Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»HEALTH-FITNESS»મે મહિનામાં જ પારો 40 ડિગ્રીને પાર, શું તમારી વધુ પડતી થાક કોઈ બીમારીનો સંકેત છે?
    HEALTH-FITNESS

    મે મહિનામાં જ પારો 40 ડિગ્રીને પાર, શું તમારી વધુ પડતી થાક કોઈ બીમારીનો સંકેત છે?

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 15, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગરમીમાં થાકને હળવાશથી ન લો: ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ અને બચાવના ઉપાયો

    મે મહિનો હજુ પૂરો થયો નથી ત્યાં જ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. જૂન અને જુલાઈ જેવી કાળઝાળ ગરમી અત્યારથી જ અનુભવાઈ રહી છે. બપોરના સમયે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી રહ્યું છે, જેના કારણે પરસેવો અને અસહ્ય બફારાએ લોકોની હાલત કફોડી કરી દીધી છે. આ આકરી ગરમી માત્ર અગવડતા જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર પડકારો પણ લાવી રહી છે.

    શું તમે પણ વધુ પડતો થાક અનુભવો છો?

    ઉનાળામાં સામાન્ય થાક લાગવો એ સ્વાભાવિક છે, પરંતુ જો તમે નીચે મુજબના ફેરફારો અનુભવી રહ્યા હોવ, તો તેને અવગણવાની ભૂલ કરશો નહીં:

    • કોઈપણ ભારે કામ કર્યા વગર પણ અત્યંત અશક્તિ લાગવી.

    • થોડાક જ પગથિયાં ચઢવાથી શ્વાસ ફૂલવા માંડવો.

    • હાથ-પગમાં સતત દુખાવો રહેવો.

    • ચક્કર આવવા અથવા માથું ભારે લાગવું.

    ડોક્ટરોના મતે, આ માત્ર ગરમીની અસર નથી, પરંતુ તમારા શરીર પર વધી રહેલા બોજ અને શરીરમાં છુપાયેલી કોઈ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

    શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની અછત અને ડિહાઇડ્રેશન

    ઉનાળામાં પરસેવા દ્વારા શરીરના મહત્વના ઇલેક્ટ્રોલાઇટ્સ બહાર નીકળી જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો તરસ લાગે ત્યારે જ પાણી પીએ છે, જે એક મોટી ભૂલ છે. જ્યારે તમને તરસ લાગે છે, ત્યારે તમારું શરીર પહેલેથી જ ડિહાઇડ્રેશનનો શિકાર બની ચૂક્યું હોય છે. પાણીની ઉણપને કારણે લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે અને હૃદય પર દબાણ વધે છે, જે થાક અને નબળાઈનું મુખ્ય કારણ બને છે.

    ડોક્ટરોની ખાસ સલાહ: ‘પીક હીટ’ થી બચો

    બપોરે 11 થી 3 વાગ્યા દરમિયાન ગરમી તેની ચરમસીમાએ હોય છે. ડોક્ટરો આ સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપે છે.

    સ્વાસ્થ્ય જાળવવા માટેના ઉપાયો:

    1. તરસની રાહ ન જુઓ: દર કલાકે થોડું થોડું પાણી પીતા રહો.

    2. કુદરતી પીણાં: માત્ર સાદું પાણી જ નહીં, પણ લીંબુ શરબત, નાળિયેર પાણી કે છાશનું સેવન કરો જેથી શરીરમાં ક્ષારનું પ્રમાણ જળવાઈ રહે.

    3. મેડિકલ ચેકઅપ: જો પૂરતા આરામ અને પાણી પીવા છતાં થાક દૂર ન થતો હોય, તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો, કારણ કે તે એનિમિયા અથવા હૃદય સંબંધિત સમસ્યાના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      આયુષ્માન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર! 112 પ્રકારની બીમારીઓની સારવાર હવે સરકારી હોસ્પિટલોમાં જ થશે, જાણો સંપૂર્ણ યાદી

      November 13, 2026

      રાત્રે સૂતી વખતે Air Purifier ચાલુ રાખવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે? નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો

      November 12, 2026

      ફેટી લિવરથી છુટકારો મેળવવો છે? ચાલવું, યોગ કે HIIT, જાણો કઈ કસરત લિવરમાંથી ચરબી ઘટાડવામાં સૌથી અસરકારક છે

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.