કોલકાતામાં અમેરિકન કોન્સ્યુલેટની સામે ગઈકાલે મોડી રાત્રે એક મહિલાની શંકાસ્પદ હિલચાલ જાેવા મળી હતી. તે પાકિસ્તાની મહિલાને શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવી હતી અને લાંબા સમય સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જાે કે, પુરાવાના અભાવે, કોલકાતા પોલીસે ૨૪ કલાક બાદ તેને છોડી હતી. તાજેતરમાં સીમા હૈદરની ઘટનાને જાેતા કોલકાતા પોલીસ આ ઘટનાને લઈને સતર્ક છે.
આ મહિલા શુક્રવારે રાત્રે યુએસ કોન્સ્યુલેટની આસપાસ ઘૂમી રહી હતી. ઝ્રઝ્ર્ફ માં તે શંકાસ્પદ રીતે ફરતી જાેવા મળતા તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. તે મહિલા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળતાં પોલીસ વધુ સતર્ક થઈ હતી. પાકિસ્તાનમાં વોટ્સએપ અને ટેલિગ્રામ પર ઘણા ફોન કોલ્સ અને સોશિયલ મીડિયા ચેટ જાેયા પછી શંકા વધી હતી.
થોડા દિવસો પહેલા જ શંકાસ્પદ પાકિસ્તાની નાગરિક સીમા હૈદર ઉત્તર પ્રદેશની છ્જીના હાથે ઝડપાઈ હતી. ત્યારથી દેશના દરેક રાજ્ય અને શહેરમાં ગુપ્ત પોલીસ એલર્ટ પર છે. ૨૧ વર્ષ પહેલા કોલકાતામાં અમેરિકન સેન્ટર પર આતંકી હુમલો થયો હતો. પરિણામે અમેરિકી કોન્સ્યુલેટની સામે પાકિસ્તાની મહિલાના શંકાસ્પદ વર્તનને લઈને પોલીસ સતર્ક બની હતી.
પોલીસે તેને કસ્ટડીમાં લીધી અને લગભગ ૨૪ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. એવું કહેવાય છે કે પૂછપરછ દરમિયાન કોઈપણ આતંકવાદી સંગઠન સાથે તેના જાેડાણના કોઈ પુરાવા મળ્યા ન હતા, તેથી મહિલાને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી હતી. પાકિસ્તાની મહિલાના લગ્ન કોલકાતાના યુવક સાથે સંબંધી મારફત થયા હતા. લોકડાઉન બાદ તે ૨૭ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ દિલ્હી થઈને પાકિસ્તાનથી કોલકાતા આવી હતી.
મહિલા તેના પતિ સાથે કોલકાતાના તાલતલા વિસ્તારમાં રહે છે. તેનો પતિ બેરોજગાર છે. મહિલા કામ કરી પરિવાર ચલાવે છે. લગભગ ૬ મહિના પહેલા દંપતીએ મધ્ય કોલકાતાના તાલતલા વિસ્તારમાં એક બહુમાળી ફ્લેટ ભાડે લીધો હતો. મહિલા પાસે ૨૪ જાન્યુઆરી સુધી આ દેશના વિઝા છે. પાકિસ્તાની મહિલાએ દાવો કર્યો હતો કે તેના કોલકાતાના વિઝાની મુદત આગામી થોડા મહિનામાં સમાપ્ત થઈ જશે, તેથી તેણે મધ્ય પૂર્વ થઈને યુએસ જવાની યોજના બનાવી હતી.
તેણે અમેરિકામાં રોજગાર મેળવવાનો પ્લાન પણ બનાવ્યો હતો. તેથી તે અમેરિકન કોન્સ્યુલેટનો સંપર્ક કરવા ગઈ હતી. તે મહિલા મહિલા બ્યુટી પાર્લરમાં કામ કરવા જાય છે. સવારે ૧૧ વાગ્યે તે જતી અને રાત્રે લગભગ ૯ઃ૩૦ વાગે પરત ફરતી હતી. પોલીસે શંકાસ્પદ મહિલાના પતિને બોલાવીને પણ પૂછપરછ કરી હતી. જાે કે, તેને છોડવામાં આવ્યો હોવા છતાં, પોલીસ તેની હિલચાલ પર નજર રાખી રહી છે.