Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»FSSAI એ બે જાણીતી કંપનીઓના લાયસન્સ કર્યા રદ્દ: ચોકલેટ અને એડિબલ ઓઇલ ફેક્ટરીમાં મળી ગંદકી, જીવજંતુઓ અને એક્સપાયર્ડ કલર્સ
    Business

    FSSAI એ બે જાણીતી કંપનીઓના લાયસન્સ કર્યા રદ્દ: ચોકલેટ અને એડિબલ ઓઇલ ફેક્ટરીમાં મળી ગંદકી, જીવજંતુઓ અને એક્સપાયર્ડ કલર્સ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarOctober 2, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગ્રાહકની એક ફરિયાદ બાદ FSSAI ના દરોડા: ગટરનું પાણી, ઉંદર અને અસ્વસ્થ પરિસ્થિતિ વચ્ચે બનતું હતું ખાદ્ય તેલ અને ચોકલેટ

    બજારમાંથી પેકેજ્ડ ખાદ્ય તેલ કે ઓનલાઈન ચોકલેટ ખરીદનારા ગ્રાહકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને જાગૃત કરનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ ખાદ્ય સુરક્ષાના કડક નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ બે જાણીતી ઉત્પાદક કંપનીઓના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. એફએસએસએઆઈ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન આ કંપનીઓના ઉત્પાદન એકમો (યુનિટ) માંથી કચરો, ગંદકી, જીવજંતુઓ, ગટરનું ગંદુ પાણી, બિલાડીનો મળ તેમજ એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા ફૂડ કલર્સ જેવી અનેક અસ્વસ્થ પરિસ્થિતિઓ મળી આવી હતી.

    The licences of FBOs M/s Shivam Agro and M/s TCF Chocolates & Gifts Pvt. Ltd. have been suspended with immediate effect following serious food safety violations identified during inspection.

    The action reinforces the importance of food safety, hygiene & regulatory compliance. https://t.co/sGHeyBUDjx

    — FSSAI (@fssaiindia) October 1, 2026

    FSSAI ની આકસ્મિક અને કડક કાર્યવાહી

    એફએસએસએઆઈની વિશેષ ટીમે ૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ‘મેસર્સ શિવમ એગ્રો’ અને ‘મેસર્સ ટીસીએફ ચોકલેટ્સ એન્ડ ગિફ્ટસ પ્રાઇવેટ લિમિટેડ’ સામે આ કડક પગલું ભર્યું છે. લાયસન્સ સસ્પેન્ડ રહેવા દરમિયાન બંને કંપનીઓને પોતાના તમામ વેપાર-ઉત્પાદન તાત્કાલિક ધોરણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં રહેલી તમામ ખામીઓ અને અસ્વસ્થ પરિસ્થિતિઓને દૂર કરીને સંપૂર્ણ સુધારા રિપોર્ટ (Compliances Report) જમા કરાવ્યા બાદ જ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

    ગ્રાહકની ફરિયાદ બાદ ચોકલેટ ફેક્ટરી પર દરોડા

    ટીસીએફ ચોકલેટ્સ એન્ડ ગિફ્ટસ પ્રા. લિમિટેડ સામે આ કડક કાર્યવાહી એક ગ્રાહકની સજાગતાને કારણે થઈ હતી. ગ્રાહકે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મંગાવેલી ચોકલેટની ગુણવત્તા ખરાબ હોવાની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અધિકારીઓએ જ્યારે ઉત્પાદન એકમની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારી ખામીઓ સામે આવી હતી:

    • અસ્વસ્થ વાતાવરણ: ચોકલેટ પ્રોસેસિંગ એરિયામાં ખુલ્લી ગટરો, બિલાડીનો મળ અને જીવજંતુઓ જોવા મળ્યા હતા. અગાઉની તપાસમાં આ યુનિટનો કમ્પ્લાયન્સ સ્કોર માત્ર ૧૪ ટકા જ નોંધાયો હતો.

    • એક્સપાયર્ડ કલર્સ અને કેમિકલ: ચોકલેટ બનાવવા માટે વપરાતા કેટલાક ફૂડ કલર્સ અને ફ્લેવર્સની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. વળી, કાચા માલની સંગ્રહ જગ્યા નજીક જ સફાઈ માટેના કેમિકલ્સ રાખવામાં આવ્યા હતા.

    • બિન-પ્રમાણિત પાઈપ અને સ્ટાફ સફાઈ: ચોકલેટ લિક્વિડ ટ્રાન્સફર કરવા માટે વપરાતા પ્લાસ્ટિકના પાઈપ ‘ફૂડ-ગ્રેડ’ માન્યતા પ્રાપ્ત નહોતા. કર્મચારીઓની વ્યક્તિગત સફાઈ, મેડિકલ ચેકઅપ, પેસ્ટ કંટ્રોલ અને લેબ ટેસ્ટિંગના મહત્વપૂર્ણ રેકોર્ડ પણ ગાયબ હતા.

    એડિબલ ઓઇલ બનાવતી ‘શિવમ એગ્રો’ માં ગંભીર બેદરકારી

    બીજી તરફ, ખાદ્ય તેલ (Edible Oil) નું ઉત્પાદન કરતી ‘શિવમ એગ્રો’ ની ફેક્ટરી પરિસરમાં પણ સુરક્ષા અને સફાઈના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન સમગ્ર ફેક્ટરી પરિસરમાં ગટરનું દૂષિત પાણી ભરાયેલું હતું. જગ્યા જગ્યાએ માખીઓ, કચરાના ઢગલા અને કરોળિયાના જાળા મળ્યા હતા.

    તેલ પ્રોસેસિંગ અને પેકિંગ સેક્શનમાં ઉંદરોનો ઉપદ્રવ હતો અને પેસ્ટ કંટ્રોલની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. સૌથી ગંભીર બાબત એ હતી કે તેલના બ્લેન્ડિંગ (મિશ્રણ) માટે કાટ લાગેલા લોખંડના ટેન્ક અને વાસણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે સીધું ઝેર સમાન બની શકે છે. FSSAI ની આ કાર્યવાહીથી ભેળસેળિયા અને અસ્વસ્થ ખોરાક બનાવતા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.

    #FoodSafetyAlert FSSAI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      દૂધના ભાવમાં ફરી થશે વધારો? ડેરી ખેડૂતોએ પ્રતિ કિલો ₹4 ભાવ વધારવાની કરી માગ, સરકારને આપી ચીમકી

      November 24, 2026

      હોમ લોન ચૂકવી દીધી, છતાં SBIએ દસ્તાવેજો ન આપ્યા! 70 વર્ષના વૃદ્ધને મળશે ₹60 લાખનું વળતર

      November 23, 2026

      હવે UPIથી ATMની જેમ ઉપાડી શકાશે PFના પૈસા! EPFO 3.0માં મોટો ફેરફાર, કરોડો કર્મચારીઓને મળશે રાહત

      November 23, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.