ભારતથી પાકિસ્તાન જઈને ઈસ્લામ ધર્મ અપનાવીને ફાતિમા બની ચૂકેલી અંજુને પાકિસ્તાનના એક બિઝનેસમેને રહેવા માટે એક ફ્લેટ આપ્યો છે. આ સિવાય અંજુને નોકરી આપવાની વાત પણ કરી છે. આ દરમિયાન અંજુએ તેના પતિ અરવિંદને ફોન કરીને ધમકી આપી હતી અને અપશબ્દો પણ કહ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે શું હવે અંજુ ભારત પરત ફરશે કે નહીં. તેણે ઈસ્લામ પણ અપનાવ્યો છે અને પાકિસ્તાનમાં ફ્લેટ પણ મળ્યો છે. હવે પતિને ધમકાયો ત્યારે શું ખરેખર અંજુએ ભારત પરત ફરવાના રસ્તા બંધ કરી દીધા છે. અગાઉ અંજુએ એવો દાવો કર્યો હતો કે, તેણે નસરુલ્લા સાથે નિકાહ કર્યા નથી.
અંજુ અને નસરુલ્લાનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોાં અંજુ અને નસરુલ્લાના સંબંધીઓ તથા પરિવારના સભ્યો નિકાહ બાદ ગિફ્ટ આપતા નજરે પડી રહ્યા છે. અંજુએ ફાતિમા બનીને નસરુલ્લા સાથે નિકાહ કર્યા હતા. અંજુના પાકિસ્તાન ગયા બાદ રોજે રોજ નવા નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે હાર ખૂબ જ ચર્ચામાં છે. જાે કે, બીજી તરફ ખુધ અંજુ નિકાહ કર્યા હોવાની વાતનો ઈનકાર કરી રહી છે. અંજુનું કહેવું છે કે, તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે. પરંતુ નવા વીડિયોએ એક વાર ફરીથી સવાલ ઊભા કર્યા છે કે, અંજુ વારંવાર ખોટુ કેમ બોલી રહી છે. પાકિસ્તાન સ્ટાર ગ્રુપ ઓફ કંપનીસના સીઈઓ મોહસીન ખાન અબ્બાસીએ કહ્યું કે, તેમની પાક સિટી કંપની રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે.
અબ્બાસીએ કહ્યું કે, અમારા બોર્ડ મેમ્બર્સે નક્કી કર્યુ છે કે, અંજુ ઉર્ફે ફાતિમાને શહેરમાં ૨૭૨.૨૫૨ વર્ગ ફૂટ સાઈઝનો પ્લોટ ઘર માટે આપવામાં આવે. સાથે જ પાકિસ્તાનમાં ભારતીય મહિલાના દસ્તાવેજાેની કાયદાકીય પ્રક્રિયા પણ પૂરી થતા જ તેને પાક સ્ટાર ગ્રુપ નોકરી પણ આપે અને ઘરે બેઠા સેલેરી પણ આપશે.
વીડિયોમાં અંજુ અને નસરુલ્લા દેખાઈ રહ્યા છે. જેમને સંબંધીઓ અને પરિવારના સભ્યો ગિફ્ટ આપી રહ્યા છે.
આ વીડિયોમાં એક વ્યક્તિ અંજુના ડોક્યુમેન્ટ્સ પણ ચેક કરતો નજરે પડી રહ્યો છે. બે દિવસ પહેલાં અંજુ નસરુલ્લા અને તેના સાથીઓ સાથે જમતી નજરે પડી હતી. જાે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં વિસ્તારમાં મહિલાઓને પુરુષો સાથે બેસીને જમવાની મંજૂરી નથી. ત્યાં મુસ્લિમ કટ્ટરપંથીઓની મહિલાઓ પર પાબંદીઓ હોય છે કે પુરુષો સાથે મહિલાઓ જાહેરમાં જમવાનુ નથી જમી શકતી, પરંતુ અંજુના કેસમાં વિશેષ છૂટ મળી રહી છે.