CISF constable : CISF એ કોન્સ્ટેબલ ફાયરમેનની 1130 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીની પ્રક્રિયા 30મી ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા લોકો cisfrectt.cisf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે. જનરલ ક્વોટામાંથી 466 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે EWS માટે 114 અને SC માટે 153 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ST માટે 236 જગ્યાઓ ભરવાની છે. આ પદો માટે 18 થી 23 વર્ષની વયના યુવાનો અરજી કરી શકશે. 30મી સપ્ટેમ્બરથી ઉંમરની ગણતરી કરવામાં આવશે. સાથે જ SC-STને 5 વર્ષની છૂટ અને OBCને 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે. જે બાદ મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જોઇનિંગ કરવામાં આવશે. PET, PST અને લેખિત પરીક્ષા પછી, અલગ રાજ્ય મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સામાન્ય ક્વોટા માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. SC, ST મફતમાં અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી છે. જનરલ અને EWS ક્વોટા માટે 35 ટકા અને અન્ય માટે 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે.
🔥 ब्रेकिंग न्यूज, सबसे पहले
CISF कांस्टेबल फायर भर्ती 2024 को नोटिफिकेशन जारी 12th पास
CISF Constable Fire Recruitment 2024
Apply Online Link Activated#IndiaSarkariNaukri #CISF
अधिक जानकारी और आवेदन के लिए नीचे क्लिक करे https://t.co/NLZqXv3Zc7— India sarkari naukri (@Indiasarka17160) August 31, 2024
UPI દ્વારા ફી ચૂકવી શકાય છે.
પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ-3 (21700-69100) હેઠળ પગાર આપવામાં આવશે. ફી નેટ બેંકિંગ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને UPI દ્વારા ચૂકવી શકાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચલણ બનાવીને પણ ચુકવણી કરી શકાય છે. CISFનું કહેવું છે કે કોઈપણ પ્રકારની શંકાથી બચવા માટે તમે તેની સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો.
CISF Constable Fire Recruitment 2024
Apply Online Link Activated#SarkariResult #CISF
Click to Apply : https://t.co/3FPkE3OkRd pic.twitter.com/4scdS9zQQ9— Sarkari Result – SarkariResult.Com (@sarkari_result) August 31, 2024