ્વટર પર દરરોજ આવા ફેરફારો કરી રહ્યા છે, જે હેડલાઇન્સ બનાવે છે.