કૌશલ ભુતાણી નામના વિદ્યાર્થીન ABVPના કાર્યકરો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મોડી રાત્રે પણ હોસ્ટેલ બિલ્ડિંગમાં ગેરકાયદે ઘુસીને વિદ્યાર્થીને ધમકાવ્યાની માહિતી છે. તો રેક્ટર રાયસિંહ પર પણ હોસ્ટેલમાં ઘુસવામાં મદદ કરવાનો આરોપ રાજકોટની આર કે યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. શિક્ષાના ધામમાં ગુંડાગર્દીના દ્રશ્યો સામે આવ્યા છે. કેમ્પસમાં ABVP ના કાર્યકરો વિદ્યાર્થીને મારકૂટ કરતા હોવાનો આરોપ છે. ABVP ના યાન ગોહિલ, હર્ષ પટેલ, રુદ્રરાજ જાડેજા, જય પટેલ નામના વિદ્યાર્થીઓ સામે મારપીટ કરી હોવાનો આરોપ છે. કૌશલ ભુતાણી નામના વિદ્યાર્થીને ABVPના કાર્યકરો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મોડી રાત્રે પણ હોસ્ટેલ બિલ્ડિંગમાં ગેરકાયદે ઘુસીને વિદ્યાર્થીને ધમકાવ્યાની માહિતી…
Author: Shukhabar Desk
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલાની તપાસનુ સુપરવિઝન પોરબંદર SPને સોંપવામાં આવ્યુ છે. DySP કક્ષાના અધિકારી સામે તપાસ હોય અને તેમની જ સમકક્ષ કક્ષાના DySP તપાસ સંભાળી રહ્યા છે, જેને લઈ હાઈકોર્ટે જૂનગઢ રેન્જ આઈજીને લઈ ટકોર કરી છે. જૂનાગઢના પોલીસ કર્મીના રહસ્યમય મોતના મામલામાં પોરબંદર DySP દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલાની તપાસનુ સુપરવિઝન પોરબંદર SPને સોંપવામાં આવ્યુ છે. DySP કક્ષાના અધિકારી સામે તપાસ હોય અને તેમની જ સમકક્ષ કક્ષાના DySP તપાસ સંભાળી રહ્યા છે, જેને લઈ હાઈકોર્ટે જૂનગઢ રેન્જ આઈજીને લઈ ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં મૃતક પોલીસ કર્મીના પરિવારજનો…
૧૫મી ઓગસ્ટના દિવસે કેળ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતો, જેમાં ગામનો જ શિક્ષક હાજર ન રહેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો શાળામાં ધ્વજવંદન કરવા એકઠા થયા, પણ શિક્ષક જ ગેરહાજર રહ્યા હતા. જે બાદ ગ્રામજનોએ શિક્ષકની ગેરહાજરીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ડાંગના સુબીર ખાતે આવેલા કેળ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકની બેદરકારીના કારણે વિરોધ થયો છે. ૧૫મી ઓગસ્ટના દિવસે કેળ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતો, જેમાં શાળાના શિક્ષક જ હાજર ન રહેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો શાળામાં ધ્વજવંદન કરવા એકઠા થયા, પણ શિક્ષક જ ગેરહાજર રહ્યા હતા. જે બાદ ગ્રામજનોએ શિક્ષકની ગેરહાજરીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. તો શિક્ષક પર ગંભીર…
આરોપીઓએ રાંદેર વિસ્તારમાં એક શો રુમને શટર તોડીને નળની ચોરી કરી હતી. ઘટના બાદ પોલીસે સીસીટીવી આધારે તપાસ શરુ કરી હતી. જે દરમિયાન પોલીસે આરોપીઓને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં સિરામીક અને હાર્ડવેર મટિરીયલના શો રુમમાંથી તસ્કરોએ મોંઘાદાટ નળની ચોરી કરી હતી. પોલીસે મોંઘાદાટ નળની ચોરીને લઈને તપાસ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસે ચાર શખ્શોને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. તસ્કર ટોળકી પાસેથી ચોરીના નળનો જથ્થો મળી આવ્યો છે. ચારેય આરોપીઓની પૂછપરછ કરીને આરોપી ટોળકીએ અન્ય ક્યાં ક્યાં ચોરી આચરી છે, તે આશંકાને લઈને પૂછપરછ શરુ કરી છે. દોઢ લાખની કિંમતના નળ ચોરનારા આરોપીઓ…
અમદાવાદની સીમમાં આવેલા પીરાણા દરગાહને મંદિરમાં રૂપાંતર કરવાને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ સૈયદ ઈમામશાહ બાવાના વંશજાેએ રૂપાંતરના વિરોધમાં આંદોલન જાહેર કર્યું હતું. આ તરફ હવે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી મહેડાવ નજીકથી ૫૦ લોકોને ડીટેઈન કર્યા છે. આ તમામ લોકો મહેડાવમાં મંદિરના વિરોધમાં આંદોલન કરતા હોવાનું સામે આવ્યા છે. જેને લઈ આજે પેટલાદથી અમદાવાદના પીરાણા જતી બસમાં સવાર તમામને પોલીસે અટકાવ્યા છે. પીર ઈમામશાહ બાવાના મૃત્યુની પાંચ સદીઓ પછી જેમનું અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું મંદિર હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. આ તરફ હવે તેમના હિન્દુ અનુયાયીઓએ સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું નામકરણ…
સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નદીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઇકોર્ટે આકરું વલણ આપનાવ્યું છે. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ય્ઁઝ્રમ્ કોઈ કોંક્રિટ પગલાં લઈ રહ્યા નથી. કોઈ પ્લાનિંગ નથી, કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન નથી. માત્ર સોગંદનામા નહીં હકીકતમાં દેખાય એવું કામ થવું જાેઈએ. કોઈ વિઝન વગરની કામગીરી ચાલી શકે નહિ. તો હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનરનું વિઝન સ્પષ્ટ હોવું જાેઈએ. તમારા પ્રશ્નોનું સમાધાન તમારે જ કરવાનું છે. તમારા પ્રહસનો બતાવીને કામગીરી ન બતાવો તે ચલાવી શકાય નહી. કોર્ટે કામગીરી મામલે અસંતોષ વ્યક્ત…
ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેએ અમેરિકી કોર્ટમાં નાદારી જાહેર કરવાનો કેસ દાખલ કર્યો છે. કંપનીએ યુએસ બેન્કરપ્સી કોડના ચેપ્ટર ૧૫ હેઠળ સુરક્ષા માગી છે. આ ચેપ્ટર અમેરિકામાં વ્યાપાર કરતા વિદેશી ક્રેડિટર્સ માટે છે, જેમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની જાેગવાઈઓ છે. ચીનની રિયલ એસ્ટેટ ફર્મની નાદારીની ઘોષણા એવા સમયે આવી છે જ્યારે ચીનનું અર્થતંત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. અહેવાલો અનુસાર આ ચીની દિગ્ગજ કંપની પર લગભગ ૩૦૦ બિલિયન ડૉલરનું દેવું છે. આ કંપની વર્ષ ૨૦૨૧માં પણ તેની લોન ચૂકવવામાં ચૂકી ગઈ હતી. તે સમયે પણ કંપનીએ તેની નાણાકીય સ્થિતિ જાહેર કરી ન હતી. તેના ઠીક એક વર્ષ પછી એટલે કે…
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૨૫ વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં રુપિયા ૨૦૯ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આ માહિતી પાર્ટીએ ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં આપી છે. ચૂંટણી સંસ્થા દ્વારા ખર્ચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત ચૂંટણી પરના ૧૫ જુલાઈના રોજ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય ચૂંટણી ખર્ચના અહેવાલ મુજબ સામાન્ય પાર્ટીના પ્રચાર અને ઉમેદવારોના ભંડોળ પર રૂપિયા ૨૦૯.૯૭ કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચમાં પાર્ટીએ ચૂંટણી લડતા ઉમેદવારોને આશરે રૂપિયા ૪૧ કરોડ ચૂકવ્યા હતા અને એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના ઉપયોગ…
તમામ આધુનિક દેશોમાં બાળકોનો જન્મદર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે જેમાં યુકે પણ સામેલ છે. યુકેના ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા વર્ષે બાળકોનો જન્મદર છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જાેકે, ભારત જેવા દેશોથી આવેલા લોકોએ ઉંચો જન્મદર જાળવી રાખ્યો છે. યુકેમાં જે બાળકોનો જન્મ થાય છે તેમાં માતા-પિતા બંને વિદેશમાં જન્મેલા હોય તેવા પરિવારો વધારે છે. એટલે કે યુકેની ડેમોગ્રાફીમાં પરિવર્તન આવી રહ્યું છે.ગયા વર્ષે યુકેમાં જે બાળકોનો જન્મ થયો તેમાંથી ૨૩ ટકા બાળકોના માતાપિતા બંને વિદેશી હતા. ૨૦૦૮માં આ પ્રમાણ ૧૭ ટકા જેટલું હતું. એક વર્ષ અગાઉ ૨૧ ટકા બાળકો એવા હતા જેના માતાપિતા બંને વિદેશમાં…
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના કાર્યકાળ દરમિયાન ઝેરીલો પત્ર (રિસિન એટલે સાયનાઇડ કરતાં વધુ શક્તિશાળી ઝેરવાળો) મોકલવાના કેસમાં ૫૬ વર્ષની કેનેડિયન મહિલાને કોર્ટે સજા ફટકારી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર જિલ્લા ન્યાયાધીશ ડબ્ની ફ્રેડરિકે ૫૬ વર્ષીય પાસ્કેલ ફેરિયરને ૨૨ વર્ષની જેલની સજા ફટકારી છે. તેની સજા પૂરી થયા બાદ તેને યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવશે. ન્યાયાધીશ ફ્રેડરિકે મહિલાને કહ્યું હતું કે તેની આ હરકત સમાજ માટે ઘાતક અને નુકસાનકારક છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે પાસ્કેલ ફેરિયર પાસે ફ્રાન્સ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે. ફેરિયરે કોર્ટને કહ્યું હતું કે તે પોતે દિલગીર છે કે તેની આ યોજના નિષ્ફળ ગઈ…