Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Jio Platforms IPO: દેશનો સૌથી મોટો ઐતિહાસિક ધમાકો: જૂનમાં આવી શકે છે જિઓ પ્લેટફોર્મ્સનો ₹૩૭,૫૦૦ કરોડનો મેગા IPO
    Business

    Jio Platforms IPO: દેશનો સૌથી મોટો ઐતિહાસિક ધમાકો: જૂનમાં આવી શકે છે જિઓ પ્લેટફોર્મ્સનો ₹૩૭,૫૦૦ કરોડનો મેગા IPO

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 30, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Jio Platforms IPO: મેટા-ગૂગલની ભાગીદારી ધરાવતી જિઓ કંપનીનો નફો ₹૩૦,૦૦૦ કરોડને પાર, લિસ્ટિંગની તૈયારીઓ તેજ

    ભારતીય શેરબજારના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી હાઈ-પ્રૉફાઈલ પ્રારંભિક જાહેર પ્રસ્તાવ એટલે કે આઈપીઓ (IPO) આવવા જઈ રહ્યો છે. અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ શાખા ‘જિઓ પ્લેટફોર્મ્સ’ (Jio Platforms) ટૂંક સમયમાં દલાલ સ્ટ્રીટ પર દસ્તક આપશે. માર્કેટ નિષ્ણાતો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સના અંદાજ મુજબ, જિઓ પ્લેટફોર્મ્સનો આ આઈપીઓ ભારતની કોર્પોરેટ હિસ્ટ્રીનો સૌથી વિરાટ આઈપીઓ સાબિત થશે. વૈશ્વિક સ્તરે આ કંપનીનું વેલ્યુએશન (બજાર મૂલ્ય) ૧૩૦ અબજ ડોલરથી લઈને ૧૮૦ અબજ ડોલરની વચ્ચે રહેવાનો અંદાજ છે. આ મેગા આઈપીઓ આગામી મહિના એટલે કે જૂન ૨૦૨૬ માં લોન્ચ થઈ શકે છે. જો કે, કંપની દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આંતરિક સૂત્રોના મતે ટૂંક સમયમાં જ તેનું સત્તાવાર ટાઈમટેબલ જાહેર કરાશે.

    ₹૩૦,૦૦૦ થી ₹૩૭,૫૦૦ કરોડનું ફંડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

    જિઓ પ્લેટફોર્મ્સનો આ આઈપીઓ અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાથી લઈને ૩૭,૫૦૦ કરોડ રૂપિયા સુધીનો હોઈ શકે છે. આ રકમ સાથે તે દેશના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વર્ષ ૨૦૨૪ માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ (Hyundai Motor India) ૨૭,૮૭૦ કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કર્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઇશ્યૂ હતો.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM 2025) દરમિયાન મુકેશ અંબાણીએ શેરધારકોને વચન આપ્યું હતું કે જિઓનો આઈપીઓ વર્ષ ૨૦2૬ ના પ્રથમ છ મહિનામાં (First Half) બજારમાં લાવવામાં આવશે. તાજેતરમાં ગુરુવારે જાહેર થયેલા રિલાયન્સના વાર્ષિક અહેવાલમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપની જિઓ પ્લેટફોર્મ્સના સંસ્થાકીય માળખાને વધુ મજબૂત કરવા, કોર્પોરેટ ગવર્નન્સમાં પારદર્શિતા વધારવા અને તેને વૈશ્વિક ટેકનોલોજી લીડર બનાવવા તરફ મક્કમતાથી આગળ વધી રહી છે.

    આઈપીઓ અંગે શું બોલ્યા ચેરમેન મુકેશ અંબાણી?

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક અહેવાલમાં ઉમેર્યું કે, “અમે એવા તમામ વ્યૂહાત્મક વિકલ્પોનું સતત મૂલ્યાંકન કરી રહ્યા છીએ, જેનાથી હિતધારકોની (Stakeholders) ભાગીદારી વધારી શકાય અને જિઓની લાંબા ગાળાની વૃદ્ધિને મજબૂત સમર્થન મળી રહે. આ પ્રક્રિયા દરમિયાન ટકાઉ મૂલ્ય સર્જનનો (Sustainable Value Creation) અમારો મૂળભૂત સિદ્ધાંત હંમેશા જળવાઈ રહેશે.” તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આઈપીઓ માટે જાહેર કરાયેલી સમયસીમા હવે ખૂબ નજીક છે અને જિઓ પ્લેટફોર્મ્સમાં સામાન્ય રોકાણકારોથી લઈને મોટા વૈશ્વિક ફંડ્સની વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ વિકલ્પો પર ગંભીર વિચારણા ચાલી રહી છે.

    મેટા અને ગૂગલ જેવી વૈશ્વિક જાયન્ટ્સ પણ છે ભાગીદાર

    જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોટર તરીકે ૬૬.૪૩ ટકા ની બહુમતી ભાગીદારી ધરાવે છે. બાકીનો હિસ્સો વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓ પાસે છે, જેમાં સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta – Facebook) અને સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલ (Google) જેવી કંપનીઓ મુખ્ય રોકાણકાર તરીકે સામેલ છે.

    કંપનીની નાણાકીય સ્થિતિ અત્યંત મજબૂત છે. તાજેતરના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પરિણામો અનુસાર, જિઓ પ્લેટફોર્મ્સનો ચોખ્ખો નફો (Net Profit) ૧૫ વધીને ૩૦,૦૫૩ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે તેના અગાઉના વર્ષે ૨૬,૧૨૦ કરોડ રૂપિયા હતો. આ ગાળા દરમિયાન કંપનીની ઓપરેશનલ આવક (Operational Revenue) પણ ૧૪.૫ ટકાના આકર્ષક ઉછાળા સાથે ૧,૪૬,૮ \૮૫ કરોડ રૂપિયા ના સ્તરે પહોંચી ગઈ છે, જે રોકાણકારો માટે આ આઈપીઓ પ્રત્યે આકર્ષણ વધારવાનું મુખ્ય કારણ છે.

    Jio Platforms IPO
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે IRTSA ની મોટી માંગ, પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી

      May 30, 2026

      Bank Holidays 2026: બેંકિંગ સેવાઓમાં ફેરફાર, જાણો કયા દિવસે તમારી બેંક રહેશે બંધ

      May 30, 2026

      RBIની ઐતિહાસિક કમાણી: ફોરેક્સ માર્કેટમાં ડોલર વેચીને કમાયા ₹૧.૬૯ લાખ કરોડ, સરકારને આપશે રેકોર્ડ ડિવિડન્ડ

      May 30, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.