ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અને વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પોતાના સંન્યાસના આટલા વર્ષ પછી પણ તેઓ ચર્ચામાં રહેતા હોય છે. એ જ કારણ છે કે, તેઓ અવારનવાર ક્રિકેટ સાથે જાેડાયેલા પોતાના મંતવ્યો શેર કરતા રહેતા હોય છે. તેઓ ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરવાની સાથે સાથે ટીકા પણ કરે છે. હાલમાં જ કપિલ દેવે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અંગે નિવેદન આપ્યું છે, જેનાથી હોબાળો મચ્યો હતો. તેમણે ભારતીય ખેલાડીઓને જાેરદાર સંભળાવી દીધું છે. સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને કોચ રાહુલ દ્રવિડે પોતે પોતાની કારકિર્દીમાં જ્યારે જરૂર પડી ત્યારે દિગ્ગજ સુનીલ ગાવસ્કરની મદદ લીધી છે, પરંતુ નવી પેઢીમાં આ જાેવા મળ્યું નથી. કોઈ…
Author: Shukhabar Desk
કોલકાતામાં અમેરિકન કોન્સ્યુલેટની સામે ગઈકાલે મોડી રાત્રે એક મહિલાની શંકાસ્પદ હિલચાલ જાેવા મળી હતી. તે પાકિસ્તાની મહિલાને શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવી હતી અને લાંબા સમય સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જાે કે, પુરાવાના અભાવે, કોલકાતા પોલીસે ૨૪ કલાક બાદ તેને છોડી હતી. તાજેતરમાં સીમા હૈદરની ઘટનાને જાેતા કોલકાતા પોલીસ આ ઘટનાને લઈને સતર્ક છે. આ મહિલા શુક્રવારે રાત્રે યુએસ કોન્સ્યુલેટની આસપાસ ઘૂમી રહી હતી. ઝ્રઝ્ર્ફ માં તે શંકાસ્પદ રીતે ફરતી જાેવા મળતા તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. તે મહિલા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળતાં પોલીસ વધુ સતર્ક થઈ હતી. પાકિસ્તાનમાં વોટ્સએપ અને ટેલિગ્રામ પર ઘણા ફોન કોલ્સ અને સોશિયલ…
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે મોહરમના અવસર પર ૪૦ ફૂટ ઉંચી તાજિયા નદીમાં પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ઘણા લોકો તાજિયા નીચે દટાયા હતા. જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના મુરાદાબાદના ભોજપુરની છે. તાજીયા પલટી જવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. તાજિયા નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે અહેમદપુર બસમતપુરમાં સ્થાનિક લોકો તાજિયાને કરબલામાં લઈ જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ઢેલા નદી આવે છે. તાજિયાને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે નદીની વચ્ચે તાજિયાનું સંતુલન ખોરવાઈ ગયું. આ દરમિયાન…
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બન્ને ટીમો એક સમયની વિશ્વ વિજેતા રહી ચુકી છે. એટલું જ નહીં બન્ને ટીમો એક સમયની પ્રબળ વિરોધી પણ રહી ચુકી છે. અને બન્ને ટીમોમાં એક સમયે વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ પણ રહી ચુક્યા છે. તે સમયે ભારતીય ટીમ પાસે વર્લ્ડ ક્લાસ બેટર્સ હતા ત્યારે વેસ્ટ ઈન્ડિઝ પાસે વર્લ્ડ ક્લાસ બોલર્સની ફોજ હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે શ્રેણી ચાલી રહી છે. આ સિરિઝની વચ્ચે એક મોટા સમાચાર એવા આવ્યાં કે, ભારતમાં એક ખતરનાક બોલર વાપસી કરી રહ્યો છે. ઉલ્લેખનીછે કે, ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમી…
ભારતથી પાકિસ્તાન જઈને ઈસ્લામ ધર્મ અપનાવીને ફાતિમા બની ચૂકેલી અંજુને પાકિસ્તાનના એક બિઝનેસમેને રહેવા માટે એક ફ્લેટ આપ્યો છે. આ સિવાય અંજુને નોકરી આપવાની વાત પણ કરી છે. આ દરમિયાન અંજુએ તેના પતિ અરવિંદને ફોન કરીને ધમકી આપી હતી અને અપશબ્દો પણ કહ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે શું હવે અંજુ ભારત પરત ફરશે કે નહીં. તેણે ઈસ્લામ પણ અપનાવ્યો છે અને પાકિસ્તાનમાં ફ્લેટ પણ મળ્યો છે. હવે પતિને ધમકાયો ત્યારે શું ખરેખર અંજુએ ભારત પરત ફરવાના રસ્તા બંધ કરી દીધા છે. અગાઉ અંજુએ એવો દાવો કર્યો હતો કે, તેણે નસરુલ્લા સાથે નિકાહ કર્યા નથી. અંજુ અને નસરુલ્લાનો…
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અસ્થલ વિસ્તારમાંથી શનિવારે સાંજે આર્મીનો એક જવાન ગુમ થયો હતો. સૈનિકની ઓળખ જાવિદ અહમદ વાની તરીકે થઈ છે, જે મોહમ્મદ અયૂબ વાનીનો પુત્ર છે, તેઓ અસ્થલના રહેવાસી છે. લદ્દાખના લેહ ખાતે તૈનાત ગુમ થયેલો ભારતીય સેનાનો જવાન ઈદ-ઉલ-અઝહાની રજા પર ઘરે આવ્યો હતો. ગઈકાલે સાંજે જવાન તેના અલ્ટો વાહન રજીસ્ટ્રેશન નંબર (ત્નદ્ભ-૧૮મ્ ૭૨૦૧)માં કેટલીક ખાદ્ય સામગ્રી ખરીદવા માટે ચાવલગામ વિસ્તારમાં ગયો હતો. ત્યારથી તે પાછો ફર્યો ન હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. દરમિયાન ગુમ થયેલા સૈનિકની માતાએ એક વિડીયો મેસેજમાં તમામને અપીલ કરી હતી કે તેઓ તેમના પુત્રને ઘરે પરત લાવવામાં આવે. માતાએ કહ્યું કે, મારો…
અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં શ્રી રામલલ્લાની સ્થાપનાનો સમય નજીક આવી ગયો છે. મંદિરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ડેટ ફાઈનલ થઈ ચુકી છે. અયોધ્યામાં ભવ્ય મહોત્સવ અને કાર્યોક્રમોની વચ્ચે મંદિરમાં શ્રીરામની સ્થાપના કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ થશે અને ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યાનુસાર ૧૪ જાન્યુઆરીએ કમૂર્તા પૂર્ણ થશે. ત્યારબાદ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૫…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ કાર્યક્રમ મન કી બાતમાં રાજકોટ ચમક્યું. ઉલ્લેખનીય છેકે, અવારનવાર મનકી બાત કાર્યક્રમમાં ગુજરાતના કોઈકને કોઈક શહેર કે જિલ્લાની કોઈને કોઈક વ્યક્તિ જરૂર ચમકતી આવી છે. પ્રધાનમંત્રી પોતાના ગૃહરાજ્યમાંથી સારી કામગીરી કરનાર કોઈકને કોઈક અનોખી વ્યક્તિને શોધીને તેની સાથે જરૂર વાતચીત કરી છે. આ વખતના એપિસોડમાં આવી અનેરી તક રાજકોટને મળી. અને રોજકોટના એક ચિત્રકારને મળી. વડાપ્રધાન મોદીએ મનકી બાત કાર્યક્રમમાં રાજકોટના એક ચિત્રકારના ભરપેટ વખાણ કર્યા. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ તેના ચિત્રનો ઉલ્લેખ કર્યો. આ ચિત્રકારનું નામ છે, પ્રભાતસિંહ બારહટે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ખુશી છે કે આ દિવસોમાં ઉજ્જૈનમાં એક સરસ પ્રયાસ ચાલી…
કુકી નેતા અને બીજેપી ધારાસભ્ય પૌલેનલાલ હાઓકીપ કહે છે કે મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે રાજ્યને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવું જોઈએ. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં, હાઓકિપે મણિપુરના વંશીય અલગતાને રાજકીય અને વહીવટી માન્યતા આપવાની હિમાયત કરી છે. જણાવી દઈએ કે કુકી સમુદાયના નેતાઓ પહેલાથી જ કુકી જાતિના લોકો માટે અલગ વહીવટની માંગ કરી ચુક્યા છે. ભાજપના ધારાસભ્યની આ માંગ એક રીતે કુકી નેતાઓની અલગ રાજ્યની માંગને સમર્થન પણ છે. વિભાજન વિરુદ્ધ meitai સંસ્થા મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ અને COCOMI (મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ), જે Meitei સંગઠનોના સમૂહ છે, એ મણિપુરના વિભાજનની કોઈપણ માંગનો વિરોધ કર્યો છે. રાજકીય નિષ્ણાતોના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેરને અપડેટ કરવાની જરૂર છે તેમ પ્રોગ્રામને પણ અપડેટ કરવાની જરૂર છે. આના દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ સાથેના જાેડાણો અદ્યતન રહે છે. હું પણ માનું છું કે સંબંધોમાં સુમેળ માટે આ જરૂરી છે. ગુરુવારે મોડી રાત્રે પીએમમોદીએ ગાંધીનગરના રાજભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમગ્ર મંત્રી પરિષદ હાજર રહ્યા હતા. રાજભવન ખાતે પીએમ મોદી સાથેની બેઠક…