૧૫મી ઓગસ્ટના દિવસે કેળ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતો, જેમાં ગામનો જ શિક્ષક હાજર ન રહેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો શાળામાં ધ્વજવંદન કરવા એકઠા થયા, પણ શિક્ષક જ ગેરહાજર રહ્યા હતા. જે બાદ ગ્રામજનોએ શિક્ષકની ગેરહાજરીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.
ડાંગના સુબીર ખાતે આવેલા કેળ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકની બેદરકારીના કારણે વિરોધ થયો છે. ૧૫મી ઓગસ્ટના દિવસે કેળ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતો, જેમાં શાળાના શિક્ષક જ હાજર ન રહેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો શાળામાં ધ્વજવંદન કરવા એકઠા થયા, પણ શિક્ષક જ ગેરહાજર રહ્યા હતા. જે બાદ ગ્રામજનોએ શિક્ષકની ગેરહાજરીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. તો શિક્ષક પર ગંભીર આક્ષેપ પણ લાગ્યા છે, કે શિક્ષક માત્ર પોતાની હાજરી પુરાવવા જ શાળામાં આવે છે. તેમજ શાળામાં આવીને દારૂ પણ પીતો હોવાની ચર્ચા છે. સમગ્ર ફરિયાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક સામે વધુ તપાસ હાથ ધરી છે.