ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે મોહરમના અવસર પર ૪૦ ફૂટ ઉંચી તાજિયા નદીમાં પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ઘણા લોકો તાજિયા નીચે દટાયા હતા. જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના મુરાદાબાદના ભોજપુરની છે. તાજીયા પલટી જવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. તાજિયા નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઘટના ત્યારે બની જ્યારે અહેમદપુર બસમતપુરમાં સ્થાનિક લોકો તાજિયાને કરબલામાં લઈ જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ઢેલા નદી આવે છે. તાજિયાને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે નદીની વચ્ચે તાજિયાનું સંતુલન ખોરવાઈ ગયું. આ દરમિયાન ઘણા લોકો તાજિયા નીચે દબાઈ ગયા હતા. લોકોને બચાવવા માટે નજીકના વિસ્તારના સ્થાનિકો આગળ આવ્યા હતા. કેટલાક લોકોને ઈજા પહોંચી હતી પરંતુ તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં ઢેલા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે નદીમાં ઘણું પાણી હતું.
જાે કે આ પહેલા પણ તાજીયા નદી પાર કરી લેવામાં આવ્યા છે. પરંતુ આ વખતે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો જેના કારણે આ ઘટના બની હતી. તાજિયાને નદીમાંથી બીજી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, તે સમયે બંને બાજુના લોકોએ તેને દોરડાથી પકડી રાખ્યો હતો. જ્યારે તાજિયા પડી ગયા ત્યારે લોકોએ તેને દોરડાની મદદથી ખેંચવાનું શરૂ કર્યું. ઘણા પ્રયત્નો બાદ તાજિયાને બીજી તરફ ખેંચવામાં આવ્યું હતું પરંતુ પ્રવાહના કારણે તાજિયા તૂટી ગયા હતા