Author: Shukhabar Desk

સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે ૧૫માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જાેહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલનમાં ભાગ લેવા માટે રવાના થશે અને આ જ દિવસે સમૂહના વ્યાપાર મંચની બેઠક સાથે તેની શરૂઆત થશે. આ સમ્મેલન ૨૨થી ૨૪ ઓગષ્ટ સુધી ચાલશે. આ સમ્મેલનમાં અનેક મુદ્દા પર ભારતનું ફોકસ રહેશે. જેમાં આર્થિક સુરક્ષા હિત જ સર્વોપરી થશે. આર્થિક સહયોગ, ખાદ્ય સુરક્ષા અને બ્રિક્સ વિસ્તારથી સબંધિત મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા ઉપરાંત પીએમ મોદી દ્વારા શિખર સમ્મેલનમાં સદસ્ય દેશોને એક-બીજાના સુરક્ષા હિતોનું સમ્માન કરવા અને આતંકવાદ વિરુદ્ધ એક અવાજમાં…

Read More

નજારો જાેવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક સાપ નીકળી આવ્યો. અચાનક સાપ આવી જવાથી ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ નીકળવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાંપ નીકળતા જ સીએમ એ પાછળ ફરીને જાેયું અને ઘટના સ્થળ પર હાજર લોકોને સાપને ન મારવાની અપીલ કરી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. સીએમ એ કહ્યું કે, આ પિરપિટી (સ્ટ્રિપિડ કિલ બેક સ્નેક) છે. ચિંતા ન કરો. તેમણે એમ પણ કહ્યું કે, તેને ઈજા ન પહોંચાડશો. આજે નાગ પંચમી છે.…

Read More

ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. એવામાં આમ આદમી પાર્ટી(આપ)ના સૌથી મોટા નેતા અરવિંદ કેજરીવાલે પણ આ રાજ્યોમાં ચૂંટણી મેદાને ઝંપલાવવાની જાહેરાત કરી દીધી છે. ગત દિવસોમાં કુલ ૨૬ વિપક્ષી દળોએ ગઠબંધન કરી ઈન્ડિયાનામના એક વિપક્ષી મોરચાની જાહેરાત કરી હતી. આ મહાગઠબંધનનો ઉદ્દેશ્ય કેન્દ્રની ભાજપ સરકારને હરાવવાનો હતો. ભાજપે એ ક્લિયર કરી દીધું છે કે તેમની પાર્ટીનો પીએમ તરીકે તરીકેનો ચહેરો વડાપ્રધાન મોદી જ રહેશે. એવામાં લોકોના મનમાં સવાલ એ પણ છે કે…

Read More

ગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી હતી. દુષ્કર્મ પીડિતાએ તેના ગર્ભને દૂર કરવાની મંજૂરી માગતી અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે આજે સુનાવણી માટે લિસ્ટેડ કર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે આ મામલે શનિવારે આદેશ પસાર કરતાં સુપ્રીમકોર્ટ વિફરી હતી. સુપ્રીમકોર્ટના જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે? ભારતમાં એવી કોઈ કોર્ટ નથી જે સર્વોચ્ચ…

Read More

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે નિરંજની અખાડાની મુલાકાત લીધી હતી અને અખિલ ભારતીય અખાડા પરિષદ (નિરંજની) ના પ્રમુખ શ્રીમંત રવિન્દ્રપુરી મહારાજને મળ્યા હતા. તેમને મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચંપત રાયે કહ્યું કે જાન્યુઆરી ૨૦૨૪માં ૧૬ થી ૨૪ જાન્યુઆરીની વચ્ચે એક શુભ મુહૂર્તમાં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે બે માળના રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર છે. મૂર્તિની સ્થાપના બાદ ભક્તો મંદિરમાં રામ લાલાના દર્શન કરી શકશે. આ…

Read More

હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોની પરેશાની ઓછી થઈ રહી નથી. કાંગડા જિલ્લાના જવાલી વિધાનસભા ક્ષેત્રના કોટલામાં વધુ ૧૪ મકાનો ખાલી કરાવામાં આવ્યા હતા. ભૂસ્ખલનને કારણે આ મકાનો જાેખમ ભરી સ્થિતિમાં જણાઈ રહ્યા હતા. જાેકે અહીં રવિવારે વગર વરસાદે આ સાત મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. બીજી બાજુ કોલ ડેમ રિઝર્વાયરમાં અચાનક પાણીનું સ્તર વધતાં લાગતાં બોટમાં મુસાફરી કરી રહેલા ૧૦ લોકો ફસાઇ ગયા હતા. ફસાયેલા લોકોમાં પાંચ વન અધિકારીઓ પણ છે અને પાંચ સ્થાનિક લોકો છે. એનડીઆરએફ અને સ્થાનિક વહીવટી અધિકારીઓની ટીમે આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજી…

Read More

વિપક્ષી દળોના ગઠબંધન ઈન્ડિયાના લોગોનું અનાવરણ ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનાર ગઠબંધનની બેઠક દરમિયાન થવાની શક્યતા છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશની નાણાકીય રાજધાનીમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈનક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા) ગઠબંધનની ત્રીજી બેઠકમાં ૨૬થી વધુ રાજકીય પક્ષોના લગભગ ૮૦ નેતાઓના સામેલ થવાની આશા છે. સૂત્રોએ જણાવ્યું કે હાલમાં ૨૬ પક્ષો આ ગઠબંધનનો હિસ્સો છે અને બે દિવસની બેઠક દરમિયાન અમુક અન્ય પક્ષો પણ ગઠબંધનમાં સામેલ થવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે ગઠબંધનના પ્રતીક ચિહ્ન (લોગો) નું અનાવરણ એક સપ્ટેમ્બરે ચર્ચા વિચારણાની શરૂઆત પહેલાં કરી શકાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના રાજ્ય અને મુંબઈ…

Read More

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બોલીવૂડ એક્ટર સની દેઓલના મુંબઈ સ્થિત સની વિલાની બેંક ઓફ બરોડા હરાજી કરવાની છે. આ અંગે બેંકે હરાજીની જાહેરાત પણ બહાર પડી હતી, પરંતુ હવે બેંક દ્વારા બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારી બેંક ઓફ બરોડાએ આજે એક નિવેદનમાં આ માહિતી આપી છે. ૨૫ ઓગસ્ટે યોજાનારી ઈ-ઓક્શન દ્વારા ૫૬ કરોડની વસૂલાત માટે બેન્ક ઓફ બરોડા દ્વારા ગઈકાલે સની દેઓલની પ્રોપર્ટી બ્લોક કરવામાં આવી હતી. સની દેઓલે ડિસેમ્બર ૨૦૨૨થી બેંક ઓફ બરોડા પાસેથી ૫૫.૯૯ કરોડની લોન ચૂકવી નથી. બેંક ઓફ બરોડાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અજય સિંહ દેઓલ ઉર્ફે સની…

Read More

બિહાર સરકારમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપે પટનાના અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલી નાખ્યું છે. હવે આ પાર્ક કોકોનટ પાર્ક તરીકે ઓળખાશે. કાંકડબાગમાં આવેલ આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક હતું. વર્ષ ૨૦૧૮માં તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું હતું. હવે તેજ પ્રતાપે તેનું નામ બદલીને કોકોનટ પાર્ક કરવાની જાહેરાત કરી છે. હવે ભાજપે પાર્કનું નામ બદલવાને લઈને નીતિશ સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે કહ્યું કે, ૨૦૧૮માં આ પાર્કનું નામ કોકોનટ પાર્કથી બદલીને અટલ બિહારી પાર્ક કરવામાં આવ્યું હતું. પરંતુ તેજ પ્રતાપ યાદવે ફરી એકવાર તેનું નામ બદલીને…

Read More

કાનપુર યુનિવર્સિટી ગીતાના જ્ઞાનને દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે આગળ આવી છે. જે અંતર્ગત કાનપુર યુનિવર્સિટી કેમ્પસમાં ગીતા ચેરની સ્થાપના કરવામાં આવશે. જેથી કરીને લોકો ગીતાના જ્ઞાન વિશે વધુને વધુ જાણી શકે અને સંશોધકો ગીતાના અધ્યાય, શ્લોક અને તેના જ્ઞાન પર સંશોધન કરી શકશે. એટલું જ નહીં આ ગીતા ચેર દ્વારા વિદ્યાર્થીઓને ગીતા વિષય પર પીએચડી કરવાની તક પણ મળશે. છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર વિનય પાઠકે જણાવ્યું કે કાનપુર યુનિવર્સિટી અને શ્રીમદભગવદ્‌ગીતા ઓર્ગેનાઈઝિંગ કમિટીની મદદથી કાનપુર યુનિવર્સિટીમાં ૧૫ દિવસમાં ગીતા ચેરની સ્થાપના કરવામાં આવશે. જેનાથી આજના સમયના લોકો અને યુવાનો ગીતા વિશે વધુ માહિતી…

Read More