છોટાઉદેપુરના છેવાડાના ગામો આરોગ્યલક્ષી સેવાઓથી વંચિત છે. નસવાડીના રણબોર ગામમાં પ્રસુતાની ડિલિવરી કાચા મકાનમાં જ કરવામાં આવી છે. ઘરમાં સાડીના છેડાની આડમાં ગામની મહિલાઓ દ્વારા જ ડિલિવરી કરવામાં આવી છે. પાકા રસ્તાને અભાવે ૧૦૮ ગામમાં પહોંચી શકતી નથી. જેના કારણે આસપાસના તમામ ગામોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નસવાડી તાલુકાના બુધા રણબોર ગામના લોકોને હાલાકી પડી રહી છે. બુધા રણબોર ગામે પાકા રસ્તાને અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તાના અભાવે ૧૦૮ એમ્બ્યુલન્સ ગામમાં પહોંચતી નથી.
૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચતા પ્રસૂતાના બેહાલ થયા હતા. ગામની મહિલાઓએ કાચા મકાનમાં પ્રસૂતા મહિલાની ડિલિવરી કરાવી હતી. આરોગ્યલક્ષી સેવાઓ પાછળ કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ છેવાડાના માનવીને સુવિધાઓ મળતી નથી. બે દિવસ અગાઉ પણ આવી જ એક ઘટના સામે આવી હતી. રસ્તાના અભાવે મહિલાને ખાટલામાં મુખ્ય રસ્તા ઉપર લઈ જવાઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ છેવાડાનો માનવી હાલાકી ભોગવી રહ્યો છે. છેવાડાના નાગરિકો હજી સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડે કાન કરવામાં આવે છે.