Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»દૂધના ભાવમાં ફરી થશે વધારો? ડેરી ખેડૂતોએ પ્રતિ કિલો ₹4 ભાવ વધારવાની કરી માગ, સરકારને આપી ચીમકી
    Business

    દૂધના ભાવમાં ફરી થશે વધારો? ડેરી ખેડૂતોએ પ્રતિ કિલો ₹4 ભાવ વધારવાની કરી માગ, સરકારને આપી ચીમકી

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarNovember 24, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દૂધના ભાવમાં થશે મોટો વધારો? ડેરી ખેડૂતોએ પ્રતિ કિલો ₹4 વધારાની કરી માગ

    દેશમાં મોંઘવારી વચ્ચે હવે સામાન્ય લોકોના રસોડાનું બજેટ વધુ બગડી શકે છે. આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો થવાની શક્યતા ઊભી થઈ છે. પંજાબના ડેરી ખેડૂતોના સંગઠન પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન (PDFA)એ દૂધની ખરીદીના ભાવમાં તાત્કાલિક પ્રતિ કિલો ઓછામાં ઓછા 4 રૂપિયાનો વધારો કરવાની માગ કરી છે. આ માગને લઈને સંગઠને લુધિયાણાના ડેપ્યુટી કમિશનર કાર્યાલયમાં મુખ્યમંત્રી ભગવંત માનના નામે આવેદનપત્ર પણ સોંપ્યું છે. સંગઠને સરકારને 5 ડિસેમ્બર 2026 સુધીનો સમય આપ્યો છે. જો માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

    પશુઆહારથી લઈને દવાઓ સુધીના ખર્ચમાં મોટો વધારો

    ડેરી ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પશુઓના પાલન પાછળ થતો ખર્ચ સતત વધી રહ્યો છે. પશુઆહાર, મકાઈ, સોયાબીન મીલ, સરસવની ખોળ, લીલો ચારો અને પશુઓની દવાઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. PDFAના પ્રમુખ દલજીત સિંહ ગિલના જણાવ્યા અનુસાર, મકાઈનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 2,100 રૂપિયાથી વધીને 3,300 રૂપિયા થયો છે. જ્યારે સોયાબીન મીલનો ભાવ 4,500 રૂપિયાથી વધીને 7,000 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત સરસવની ખોળ અને અન્ય જરૂરી વસ્તુઓ પણ મોંઘી થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.

    ડાંગરના પરાળ અને પોષક તત્ત્વોના ભાવમાં પણ ઉછાળો

    પશુઓના આહાર માટે ઉપયોગમાં લેવાતા ડાંગરના પરાળના ભાવમાં પણ મોટો વધારો થયો છે. અગાઉ જે પરાળ પ્રતિ ક્વિન્ટલ 350 રૂપિયામાં મળતો હતો, તેનો ભાવ હવે વધીને 1,300 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, પશુઓ માટે જરૂરી પોષક તત્ત્વોની કિંમતોમાં પણ અંદાજે 50 ટકાનો વધારો નોંધાયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ તમામ ખર્ચને કારણે દૂધ ઉત્પાદન મોંઘું બન્યું છે. જો દૂધની ખરીદીના ભાવમાં યોગ્ય વધારો નહીં થાય, તો ડેરી વ્યવસાય ચલાવવો ખેડૂતો માટે મુશ્કેલ બની શકે છે.

    ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલાય છે, ખેડૂતોને લાભ નહીં!

    PDFAનો આરોપ છે કે દૂધના બજારભાવમાં વધારો થવા છતાં તેનો યોગ્ય લાભ દૂધ ઉત્પાદકોને મળતો નથી. સંગઠનના જણાવ્યા અનુસાર, મિલ્કફેડ અને ખાનગી દૂધ કંપનીઓએ ગ્રાહકો માટે દૂધના છૂટક વેચાણભાવમાં પ્રતિ લિટર 4થી 6 રૂપિયાનો વધારો કર્યો છે. પરંતુ દૂધ સપ્લાય કરતા ખેડૂતોને મળતી ખરીદીની કિંમતમાં તે પ્રમાણે વધારો કરવામાં આવ્યો નથી. પરિણામે એક તરફ ગ્રાહકોને મોંઘું દૂધ ખરીદવું પડે છે, તો બીજી તરફ ખેડૂતોને ઉત્પાદન ખર્ચની સરખામણીમાં યોગ્ય આવક મળતી નથી.

    અન્ય રાજ્યોમાં ખેડૂતોને સબસિડી, પંજાબમાં મદદ નહીં મળવાનો આરોપ

    ડેરી ખેડૂતોના સંગઠને અન્ય રાજ્યોની સરખામણી કરીને પંજાબ સરકારની નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. PDFAના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં ખેડૂતોને પ્રતિ કિલો 7 રૂપિયા, હરિયાણામાં 5 રૂપિયા અને હિમાચલ પ્રદેશમાં 6 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. જ્યારે પંજાબમાં દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી અને ખેડૂતોને આર્થિક સહાય પણ મળી નથી. સંગઠનનું કહેવું છે કે પંજાબના ડેરી ખેડૂતોને પણ અન્ય રાજ્યોની જેમ રાહત મળવી જોઈએ.

    બ્રીડિંગ પોલિસી પાછી ખેંચવાની પણ માગ, 5 ડિસેમ્બર સુધી અલ્ટિમેટમ

    દૂધના ભાવ વધારવા ઉપરાંત PDFAએ પંજાબ સરકારની બ્રીડિંગ પોલિસી પાછી ખેંચવાની માગ પણ કરી છે. સંગઠનનો આરોપ છે કે આ નીતિના નિયમોને કારણે ગાય અને ભેંસોની સારી ઓલાદ તૈયાર કરવાની પ્રક્રિયા મુશ્કેલ બની રહી છે. કૃત્રિમ ગર્ભાધાન માટે જરૂરી કર્મચારીઓ પર નિયંત્રણ, સીમેન સ્ટોરેજના નિયમો, વધારાનો ખર્ચ અને કાગળની કાર્યવાહી ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. એંબ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીના અમલ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હવે 5 ડિસેમ્બર 2026 સુધી સરકાર શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર રહેશે. જો માગણીઓ નહીં સંતોષાય તો સરકાર અને મિલ્ક પ્લાન્ટ્સ સામે આંદોલન શરૂ થઈ શકે છે.

    #DairyFarmers #MilkPriceHike
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      પોસ્ટ ઓફિસની આ સરકારી સ્કીમમાં મળશે 7.50% સુધી વ્યાજ! ₹11.50 લાખનું રોકાણ કરશો તો 5 વર્ષમાં મળશે ₹5 લાખથી વધુની કમાણી

      November 24, 2026

      શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો મોટો દાવ! ITCથી લઈને HDFC બેંક સુધી આ 10 શેરોમાં ફંડ મેનેજર્સે ઠાલવ્યા હજારો કરોડ રૂપિયા

      November 24, 2026

      બેંક એકાઉન્ટ ખાલી થતું બચાવશે RBIનું નવું ‘Stop Switch’ ફીચર!

      November 24, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.