Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»વોટ્‌સએપ સતત નવી સુવિધા બહાર પાડે છે વોટ્‌સએપે આઈફોન યુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું
    India

    વોટ્‌સએપ સતત નવી સુવિધા બહાર પાડે છે વોટ્‌સએપે આઈફોન યુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્‌સએપ વિશ્વભરના લાખો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તે સતત નવી સુવિધાઓ યુઝર્સ માટે બહાર પડતું રહે છે. હવે પ્લેટફોર્મે આઈફોનયુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું છે. આ અપડેટ પછી ટ્રાન્સફર ચેટ્‌સ અને સાયલન્સ અનનોન કોલર્સ જેવા ઘણા ફીચર્સ એપનો એક ભાગ બનાવવામાં આવ્યા છે. વોટ્‌સએપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરીને પણ આ સુવિધાઓનો લાભ લઈ શકાય છે. જાે કે આ સુવિધાઓ તમામ યુઝર્સ સુધી પહોંચવામાં થોડા અઠવાડિયાનો સમય લાગી શકે છે.
    વોટ્‌સએપ યુઝર્સ હવે જૂના આઈફોનથી નવા ડિવાઇસમાં મેસેજ, મીડિયા અને સેટિંગ્સ સહિત સમગ્ર ચેટ હિસ્ટ્રી સરળતાથી ટ્રાન્સફર કરી શકે છે. નવા અપડેટ પછી, આઈક્લાઉડઅથવા સ્થાનિક બેકઅપ પર યુઝર્સની ર્નિભરતા સમાપ્ત થઈ જશે. આ સુવિધા આઈઓએસ ૧૫ અને તેનાથી ઉપરના સોફ્ટવેર વર્ઝન પર વોટ્‌સએપ ચલાવતા તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

    મેટાએ વોટ્‌સએપના ઈન્ટરફેસમાં ફેરફાર કર્યા છે અને હવે આ એપમાં સ્ટીકર શોધવાનું પહેલા કરતા વધુ સરળ થઈ ગયું છે. યુઝર્સ માત્ર કીવર્ડ્‌સ એન્ટર કરીને સંબંધિત સ્ટીકરો જાેઈ શકે છે. ઉદાહરણ તરીકે, હેપ્પી અથવા સેડ મૂડ માટે સર્ચ બારમાં હેપી અથવા સેડ ટાઈપ કરવાથી ચેટ્‌સમાં સમાન એક્સપ્રેશન્સ વાળા સ્ટીકરો દેખાશે અને તેમને ચેટ્‌સમાં મોકલી શકાશે. વોટ્‌સએપે તાજેતરમાં યુઝર્સ માટે તેમના ચેટિંગ વિકલ્પોને કસ્ટમાઇઝ કરવા માટે નવા અવતાર સ્ટીકરોનો મોટો સેટ બહાર પાડ્યો છે. આ સ્ટીકરોમાં નવા એક્સપ્રેશન અને પોઝ જાેવા મળશે. એપમાં સ્ટીકર ટ્રેમાં દેખાતા ‘ ‘ આઇકન પર ટેપ કરીને યુઝર્સ પોતાનો અવતાર બનાવી શકે છે. યુઝર્સ તેમની સેલ્ફીને ક્લિક કરીને સ્ટીકરમાં કન્વર્ટ કરી શકે છે.

    વોટ્‌સએપ યુઝર્સને હવે લેન્ડસ્કેપ મોડમાં વીડિયો કોલિંગ કરવાનો સરળ વિકલ્પ મળી રહ્યો છે. હવે ગ્રુપ વીડિયો કોલમાં એક સાથે અનેક લોકો સાથે વાત કરી શકાશે અને વધુ લોકોના ચહેરા તેમના વીડિયો વિન્ડો સ્ક્રીન પર જાેવા મળશે. અજાણ્યા નંબરો પરથી આવતા વોટ્‌સએપ કોલ યુઝર્સને પરેશાન ન કરે, આ માટે સાયલન્સ અનનોન કોલર્સ ફીચરને વોટ્‌સએપનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. પ્રાઈવેસી અને ચેટ્‌સ સેક્શનમાં જઈને આને ઇનેબલ કરી શકાય છે. આ ફીચર અજાણ્યા નંબરો પરથી આવતા વોટ્‌સએપ કોલ્સ માટે રિંગ ટોન વગાડતું નથી અને તેને મ્યૂટ કરી દે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    એશિયાડમાં શુટિંગમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો એશિયાડમાં ભારતે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

    September 29, 2023

    મોતની ખાણ ૪ મજૂરોને ભરખી ગઈ સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

    September 29, 2023

    ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

    September 28, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version