Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»લક્ષણો દેખાય તો તરત જ સારવાર લો અમદાવાદમાં પણ વધ્યા કંજંક્ટિવાઈટિસના કેસો
    Gujarat

    લક્ષણો દેખાય તો તરત જ સારવાર લો અમદાવાદમાં પણ વધ્યા કંજંક્ટિવાઈટિસના કેસો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશના વિવિધ શહેરોની જેમ હવે અમદાવાદમાં પણ કંજંક્ટિવાઇટિસ એટલે કે આંખના ચેપી રોગના દર્દીઓ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની મેડિસિટી કેમ્પસમાં આવેલી એમ એન્ડ જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થલ્મોલોજીમાં ગત સોમવારે કંજંક્ટિવાઈટિસના ૯૦ કેસ નોંધાયા હતા. આ સોમવારે દર્દીઓની સંખ્યા વધીને ૪૦૦ થઈ હતી. ફક્ત આ એક જ નહીં શહેરની આંખની લગભગ બધી જ હોસ્પિટલો અને ક્લિનિક્સ કંજંક્ટિવાઈટિસ અથવા તો ગુલાબી આંખના દર્દીઓથી ઊભરાઈ રહી છે. એમ એન્ડ જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થલ્મોલોજીના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ રવાણીએ કહ્યું કે, દરેક વયજૂથના દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને ગુલાબી આંખનો રોગ અગાઉના વર્ષો કરતાં આ વખતે વધુ ગંભીર છે. “સામાન્ય રીતે ચોમાસામાં લોકોને કંજંક્ટિવાઈટિસ થાય જ છે પરંતુ ચાલુ વર્ષે તેના દર્દીઓની સંખ્યા વધારે છે. નાગરિકોને અમારી સલાહ છે કે, તેઓ જાતે ઉપચાર કરવાનું ટાળે અને ચેપ કેટલો ગંભીર છે તે જાણવા માટે ડૉક્ટર પાસે જાય અને યોગ્ય સારવાર કરાવે. શહેરના આંખના અન્ય એક ડૉક્ટર મનીષ રાવલનું કહેવું છે કે, દર્દીઓમાં બાળકોની સંખ્યા વધારે છે. “ગત અઠવાડિયાની સરખામણીમાં આ વખતે દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. મારું માનવું છે કે, સ્કૂલ અને મેદાનોમાં બાળકોના એકબીજાના સંપર્કમાં આવવાને લીધે ચેપ વધુ ફેલાઈ રહ્યો છે. જાેકે, બાળકોમાં રોગની ગંભીરતા એટલી નથી દેખાઈ રહી તેમ છતાં તેમને સ્વચ્છતા રાખવાની અને આંખોને સ્પર્શ ના કરવાની સલાહ આપવામાં આવે છે.

    નિષ્ણાતોએ એક જ પરિવારમાંથી આવતા દર્દીઓ અને સારવારમાં સ્ટીરોઈડ્‌સના ઉપયોગ અંગે વાત કરી છે. શહેરના ઓપ્થલ્મોલોજીસ્ટ ડૉ. મનીષ જાેષીએ કહ્યું, “એક જ ઘરમાંથી એકથી વધુ સભ્યોને કંજંક્ટિવાઈટિસ થયો હોય તેવા કેસો આ વખતે જાેવા મળી રહ્યા છે. કંજંક્ટિવાઈટિસ મોટાભાગે આઈ ડ્રોપ્સ અને એન્ટીબાયોટિક દવાઓથી મટી જાય છે પરંતુ ગંભીર કેસોમાં ચેપ મટાડવા માટે અમે માઈલ્ડ સ્ટીરોઈડ્‌સ લેવાનું સૂચવીએ છીએ. ચેપ લાગેને તરત જ જાે ડૉક્ટર પાસે પહોંચી જાવ તો સારવાર કરવામાં સરળતા રહે છે. કંજંક્ટિવાઈટિસ એટલે કે ગુલાબી આંખ નેત્રસ્તરનો સોજાે છે. આંખની અંદરની બાજુએ અને આંખના સફેદ ભાગને આવરી લેતા સ્તરને નેત્રસ્તર કહેવામાં આવે છે અને તેના પર સોજાે આવે ત્યારે આ સફેદ ભાગ લાલ અથવા ગુલાબી થઈ જાય છે. જેથી આ રોગને ગુલાબી આંખ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાયરલ ઈન્ફેક્શનના લીધે કંજંક્ટિવાઈટિસ થાય છે અને તે ખૂબ ચેપી છે. ઘણીવાર એકસાથે કેટલાય લોકોને ચેપ લાગે છે. આંખો લાલ થવી, પાણી નીકળવું અને ખંજવાળ આવવી, બળતરા થવી વગેરે તેના લક્ષણો છે. કંજંક્ટિવાઈટિસના દર્દીઓથી તેજ લાઈટ સહન નથી થતી એટલે તેમણે ગોગલ્સ પહેરવા જાેઈએ. સામાન્ય રીતે આ ચેપ ૨થી ૮ દિવસમાં મટી જતો હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. આંખોને સીધો સ્પર્શ ના કરવો અને વારંવાર હાથ ધોવા જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ગુજરાતમાં વધુ એક આંદોલનની ચીમકી ગાંધી જયંતીના દિવસે શિક્ષકોની રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

    September 27, 2023

    ૪ વર્ષ બાદ પણ જમીની હકીકત નથી બદલાઈઃ ૐઝ્ર હાઈકોર્ટે રખડતા ઢોર અને રોડ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી

    September 27, 2023

    મોંઘવારીનો ભડકો..મધ્યમ વર્ગનો મરો સીંગતેલનાં ભાવમાં રૂા. ૩૦ નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

    September 27, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version