Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»GSTમાં મોટો કૌભાંડ: વર્ષ ૨૦૨૫-૨૬ માં ₹૭૪,૭૮૨ કરોડનું બોગસ ITC ફ્રોડ
    Business

    GSTમાં મોટો કૌભાંડ: વર્ષ ૨૦૨૫-૨૬ માં ₹૭૪,૭૮૨ કરોડનું બોગસ ITC ફ્રોડ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 29, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    GST: બોગસ પાન-આધારથી નકલી GST નંબર બનાવી આચર્યું કરોડોનું કૌભાંડ! રાજ્યસભામાં ખુલાસો થતાં ખળભળાટ

    કેન્દ્રીય જીએસટી (GST) અધિકારીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) માં આચરાયેલા વિશાળ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સત્તાવાર આંકડા અનુસાર, દેશભરમાંથી રૂ. ૭૪,૭૮૨ કરોડના આઈટીસી ફ્રોડના કુલ ૩૦,૧૬૨ કેસો સામે આવ્યા છે. આ દગાખોરીમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી નોંધાયા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરીને કુલ ૩૫૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ કૌભાંડો

    નાણા રાજ્ય મંત્રીએ રજૂ કરેલા ડેટા મુજબ, રાજ્યવાર ફ્રોડની સ્થિતિ નીચે મુજબ છે:

    • મહારાષ્ટ્ર: જીએસટી કૌભાંડની રકમની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યાં રૂ. ૧૮,૩૨૦ કરોડની છેતરપિંડીના ૯,૬૨૯ કેસો નોંધાયા છે.

    • ગુજરાત: કેસોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સૌથી આગળ રહ્યું છે, જ્યાં રૂ. ૧૨,૬૩૩ કરોડના આઈટીસી ફ્રોડના સૌથી વધુ ૧૨,૫૧૧ બનાવો સામે આવ્યા છે.

    કયા કયા સેક્ટર્સમાં આચરવામાં આવ્યું ફ્રોડ?

    નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આઈટીસી ફ્રોડ માત્ર એક જ ક્ષેત્ર પૂરતું સીમિત નથી, પરંતુ મેન્યુફેક્ચરિંગથી લઈને સર્વિસ સેક્ટર સુધી ફેલાયેલું છે. આ છેતરપિંડી મુખ્યત્વે લોખંડ અને સ્ટીલ, કાપડ (ટેક્સટાઇલ), પ્લાસ્ટિક, કાગળના ઉત્પાદનો, પ્લાયવુડ, સિમેન્ટ અને તાંબા જેવા માલસામાનના વેપારમાં જોવા મળી છે. આ ઉપરાંત વર્ક્સ કોન્ટ્રાક્ટ, મેનપાવર સપ્લાય અને રિયલ એસ્ટેટ જેવી વિવિધ સેવાઓમાં પણ કરોડો રૂપિયાનું આઈટીસી ફ્રોડ આચરવામાં આવ્યું હતું.

    GST

    છેલ્લા ૩ વર્ષમાં જીએસટી ફ્રોડમાં મોટો ઉછાળો

    છેલ્લા ત્રણ વર્ષના આંકડા દર્શાવે છે કે જીએસટીમાં થતી ટેક્સ ચોરી અને બોગસ આઈટીસી મેળવવાના કૌભાંડોમાં સતત વધારો થઈ રહ્યો છે:

    • નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪: અધિકારીઓએ રૂ. ૩૬,૩૭૩ કરોડના ૯,૧૯૦ કેસો પકડ્યા હતા, જેમાં ૧૮૨ લોકોની ધરપકડ થઈ હતી.

    • નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫: ફ્રોડનો આંકડો વધીને રૂ. ૫૮,૭૭૩ કરોડ પર પહોંચ્યો હતો અને ૧૫,૨૮૩ કેસો સામે આવ્યા હતા, જેમાં ૧૭૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    • નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬: આ વર્ષે કૌભાંડની રકમ રૂ. ૭૪,૭૮૨ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેમાં ૩૫૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    બોગસ ઓળખકાર્ડથી ગેરકાયદેસર GST રજિસ્ટ્રેશન

    તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે કૌભાંડીઓએ નકલી અને બોગસ ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને હજારો ફર્જી જીએસટી રજિસ્ટ્રેશન મેળવ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં અધિકારીઓએ આવા ૧,૫૧૭ નકલી જીએસટી નંબરો શોધી કાઢ્યા હતા, જે બોગસ દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા હતા. આ નકલી શેલ કંપનીઓ કે યુનિટ્સ દ્વારા રૂ. ૯,૯૪૦ કરોડનું આઈટીસી ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં વર્ષ દરમિયાન ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૭ મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે.

    GST
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      અમેરિકાના Visa Bond નિયમો કડક, ભારતને મોટી રાહત; 50 દેશો પર સખ્તાઈ

      October 5, 2026

      GSTમાં મોટો ફેરફાર? ધરપકડની સત્તા પર સરકારનો મહત્વનો પ્રસ્તાવ

      October 5, 2026

      Everest જીરા પાવડર ખરીદ્યું છે? પહેલા બેચ નંબર ચેક કરી લો

      October 5, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.