નજારો જાેવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક સાપ નીકળી આવ્યો. અચાનક સાપ આવી જવાથી ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ નીકળવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાંપ નીકળતા જ સીએમ એ પાછળ ફરીને જાેયું અને ઘટના સ્થળ પર હાજર લોકોને સાપને ન મારવાની અપીલ કરી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. સીએમ એ કહ્યું કે, આ પિરપિટી (સ્ટ્રિપિડ કિલ બેક સ્નેક) છે. ચિંતા ન કરો. તેમણે એમ પણ કહ્યું કે, તેને ઈજા ન પહોંચાડશો. આજે નાગ પંચમી છે. આ અવસર પર સીએમ બઘેલે લોકોને નાગપંચમીની શુભકામના પાઠવી. તેમણે કહ્યું કે, રાજ્યના તમામ લોકોને નાગપંચમીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામના. મહાદેવની કૃપા આપણા બધા પર બની રહે. દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો સંચાર થાય.