મુંબઇ –પૂણે એક્સપ્રેસ વે પર રાત્રે અને વહેલી સવારે બે વાર લેન્ડ સ્લાઇડ થઇ છે. મોડી રાત્રે મુંબઇ તરફ આવવાનો રસ્તો આ લેન્ડ સ્લાઇડને કારણે બંધ કરવામાં આવતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. ત્યા વહેલી સવારે છ વાગે ફરી એકવાર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર લોનાવલા પાસે લેન્ડ સ્લાઇડ થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જાેકે પ્રશાસન દ્વારા તરત જ કાંટમાળ ઉપાડવાની કામગીરી હાથ ધરતા થોડા સમય પછી વાહનવ્યવહાર યથાવત થયો હતો પણ એક લાઇન બંધ હોવાતી ધીમી ગતીએ ટ્રાફિક આગળ વધી રહ્યો હોવાની જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર આડોશી ટનલ પાસે રાત્રે ૨૨.૩૫ મીનીટે લેન્ડ સ્લાઇડ થઇ હતી. પૂણેથી મુંબઇ તરફ જઇ રહેલ એક્સપ્રેસ વેના ત્રણે રસ્તા પરિવહન માટે બંધ કરવામાં આવ્યા હતાં. લાંબા સમય સુધી આ રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. આડોશી ટનલ પાસે લેન્ડ સ્લાઇડ થતાં મુંબઇ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.પૂણેના લોનાવલામાં મુશળધાર વરસાદ અને રાતના સમયે લેન્ડ સ્લાઇડ થતાં અનેક સમસ્યાઓ ઉભી થઇ હતી. જેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. મુંબઇ તરફ આવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. વરસાદ અને અંધારાને કારણે પોલીસને કાંટમાળ કાઢવામાં ઘણી મૂશ્કેલી પડી હતી.
હજી તો આ કાંટમાળ બાજુ પર કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં વહેલી સવારે છ વાગ્યાની આસપાસ લોનાવલામાં જ એક વધુ લેન્ડ સ્લાઇડ થઇ હતી.
જાેકે આડોશી ટનેલની લેન્ડ સ્લાઇડની સરખામણીમાં આ લેન્ડ સ્લાઇડ બહુ નાની હતી. છતાં તેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર હજી પણ વાહનવ્યવહાર ઠપ છે. આડોશી ટનેલ અને લોનાવલા પાસે લેન્- સ્લાઇડ થતાં છેલ્લાં ઘણાં કલાકોથી એક લેન ટ્રાફીક માટે બંધ હોવાથી બોરઘાટથી મુંબઇ તરફ જનારા રસ્તા પર વાહનોની કતારો લાગતા ટ્રાફીક જામની સમસ્યા ઊભી થઇ છે.