આરોપીઓએ રાંદેર વિસ્તારમાં એક શો રુમને શટર તોડીને નળની ચોરી કરી હતી. ઘટના બાદ પોલીસે સીસીટીવી આધારે તપાસ શરુ કરી હતી. જે દરમિયાન પોલીસે આરોપીઓને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.
સુરતના રાંદેર વિસ્તારમાં સિરામીક અને હાર્ડવેર મટિરીયલના શો રુમમાંથી તસ્કરોએ મોંઘાદાટ નળની ચોરી કરી હતી. પોલીસે મોંઘાદાટ નળની ચોરીને લઈને તપાસ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસે ચાર શખ્શોને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. તસ્કર ટોળકી પાસેથી ચોરીના નળનો જથ્થો મળી આવ્યો છે. ચારેય આરોપીઓની પૂછપરછ કરીને આરોપી ટોળકીએ અન્ય ક્યાં ક્યાં ચોરી આચરી છે, તે આશંકાને લઈને પૂછપરછ શરુ કરી છે.
દોઢ લાખની કિંમતના નળ ચોરનારા આરોપીઓ પાસેથી ચોરીના નળને જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓએ રાંદેર વિસ્તારમાં એક શો રુમને શટર તોડીને નળની ચોરી કરી હતી. ઘટના બાદ પોલીસે સીસીટીવી આધારે તપાસ શરુ કરી હતી.
જે દરમિયાન પોલીસે આરોપીઓને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. નવાઈની વાત એ સામે આવી છે કે, દુકાનનુ શટર તોડીને અન્ય કોઈ પણ ચીજની ચોરી કરવાને બદલે આરોપીઓએ માત્ર કિંમતી નળની જ ચોરી કરી હતી.