દેશના વિવિધ શહેરોની જેમ હવે અમદાવાદમાં પણ કંજંક્ટિવાઇટિસ એટલે કે આંખના ચેપી રોગના દર્દીઓ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની મેડિસિટી કેમ્પસમાં આવેલી એમ એન્ડ જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થલ્મોલોજીમાં ગત સોમવારે કંજંક્ટિવાઈટિસના ૯૦ કેસ નોંધાયા હતા. આ સોમવારે દર્દીઓની સંખ્યા વધીને ૪૦૦ થઈ હતી. ફક્ત આ એક જ નહીં શહેરની આંખની લગભગ બધી જ હોસ્પિટલો અને ક્લિનિક્સ કંજંક્ટિવાઈટિસ અથવા તો ગુલાબી આંખના દર્દીઓથી ઊભરાઈ રહી છે. એમ એન્ડ જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થલ્મોલોજીના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ રવાણીએ કહ્યું કે, દરેક વયજૂથના દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને ગુલાબી આંખનો રોગ અગાઉના વર્ષો કરતાં આ વખતે વધુ ગંભીર છે. “સામાન્ય રીતે ચોમાસામાં લોકોને કંજંક્ટિવાઈટિસ…
Author: Shukhabar Desk
એક બસના કંડક્ટર અને તેના પરિવારને પાતાની ગુમાવેલી સેલરી અને પેન્શન પાછુ મેળવવામાં ત્રણ દાયકા જેટલી કાયદાકીય લડત લડવી પડી હતી. આ કંડક્ટરે એ સમયે માત્ર છ રુપિયામાં ત્રણ જૂની ટિકીટો એક પેસેન્જરને આપી હતી. જેથી સેલરી અને પેન્શન કાપી નાખવામાં આવ્યું હતું. આ મામલામાં ગુજરાત સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કંડ્કટર મુળજી પરમાર સામેલ હતા. ૨ જૂન, ૧૯૯૦ના રોજ જ્યારે ઈન્સપેક્શન સ્ક્વોડે અચાનક ચેકિંગ હાથ ધર્યુ તો ભાવનગર અને ધુંડસર વચ્ચેની બસમાં સામે આવ્યું કે, કંડ્કટરે રુપિયા ૨.૫૦ની ત્રણ જૂની ટિકીટો ત્રણ પેસેન્જરને આપી હતી. જેઓ ભાવનગરથી સિંહોર સુધી મુસાફરી કરી રહ્યા હતા અને આ ટિકીટ માત્ર છ રુપિયામાં…
આ વ્યક્તિને પેશાબ કરવા માટે શૌચાલય જવું પડ્યું. અને કરી બેઠો મોટી ભૂલ. આ વ્યક્તિ સ્ટેશન પર ટોઇલેટ જવાને બદલે વંદે ભારત પર ચડી ગયો. અહીંથી તેની મુશ્કેલીઓ શરૂ થઈ, એક તરફ આ યુવક ક્યાંક પહોંચ્યો તો બીજી તરફ ભોપાલ સ્ટેશન પર તેનો પરિવાર ચિંતા કરતો રહ્યો. તમને જણાવી દઈએ કે, આ ઘટના સિંગરૌલીના બૈધનના રહેવાસી અબ્દુલ કાદિર સાથે બની હતી. અબ્દુલ સિંગરૌલી અને હૈદરાબાદમાં ડ્રાયફ્રુટનો બિઝનેસ ધરાવે છે. તે હૈદરાબાદમાં જાફરન હાઉસના નામથી બેગમ બજારમાં દુકાન ચલાવે છે. તે, તેની પત્ની અને પુત્ર ૧૪ જુલાઈના રોજ દક્ષિણ એક્સપ્રેસ દ્વારા હૈદરાબાદથી સિંગરૌલી આવી રહ્યા હતા. કાદિર પરિવાર ટ્રેનના સેકન્ડ એસીમાં…
અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તે ઓસ્ટ્રેલિયા છે. છેલ્લા બે વર્ષથી આ દેશ હેડલાઇન્સમાં રહે છે કારણ કે અહીં કામ માટે એકથી વધુ શાનદાર ઑફર્સ આપવામાં આવે છે. આમ છતાં આ પોસ્ટ પર કામ કરવા માટે લોકો ઉપલબ્ધ નથી. થોડા મહિના પહેલા અહીં ડોક્ટરની નોકરી માટે કરોડોનો પગાર અને મફત ઘર આપવામાં આવી રહ્યું હતું, છતાં કોઈ તેના માટે તૈયાર નહોતું. એવું નથી કે માત્ર ભણેલા-ગણેલા લોકોને જ નોકરીમાં કરોડોની ઓફર આવી રહી છે. અહીં ખાણોમાં અને તેલ ખાણ ઉદ્યોગમાં કામ કરતા ખાણિયાઓને પણ સારો પગાર આપવામાં આવી રહ્યો છે. આ માટે ૬ મહિનાથી ૧૨ મહિનાનો કોન્ટ્રાક્ટ છે…
કેનેડામાં ૨૪ વર્ષીય ઈન્ડિયન સ્ટુડન્ટની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મિસિસોગાના ક્રેડિટવ્યૂ રોડના વિસ્તારમાં ગુરવિંદર નાથ પિત્ઝા ડિલિવરી બોય તરીકે પણ પાર્ટ ટાઈમ નોકરી કરી રહ્યો હતો. ત્યારે અચાનક મોડી રાત્રે ૨ વાગ્યાની આસપાસ એક ઓર્ડર પ્લેસ થયો અને નજીકના વિસ્તારમાં જ તેને ડિલિવર કરવાનો હતો. તે જેવો ઓર્ડર લઈને ત્યાં પહોંચ્યો કે તરત જ કેટલાક અજાણ્યા શખસોએ તેના પર હુમલો કરી દીધો હતો. તેને ગંભીર ઈજાઓ પહોંચાડી તેને લૂંટી લીધો અને બાદમાં ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે જાહેરમાં આ પ્રમાણેની ઘટના બનતા માહોલ તંગ બની ગયો હતો. આસપાસ જે લોકો હતા તે પણ મદદે…
સેંકડો નારાજ લોકોએ સોમવારે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ઓછામાં ઓછા પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. ઘટના સમયે સીએમ સંગમા કેમ્પસની અંદર હાજર હતા. જાે કે, તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સુરક્ષાના કારણોસર તેઓ ઘરની અંદર જ છે. વાસ્તવમાં મુખ્યમંત્રી કોનરાડ સંગમા છઝ્રૐૈંદ્ભ, ય્ૐજીસ્ઝ્ર સહિત વિવિધ વિરોધ કરી રહેલા નાગરિક સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા હતા. તેમની વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન કેમ્પસની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ આ દરમિયાન…
પાકિસ્તાનથી ગેરકાયદે રીતે ભારતમાં આવેલી સીમા હૈદરને લઈ રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક નવી જાણકારી સામે આવી છે. ભારતમાં આવવા માટે સીમા હૈદરે બે પ્લાન બનાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુડબ, સીમા હૈદરે પાકિસ્તાનમાંથી જ ભારતમાં ઘૂસવા માટે મોટી યોજના બનાવી હતી. સૌથી પહેલાં તેણે નેપાળમાં ૧૫ દિવસના ટૂરિસ્ટ વિઝા માટે અપ્લાય કર્યુ અને તેને ૧૫ દિવસના ટૂરિસ્ટ વિઝા સરળતાથી મળી પણ ગયા. કારણ કે આ વર્ષે ૧૦ માર્ચના રોજ જ સીમા નેપાળના લગગ ૭ દિવસના વિઝા લઈને આવી હતી અને ૧૭ માર્ચના રોજ સચિન સાથે રહી હતી. જેનો ફાયદો તેને ફરીથી નેપાળના વિઝા…
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બેંકોએ કુલ રૂ. ૨.૦૯ લાખ કરોડની લોન રાઈટ ઓફ કરી છે. બીજી તરફ છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં કુલ રૂ. ૧૦.૫૭ લાખ કરોડની લોન રાઈટ-ઓફ થઈ છે. બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં આ માહિતી શેર કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા આરટીઆઈના જવાબમાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે બેંકોના આ લોન રાઈટ-ઓફને કારણે, માર્ચ ૨૦૨૩ સુધીમાં, તે ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (જીએનપીએ) અથવા જે લોન ડિફોલ્ટ થઈ ગઈ છે, તેને ૧૦ વર્ષની નીચી ૩.૯ ટકા સુધી ઘટાડવામાં સફળ રહી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં બેંકોની ગ્રોસ એનપીએ ૧૦.૨૧ લાખ કરોડ રૂપિયા હતી, જે…
અભિનેત્રી રવીના ટંડન તેના ગુસ્સાવાળા સ્વભાવની સાથે તેના અભિનય અને સુંદરતા માટે પણ જાણીતી છે. આજે અમે તમને જીવનની એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલા ભાગ્યે જ સાંભળી હશે. રવિના ટંડને તેની ત્રણ દાયકાની કારકિર્દીમાં હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ પણ બની જ્યારે દરેકને સેટ પર અભિનેત્રીનો ગુસ્સો જાેવા મળ્યો. એકવાર અભિનેત્રી ફિલ્મ ‘મોહરા’ના બ્લોકબસ્ટર ગીત ‘ટિપ-ટિપ બરસા પાની’નું શૂટિંગ કરી રહી હતી. તેથી તેણે તેના સેટ પરથી એક બાળકને બહાર કાઢી મુક્યો હતો. તે બાળક વારંવાર રવિનાને જાેઈ રહ્યો હતો. જેના કારણે રવિના શૂટિંગ દરમિયાન પરેશાન થઈ રહી…
તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી અભિનેત્રી સોનાલી સહગલે તેની તાજેતરની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સોનાલી પિંક બિકીની પહેરીને માલદીવના બીચ પર આગ લગાવી રહી છે. પ્યાર કા પંચનામા અભિનેત્રીની બોલ્ડનેસ જાેઈને યૂઝર્સ પરસેવો છૂટી રહ્યો છે અને તેઓ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – કોઈ આટલું હોટ કેવી રીતે હોઈ શકે. બીજા એક યૂઝર્સે લખ્યું- માલદીવ સળગવા લાગ્યું છે. અભિનેત્રીની પોસ્ટ પર આવી કમેન્ટ્સ સતત આવી રહી છે. સોનાલી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતી…