Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»મુખ્ય પુજારીએ જાહેર કર્યો કાર્યક્રમ ભવ્ય મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી
    India

    મુખ્ય પુજારીએ જાહેર કર્યો કાર્યક્રમ ભવ્ય મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 31, 2023Updated:July 31, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં શ્રી રામલલ્લાની સ્થાપનાનો સમય નજીક આવી ગયો છે. મંદિરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ડેટ ફાઈનલ થઈ ચુકી છે. અયોધ્યામાં ભવ્ય મહોત્સવ અને કાર્યોક્રમોની વચ્ચે મંદિરમાં શ્રીરામની સ્થાપના કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ થશે અને ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થશે.

    શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યાનુસાર ૧૪ જાન્યુઆરીએ કમૂર્તા પૂર્ણ થશે. ત્યારબાદ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૫ જાન્યુઆરીથી શરૂ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દેશના મહાન વિદ્વાનોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. એટલે કે ત્યારબાદથી ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.

    મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલું આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું છે. ૨૪ જાન્યુઆરીએ ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજશે.  દરમિયાન રામ નગરીમાં દેશ-દુનિયામાંથી રામ ભક્તો ઉપસ્થિત રહેશે. અયોધ્યા આવનારા રામ ભક્તો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા રામ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    એશિયાડમાં શુટિંગમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો એશિયાડમાં ભારતે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

    September 29, 2023

    મોતની ખાણ ૪ મજૂરોને ભરખી ગઈ સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

    September 29, 2023

    ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

    September 28, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version