Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»HEALTH-FITNESS»Cardiac Arrest: ચાલુ ક્લાસમાં શિક્ષકને આવ્યો હાર્ટ એટેક: જેCPR શીખવતા હતા તે જ વિદ્યાર્થીઓએ ગુરુને આપ્યું નવજીવન
    HEALTH-FITNESS

    Cardiac Arrest: ચાલુ ક્લાસમાં શિક્ષકને આવ્યો હાર્ટ એટેક: જેCPR શીખવતા હતા તે જ વિદ્યાર્થીઓએ ગુરુને આપ્યું નવજીવન

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 8, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Cardiac Arrest:શીખવનાર બન્યો દર્દી અને શીખનાર બન્યા તારણહાર: અમેરિકાની કોલેજમાં સર્જાયો ચમત્કાર

    વિજ્ઞાનમાં ઘણીવાર એવું કહેવાય છે કે ‘જ્ઞાન એ જ જીવન છે’, અને આ વાત વિસ્કોન્સિનના ફોક્સ વેલી ટેકનિકલ કોલેજમાં સાચી સાબિત થઈ. અહીં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને હાર્ટ એટેકના લક્ષણો સમજાવી રહેલા 72 વર્ષીય ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) ટ્રેનર કાર્લ આર્પ્સ પોતે જ લાઈવ ક્લાસમાં કાર્ડિયાક એરેસ્ટનો શિકાર બન્યા હતા.

    શરૂઆતમાં વિદ્યાર્થીઓને લાગ્યું કે આ માત્ર અભિનય છે

    ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, કાર્લ આર્પ્સ જ્યારે ક્લાસમાં હતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા કે હાર્ટ એટેક આવે ત્યારે દર્દીની સ્થિતિ કેવી હોય છે અને કઈ રીતે તાત્કાલિક સારવાર આપવી જોઈએ. આ દરમિયાન અચાનક તેઓને ચક્કર આવ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. થોડી જ ક્ષણોમાં તેઓ જમીન પર ઢળી પડ્યા.

    ત્યાં હાજર વિદ્યાર્થીઓને પહેલા એવું લાગ્યું કે શિક્ષક હાર્ટ એટેકના લક્ષણો સમજાવવા માટે નાટક અથવા ‘એક્ટિંગ’ કરી રહ્યા છે. પરંતુ લોગન લેહરર નામના વિદ્યાર્થીએ જોયું કે કાર્લ આર્પ્સના હાથ અકુદરતી રીતે વળી રહ્યા હતા અને તેમનો ચહેરો પીળો પડી રહ્યો હતો. જ્યારે તેમના શ્વાસમાંથી નસકોરા જેવો અવાજ આવવા લાગ્યો, ત્યારે વિદ્યાર્થીઓને સમજાયું કે આ કોઈ મોક ડ્રીલ નથી પણ ગંભીર મેડિકલ ઇમરજન્સી છે.

    પુસ્તકીય જ્ઞાનનો પ્રેક્ટિકલ ઉપયોગ

    પરિસ્થિતિ પારખી ગયેલા વિદ્યાર્થીઓએ જરા પણ વિલંબ કર્યા વિના એક્શન લીધી:

    • વિદ્યાર્થીઓએ અન્ય ટ્રેનર ટ્રેસી બ્લોન્ડોને બોલાવી.

    • એક વિદ્યાર્થીએ તુરંત 911 પર કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી.

    • બાકીના વિદ્યાર્થીઓએ મળીને તેમના શિક્ષકને ક્લાસમાં રહેલી મોક એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી જમીન પર સુવડાવ્યા.

    • ગભરાયા વગર વિદ્યાર્થીઓએ વારાફરતી CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપવાનું શરૂ કર્યું અને ડિફિબ્રિલેટર મશીનનો ઉપયોગ કર્યો.

    આશ્ચર્યની વાત એ છે કે જે CPR ટેકનિક આર્પ્સ થોડી મિનિટો પહેલા શીખવી રહ્યા હતા, તે જ ટેકનિકથી વિદ્યાર્થીઓએ તેમની નબઝ પાછી લાવી દીધી. જ્યારે પેરામેડિક્સ ત્યાં પહોંચ્યા ત્યારે આર્પ્સનું હૃદય ફરી ધબકવા લાગ્યું હતું.

    જીવન અને મૃત્યુ વચ્ચેની તે ૧૦ સેકન્ડ

    વિદ્યાર્થી લોગન લેહરરે જણાવ્યું કે, “પુસ્તકમાં કાર્ડિયાક એરેસ્ટ વિશે વાંચવું અને તેને નજર સામે જોવું એ સાવ અલગ અનુભવ છે. તે ખૂબ જ ડરામણું હતું, પરંતુ અમને તાલીમ મળી હોવાથી અમે ભૂલ કર્યા વગર કામ કરી શક્યા.”

    હોસ્પિટલ લઈ ગયા બાદ કાર્લ આર્પ્સની ‘ટ્રિપલ બાયપાસ સર્જરી’ કરવામાં આવી હતી. સાત દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, “મારા વિદ્યાર્થીઓએ બિલકુલ એવું જ કર્યું જે મેં તેમને શીખવ્યું હતું. આજે હું તેમના કારણે જ જીવિત છું.”

    Cardiac Arrest
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      આયુષ્માન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર! 112 પ્રકારની બીમારીઓની સારવાર હવે સરકારી હોસ્પિટલોમાં જ થશે, જાણો સંપૂર્ણ યાદી

      November 13, 2026

      રાત્રે સૂતી વખતે Air Purifier ચાલુ રાખવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે? નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો

      November 12, 2026

      ફેટી લિવરથી છુટકારો મેળવવો છે? ચાલવું, યોગ કે HIIT, જાણો કઈ કસરત લિવરમાંથી ચરબી ઘટાડવામાં સૌથી અસરકારક છે

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.