Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»LIFESTYLE»Toothbrush Cleaning Tips: શું તમે જાણો છો કે તમારું ટુથબ્રશ ક્યારે બદલવું જોઈએ?
    LIFESTYLE

    Toothbrush Cleaning Tips: શું તમે જાણો છો કે તમારું ટુથબ્રશ ક્યારે બદલવું જોઈએ?

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 12, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Toothbrush Cleaning Tips: દાંત માટે જરૂરી જાણકારી: તમારા ટુથબ્રશનું આયુષ્ય કેટલું?

    આપણે બધા આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરીએ છીએ. આ આપણી દિનચર્યાનો સૌથી અનિવાર્ય ભાગ છે. સમય સાથે લીમડા કે બાવળના દાતણની જગ્યા ટુથબ્રશે લઈ લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે જે ટુથબ્રશથી તમે રોજ તમારા દાંત સાફ કરો છો, તે અજાણતા તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે? મોટાભાગના લોકો જ્યાં સુધી તેના બ્રિસ્ટલ્સ (રેસા) સંપૂર્ણપણે વિખેરાઈ ન જાય ત્યાં સુધી બ્રશ બદલતા નથી, જે એક મોટી ભૂલ છે.

    ટુથબ્રશ ક્યારે બદલવું?

    હેલ્થ એક્સપર્ટ્સના મતે, ટુથબ્રશનું આયુષ્ય મહત્તમ 3 થી 4 મહિના (12 થી 16 અઠવાડિયા) હોય છે. આ પછી તેના રેસા તેની સફાઈ કરવાની ક્ષમતા ગુમાવી દે છે. જો તમારા બ્રશના રેસા 3 મહિના પહેલા જ વળી જાય કે ફેલાઈ જાય, તો તેને તરત જ બદલી નાખવું જોઈએ, કારણ કે વળેલા રેસા દાંત સાફ કરવાને બદલે પેઢાંને ઈજા પહોંચાડી શકે છે.

    શા માટે બ્રશ બદલવું જરૂરી છે?

    આપણા મોંમાં બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો હંમેશા રહેલા હોય છે. જ્યારે બ્રશ જૂનું થાય છે, ત્યારે તેના નબળા રેસામાં બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. જૂનું બ્રશ દાંતની વચ્ચે જમા થયેલી ગંદકીને યોગ્ય રીતે સાફ કરી શકતું નથી, જેનાથી ‘પ્લેક’ અને ‘કેવિટી’નું જોખમ વધે છે. ખરાબ ઓરલ હેલ્થની અસર માત્ર દાંત સુધી સીમિત નથી રહેતી; મોંમાં રહેલા બેક્ટેરિયા લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચીને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

    ચેપ (ઇન્ફેક્શન) અને બ્રશ: જો તમને ક્યારેય વાયરલ, ફ્લૂ, ગળાનો ચેપ અથવા કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય, તો સાજા થયા પછી તરત જ તમારું બ્રશ બદલી નાખવું જોઈએ. બીમાર પડતી વખતે બ્રશના રેસામાં ચોંટેલા કીટાણુઓ ફરીથી ચેપ ફેલાવી શકે છે. બાળકોના કિસ્સામાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ અને દાંતની રચના વયસ્કો કરતા અલગ હોય છે.

    બ્રશની યોગ્ય સંભાળના ઉપાયો:

    1. બરાબર ધોવો: દરેક ઉપયોગ પછી બ્રશને સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ લો જેથી ખોરાકના કણો ન રહે.

    2. સૂકી જગ્યાએ રાખો: બ્રશને હંમેશા સીધી સ્થિતિમાં અને હવાઉજાસવાળી જગ્યાએ રાખો. ભીની જગ્યાએ બેક્ટેરિયા ઝડપથી વધે છે.

    3. કવરથી બચો: ભીના બ્રશને બંધ કવરમાં રાખવાનું ટાળો, તેનાથી સૂક્ષ્મજીવો પેદા થાય છે.

    4. સ્ટેન્ડની સફાઈ: જે સ્ટેન્ડ કે કપમાં બ્રશ રાખો છો, તેને પણ નિયમિતપણે સાફ કરો.

    Toothbrush Cleaning Tips
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      વધેલી બ્રેડ ફ્રિજમાં રાખવી કે બહાર? જાણો તાજી રાખવાની સાચી રીત અને મહત્વપૂર્ણ ટીપ્સ

      August 7, 2026

      Salt Storage: ચોમાસામાં મીઠું ભીનું થઈને ચોંટી જાય છે? અપનાવો આ સરળ ઘરગથ્થુ ઉપાયો

      July 31, 2026

      Hair Care: રફ સ્કિન અને શુષ્ક વાળથી પરેશાન છો? આ સરળ હોમ રેમેડીઝથી મેળવો કુદરતી ચમક

      July 29, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.