દેશના બે રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બંને રાજ્યોમાં પ્રલય જેવી સ્થિતિ છે. આ રાજ્યોના ઘણા જિલ્લા વરસાદને કારણે ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી સંબંધિત ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ૨૯ લોકોના મોત થયા છે. મંડી અને સોલનમાં વાદળ ફાટવાના કારણે ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે, શિમલા શહેરના સમર હિલ વિસ્તારમાં એક શિવ મંદિરમાં ભૂસ્ખલનથી નવ અન્ય લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા લોકો ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉના, કિન્નૌર અને લાહોલ-સ્પીતિના ત્રણ જિલ્લાઓને બાદ કરતાં હવામાન વિભાગે રાજ્યના તમામ ૯ જિલ્લાઓમાં વરસાદને લઈને…
Author: Shukhabar Desk
શહેરમાં વિદેશી તહેવારોનો ક્રેઝ વધ્યો છે. અમદાવાદમાં પણ હવે વિદેશી તહેવારો અને પાર્ટીઓ થવા લાગી છે. યુકેમાં એક લોકપ્રિય પાર્ટી છે, જેને નિયોન પેઈન્ટ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ડીજેના સંગીતનો આનંદ માણતા લોકો નિયોન રંગો સાથે હોળી રમે છે અને અંધારામાં રેડિયમની જેમ ચમકતા હોય છે. આ પાર્ટી યુકેમાં અઠવાડિયામાં ૨થી ૩ વખત યોજાય છે અને હવે તે અમદાવાદ પહોંચી ગઈ છે. અમદાવાદમાં તાજેતરમાં પ્રથમ વખત નિયોન પેઈન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીનું આયોજન વડોદરાના રહેવાસી સૂર્યસ્નાતા મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ શેડ્સ ઓફ જાેય કંપનીના માલિક છે. તેઓએ શરૂઆતમાં વડોદરામાં એક નિયોન પેન્ટ પાર્ટીનું…
ભાવનગરના કુંભારવાડાના રામદેવ નગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના કુંભારવાડા રામદેવ નગર વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથના લોકો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મહિલા સહિતના ૧૦ વધુ લોકોને ઈજા પહોંચી હતી. વાસ્તવમાં બંન્ને જૂથના લોકો સમાધાન માટે એકઠા થયા હતા. પરંતુ કોઇ વાતને લઇને ઉગ્ર બોલાચાલી થઇ જતા મામલો બિચક્યો હતો અને બંન્ને જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. હાલ તો ડી.ડિવિઝન પોલીસે સમગ્ર મામલ વધુ તપાસ શરૂ કરી હતી. ગયા મહિને ભાવનગરમાં પાલીતાણા તાલુકાના નવા લોહીચડા ગામે જૂથ અથડામણ થઇ હતી. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા એ દરમિયાન ઝઘડો કરવા આવેલ ટોળું હથિયારો…
છોટાઉદેપુરના છેવાડાના ગામો આરોગ્યલક્ષી સેવાઓથી વંચિત છે. નસવાડીના રણબોર ગામમાં પ્રસુતાની ડિલિવરી કાચા મકાનમાં જ કરવામાં આવી છે. ઘરમાં સાડીના છેડાની આડમાં ગામની મહિલાઓ દ્વારા જ ડિલિવરી કરવામાં આવી છે. પાકા રસ્તાને અભાવે ૧૦૮ ગામમાં પહોંચી શકતી નથી. જેના કારણે આસપાસના તમામ ગામોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નસવાડી તાલુકાના બુધા રણબોર ગામના લોકોને હાલાકી પડી રહી છે. બુધા રણબોર ગામે પાકા રસ્તાને અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તાના અભાવે ૧૦૮ એમ્બ્યુલન્સ ગામમાં પહોંચતી નથી. ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચતા પ્રસૂતાના બેહાલ થયા હતા. ગામની મહિલાઓએ કાચા મકાનમાં પ્રસૂતા મહિલાની ડિલિવરી કરાવી હતી. આરોગ્યલક્ષી સેવાઓ પાછળ કરોડોનો ખર્ચ કર્યા બાદ…
જિલ્લાના માંગરોળનો એક યુવાન સાડા ચાર વર્ષથી આફ્રિકાના કોંગોમાં નોકરી કરતો હતો. આ યુવાન આફ્રિકાના કોંગોમાં ફસાયો હોવાનો ફોન પરિવારજને આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ફરહાનના પિતા પાસેથી ૮૦ લાખની માંગણી કરી હતી. જેથી પરિવારજનોએ માંગરોળ પોલીસને જાણ કરતા જૂનાગઢ પોલીસે મામલાની ગંભીરતા સમજી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો હતો. યુવકના જીવને જાેખમ ન થાય તે માટે એમ્બેસીની મદદ માગી હતી. અંતે આ યુવક પરત પોતાના વતનમાં આવી જતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ૧૧ ઓગસ્ટે ફરહાન પોતે હેમખેમ પરત આવતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આ અંગે મીડિયા…
ભારત ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ધરાવે છે, અને જૈવિક વિવિધતાના સંદર્ભમાં વિશ્વના સૌથી ધનાઢ્ય દેશોમાંનો એક છે. તાજેતરમાં, ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાને ભારતમાં મળી આવેલી વિશ્વની સૌથી મોટી ખિસકોલીની તસવીર શેર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે નિયમિતપણે વન્યજીવન વિશે રસપ્રદ તથ્યો શેર કરતો રહ્યો છે. તેણે એક્સ પર આ દુર્લભ ફોટો પોસ્ટ કર્યો છે. તેણે જણાવ્યું કે, આ તસવીર પશ્ચિમ બંગાળના બક્સામાં લેવામાં આવી છે. પરવીન કાસવાને આ ફોટો ઠ (અગાઉ ટિ્વટર તરીકે ઓળખાતો) પર પોસ્ટ કર્યો હતો. ફોટોને કેપ્શન આપતા તેણે લખ્યું, ‘ભારતમાં જાેવા મળતી વિશ્વની સૌથી મોટી ખિસકોલી પ્રજાતિઓમાંની એક. ઓળખી…
મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના પકરિયા ગામમાં રહેતા જાેહન ભારિયા પોતાની સમસ્યા લઈને અનૂપપુર કલેક્ટર પાસે પહોંચ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે તેની પત્ની મીનાક્ષી તેની પાસે આવી રહી નથી. લગ્ન પછી મેં તેના અભ્યાસમાં ઘણો ખર્ચ કર્યો. હવે તે મને ઓળખવાની ના પાડી રહી છે. તે અમારી દીકરીને પણ પોતાની સાથે લઈ ગઇ છે. મારી પત્નીને મારી પાસે પાછી મોકલવામાં આવે. જાેહન જણાવે છે કે મીનાક્ષી પહેલાથી જ પરિણીત હતી. પરંતુ તે તેના સાસરે જતી ન હતી અને તેના માતા-પિતા સાથે રહેતી હતી. આ સમય દરમિયાન હું તેને મળ્યો. તેના પરિવારના દબાણ હેઠળ મેં કોઈને કહ્યા વગર મીનાક્ષી સાથે લગ્ન…
૭૭મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. તેઓ ઐતિહાસિક સ્મારકના કિનારેથી રાષ્ટ્રને સંબોધિત કરશે. ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ સમારોહ આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર પૂર્ણ થશે. પ્રધાનમંત્રીએ આની શરૂઆત ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં આવેલા સાબરમતી આશ્રમથી કરી હતી. તો હવે ફરી એક વાર તેએ દેશને ‘અમૃત કાલ’ની યાદ અપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જાેકે, આ વખતે જ્યારે પ્રધાનમંત્રી ત્રિરંગો ફરકાવશે ત્યારે ૨ મહિલા તેમની સાથે પડછાયાની…
પબજી રમીને પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે પોતાની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવવાની તક આપી છે. તેણે મીડિયાની સામે આ વિષય પર સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે જ્યારે તે થશે ત્યારે બધાને ખબર પડશે. સીમા હૈદરે કહ્યું કે આ તેમનો અંગત મામલો છે અને તેને મીડિયામાં ઉઠાવવાની જરૂર નથી. આ સાથે સીમા હૈદરે ફિલ્મ બનાવવાની વાતને પણ ફગાવી દીધી છે. સીમાના વકીલ એપી સિંહે કહ્યું કે તેણે અત્યાર સુધી ન તો કોઈ ફિલ્મ સાઈન કરી છે અને ન તો ભવિષ્યમાં આવું કરવાની કોઈ યોજના છે. સીમા હૈદર હાલમાં તેમના પતિ સચિન મીના સાથે તેમના ગ્રેટર નોઈડાના…
શવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જાે પ્રિયંકા ગાંધી વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેમની જીત નિશ્ચિત છે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઇચ્છે છે. તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે. રવિવારે (૧૩ ઓગસ્ટ) તેમણે મુંબઈમાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં આ દાવો કર્યો હતો. શિવસેના સાંસદે કહ્યું હતું કે, જાે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો વડાપ્રધાન માટે લોકસભા મતવિસ્તારમાં જીતવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું, મને ખાતરી છે કે પ્રિયંકા જીતશે. રાઉતે કહ્યું કે ૨૦૨૪માં આખો દેશ રાહુલ ગાંધીની સાથે ઉભો રહેશે. આ…