Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»HEALTH-FITNESS»Coffee-Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણી ઘટે છે? જાણો સત્ય
    HEALTH-FITNESS

    Coffee-Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણી ઘટે છે? જાણો સત્ય

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 2, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Coffee-Dehydration Myths: કોફી પીનારાઓ માટે ખાસ ટિપ્સ: કેટલી કોફી છે સુરક્ષિત?

    કોફી વિશ્વના સૌથી લોકપ્રિય પીણાંમાંનું એક છે. સવારની શરૂઆતથી લઈને ઓફિસના લાંબા કામકાજના કલાકો સુધી લાખો લોકો દરરોજ કોફી પીવે છે. પરંતુ કોફી સાથે એક જૂની માન્યતા હંમેશા જોડાયેલી રહી છે કે તે શરીરને ‘ડિહાઇડ્રેટ’ (પાણીની અછત) કરે છે. લોકો માને છે કે કોફી પીવાથી વારંવાર પેશાબની સમસ્યા થાય છે અને તે શરીરમાંથી પાણી ખેંચી લે છે. જોકે, આધુનિક સંશોધનો અને સ્વાસ્થ્ય નિષ્ણાતો આ માન્યતાને મોટાભાગે પાયાવિહોણી ગણાવે છે.

    સંશોધનો શું કહે છે?

    હાલના સંશોધનોમાં કોફી પીનારાઓ અને માત્ર પાણી પીનારાઓના સ્વાસ્થ્યની સરખામણી કરવામાં આવી હતી. પરિણામોમાં એવું જાણવા મળ્યું છે કે બંને કેટેગરીના લોકોના શરીરમાં પાણીના સ્તરમાં કોઈ ખાસ મોટો તફાવત જોવા મળ્યો ન હતો. આ સાબિત કરે છે કે સામાન્ય માત્રામાં કોફી પીવાથી શરીર ડિહાઇડ્રેટ થતું નથી.

    કેફીન અને ડાયરેક્ટિક ઇફેક્ટ

    કોફીમાં રહેલા કેફીનને ‘હળવું ડાયરેક્ટિક’ માનવામાં આવે છે, જે પેશાબનું પ્રમાણ વધારી શકે છે. પરંતુ આ માન્યતા જૂના સંશોધનો પર આધારિત છે, જેમાં ખૂબ જ વધુ માત્રામાં કેફીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં એવા લોકો સામેલ હતા જેઓ નિયમિત કોફી પીનારા ન હતા. આજના સમયના સંશોધનો દર્શાવે છે કે જે લોકો નિયમિત કોફી પીવે છે, તેમનું શરીર કેફીનની આ અસર સાથે ટેવાઈ જાય છે. પરિણામે, શરીરમાં પ્રવાહીનું નુકસાન ખૂબ ઓછું થઈ જાય છે.

    કેટલી કોફી પીવી સુરક્ષિત છે?

    સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, એક સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં લગભગ 3 થી 4 કપ કોફી પીવી સામાન્ય રીતે સુરક્ષિત છે. આટલી માત્રામાં કોફી પીવાથી શરીરમાં હાઇડ્રેશન લેવલ કે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન પર કોઈ નકારાત્મક અસર પડતી નથી. એટલે કે, મર્યાદિત માત્રામાં કોફી પીવાથી શરીરને કોઈ ખાસ નુકસાન થતું નથી અને તે શરીરની દૈનિક પ્રવાહીની જરૂરિયાતમાં પણ થોડો ફાળો આપી શકે છે.

    ચેતવણીના સંકેતો અને વધુ પડતી માત્રા

    જો કોઈ વ્યક્તિ દરરોજ 400 થી 500 મિલિગ્રામથી વધુ કેફીન લે છે, તો તેના નકારાત્મક પરિણામો આવી શકે છે. તેમાં ગભરાટ, હૃદયના ધબકારા વધવા, ઊંઘમાં ખલેલ, એસિડિટી અને પાચનની સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેથી, કોફીનું સેવન હંમેશા સંતુલિત માત્રામાં કરવું જોઈએ.

    Coffee

    સાચી કોફી કેવી રીતે પસંદ કરવી?

    માત્ર માત્રા જ નહીં, કોફીનો પ્રકાર પણ મહત્વનો છે. બજારમાં મળતી ઘણી કોફી ડ્રિંક્સમાં ક્રીમ, સિરપ, વ્હિપ્ડ ટોપિંગ અને વધુ પડતી ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. આવી કોફીમાં કેલરી અને સુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે તેના સંભવિત સ્વાસ્થ્ય લાભોને ઘટાડી શકે છે. નિષ્ણાતો ‘બ્લેક કોફી’ ને શ્રેષ્ઠ વિકલ્પ માને છે કારણ કે તેમાં વધારાની ખાંડ કે કેલરી હોતી નથી.

    કોફી ક્યારેય પાણીનું સ્થાન લઈ શકતી નથી. ગરમ વાતાવરણ, કસરત, બીમારી કે લાંબા સમય સુધી કામ કરતી વખતે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું અનિવાર્ય છે. કોફીને આનંદ અને સ્ફૂર્તિ માટે પીવો, પરંતુ હાઇડ્રેશન માટે પાણીને પ્રાથમિકતા આપો.

    Coffee-Dehydration Myths
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      આયુષ્માન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર! 112 પ્રકારની બીમારીઓની સારવાર હવે સરકારી હોસ્પિટલોમાં જ થશે, જાણો સંપૂર્ણ યાદી

      November 13, 2026

      રાત્રે સૂતી વખતે Air Purifier ચાલુ રાખવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે? નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો

      November 12, 2026

      ફેટી લિવરથી છુટકારો મેળવવો છે? ચાલવું, યોગ કે HIIT, જાણો કઈ કસરત લિવરમાંથી ચરબી ઘટાડવામાં સૌથી અસરકારક છે

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.