એક બસના કંડક્ટર અને તેના પરિવારને પાતાની ગુમાવેલી સેલરી અને પેન્શન પાછુ મેળવવામાં ત્રણ દાયકા જેટલી કાયદાકીય લડત લડવી પડી હતી. આ કંડક્ટરે એ સમયે માત્ર છ રુપિયામાં ત્રણ જૂની ટિકીટો એક પેસેન્જરને આપી હતી. જેથી સેલરી અને પેન્શન કાપી નાખવામાં આવ્યું હતું. આ મામલામાં ગુજરાત સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કંડ્કટર મુળજી પરમાર સામેલ હતા. ૨ જૂન, ૧૯૯૦ના રોજ જ્યારે ઈન્સપેક્શન સ્ક્વોડે અચાનક ચેકિંગ હાથ ધર્યુ તો ભાવનગર અને ધુંડસર વચ્ચેની બસમાં સામે આવ્યું કે, કંડ્કટરે રુપિયા ૨.૫૦ની ત્રણ જૂની ટિકીટો ત્રણ પેસેન્જરને આપી હતી. જેઓ ભાવનગરથી સિંહોર સુધી મુસાફરી કરી રહ્યા હતા અને આ ટિકીટ માત્ર છ રુપિયામાં આપવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ઈન્સપેક્શન સ્ક્વોડે મુસાફરો અને કંડક્ટરનું સ્ટેટમેન્ટ લીધું હતું અને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આરોપોની ગંભીરતા જાેતા વિભાગે તપાસ હાથ ધરી હતી. ૧૯૯૩માં આરોપો સાબિત થયા હતા. એ પછી કંડક્ટર મુળજી પરમારને ત્રણ ઈન્ક્રીમેન્ટ રોકવા માટેનો દંડ લગાવવામાં આવ્યો હતો. એ પછી તેઓએ ડિવિઝનલ કંટ્રોલરમાં આ દંડને પડકાર્યો હતો. જ્યાં તેઓએ બચાવમાં કહ્યું કે, આ ટિકીટો ભૂલથી આપી દેવામાં આવી હતી. કંડક્ટરે ૧૯૯૭માં ભાવનગરમાં એક ઔદ્યોગિક વિવાદ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો.
જ્યાં તપાસ યોગ્ય અને ન્યાયી હોવાનું ગણીને રદ્દ કરી દેવામાં આવી હતી. જેણે ૨૦૧૨માં જીએસઆરટીએસને કંડક્ટરને તેના બાકીના નાણા ચૂકવવા માટે આદેશ આપ્યો હતો. આ પછી ય્જીઇ્ઝ્રએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે, કંડક્ટરને ટ્રિબ્યુનલનો સંપર્ક કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો. હાઈકોર્ટે દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, એ વાતને નકારી શકાય નહીં કે ઈન્ક્રીમેન્ટ રોકવાથી કર્મચારી અને તેના પરિવારને અસર થઈ છે અને તે હંમેશા જીવંત મુદ્દો રહેશે. તેને જૂનો દાવો કહી શકાય નહીં. એવું પણ કહ્યું કે, જાે કર્મચારી એક કે બે દાયકા પછી આવી ફરિયાદ સાથે આવે તો તેને જૂનો દાવો કહી શકાય. આ પછી હાઈકોર્ટે ય્જીઇ્ઝ્રની અરજીને રદ્દ કરી હતી અને સેવા દરમિયાન રોકવામાં આવેલું વેતન વધારો એટલે કે ઈન્ક્રીમેન્ટ અને ફેમિલી પેન્શન સહિતનો હિસાબ કરવા માટે આદેશ આપ્યો હતો. વિધવાને રકમ ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. કારણ કે કેસ પેન્ડિંગ હતો અને કંડક્ટરનું મૃત્યુ થયુ હતુ, એવું પરિવારના વકીલ પીસી ચૌધરીએ જણાવ્યું હતું. મહત્વનું છે કે, ત્રણ દાયકાની કાયદાકીય લડત લડ્યા બાદ આખરે પીડિત પરિવારને ન્યાય મળ્યો હતો. જે બાદ પરિવારે પણ કોર્ટનો આભાર માન્યો હતો.