Author: Shukhabar Desk

બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષના સમયગાળામાં જ ભારતીય રેલવેએ ૨૮૦૦ કરોડ રૂપિયાથી વધારાની કમાણી કરી નાખી. એક આરટીઆઈ (આરટીઆઈ) ના જવાબમાં આ માહિતી સામે આવી હતી. સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (સીઆરઆઈએસ) દ્વારા મળેલા એક જવાબમાં જાણકારી મળી કે સુધારેલા માપદંડને લીધે રેલવેને ૨૦૨૨-૨૩ દરમિયાન જ ૫૬૦ કરોડની અધધધ. કમાણી થઈ હતી. આ રીતે આ સૌથી વધુ નફાકારક વર્ષ બની ગયો. રેલવે મંત્રાલય હેઠળ આવતું સીઆરઆઈએસટિકિટ અને યાત્રીઓ, માલવહન સેવાઓ, રેલવે યાતાયાત નિયંત્રણ અને સંચાલન જેવા મુખ્ય ક્ષેત્રોમાં આઈટી સમાધાન ઉપલબ્ધ કરાવે છે. રેલવે મંત્રાલયે ૩૧ માર્ચ, ૨૦૧૬ના રોજ જાહેરાત કરી હતી કે રેલવે ૫ થી ૧૨…

Read More

બેંગલુરુના એક બાયોલોજિકલ પાર્કમાં ખુબ જ ચેપી વાયરસ ફેલાયાની ઘટના સામે આવી છે જેમાં સાત દીપડાના બચ્ચાના મોત થયા છે. આ કારણે પાર્કમાં ફફ્ડાટ ફેલાયો છે. અધિકારીઓએ ગઈકાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ફેલિન પેનલ્યુકોપેનિયા બિલાડિઓનો એક વાયરલ રોગ છે જે પર્વોવાયરસથી ફેલાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિલાડીના બચ્ચાઓ તેનાથી વધુ પ્રભાવિત થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રથમ કેસ ૨૨મી ઓગસ્ટના રોજ સામે આવ્યો હતો, જે સાત દીપડાના બચ્ચાના મોત થયા છે તે ત્રણથી આઠ મહીનાના હતા અને તેમને રસી આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત થયુ હતું. આ ઉપરાંત બાયોલોજિકલ પાર્કના એક્ઝક્યુટિવ ડાયરેક્ટર…

Read More

અયોધ્યાના રામ મંદિરના દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત ૧૦ દરવાજાઓના ફિટિંગની ટ્રાયલ પણ પૂરી થઇ ગઈ છે. સોનાના જડતરના કારીગરોએ દરવાજાની ફિટિંગનું પરીક્ષણ પણ કર્યું હતું. અત્યાર સુધી જે દરવાજાઓનું નિર્માણ થઇ ચુક્યું છે તેમના પર સોનું લગાવવા માટે મોલ્ડિંગ બનાવવાનું પણ શરુ કરી દેવાયું છે. મોલ્ડિંગ પહેલા આ દરવાજા પર કોતરણીનું કામ કરવામાં આવ્યું છે. જે પછી સોનું લગાવવા માટે દરવાજા પર મોલ્ડ બનાવવામાં આવી રહ્યા છે. આ કામ દિલ્હીના ચાર કારીગરો કરી રહ્યા છે. દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ નવેમ્બર મહિનામાં પૂરું થઇ જશે. આ સાથે જ…

Read More

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ ની નવી નકલોની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો હતા જ નહીં. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો જે અમને ૧૯ સપ્ટેમ્બરે અપાઈ હતી તેની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો નહોતા. અમે આ નકલો અમારા હાથમાં લઈને સંસદમાં પ્રવેશ્યા હતા. અમે જાણીએ છીએ કે આ શબ્દો વર્ષ ૧૯૭૬માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જાે આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો તેમાં સામેલ નથી, તો તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સરકારના ઈરાદા પર…

Read More

ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ૨૦૨૧માં યુનાઇટેડ અરબ અમીરાત(યુએઈ)માં રમાયેલી ટી-૧૦ લીગ દરમિયાન ફિક્સિંગ બાબતે ૩ ભારતીયો સહીત ૮ લોકો સામે આરોપ લાગ્યા છે, સાથે સાથે કેટલાક અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જે ભારતીયોના નામ સામેલ છે તેમાં ૨ ટીમના માલિક છે. આ સિવાય બાંગ્લાદેશ ટીમના પૂર્વ ખેલાડી નાસિર હુસૈનનું નામ પણ આ યાદીમાં છે. ફિક્સિંગની પ્રવૃતિઓમાં સંડોવાયેલા ભારતીયોમાં આ લીગમાં રમી રહેલી ટીમ પુણે ડેવિલ્સના સહમાલિક પરાગ સંઘવી અને કૃષ્ણ કુમારનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રીજાે ભારતીય સની ઢીલ્લોન છે જે ટીમનો બેટિંગ…

Read More

કાશ્મીરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આતંકવાદ ફેલાયા બાદ પ્રથમ વખત અહીં ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના હબ્બા કદલ વિસ્તારમાં આવેલા ગણપતિયાર મંદિરમાં સૌથી મોટા ઉત્સવ અને પૂજાનું આયોજન થયું હતું. કાશ્મીરી પંડિત નેતા સંજય ટીકકૂએ જણાવ્યું હતું કે, ‘ગણેશ ભગવાનન જન્મદિવસ પર મંદિરમાં હવાનની સાથે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેવી રીતે મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે તેવી રીતે જ આજે કાશ્મીરમાં પણ વિનાયક ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના દિવેસ સિદ્ધિવિનાયક મંદિરમાં અમે એક યજ્ઞ કરીએ છીએ જે લગભગ ૧૨થી ૧૪ કલાક સુધી…

Read More

મધ્ય પ્રદેશમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ સતત સત્તાધારી પાર્ટી બીજેપી પર ભારે પડતી નજર આવી રહી છે. રોજ કોઈકને કોઈક બીજેપી નેતા-કોંગ્રેસ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ગઢમાં મોટું ભંગાણ પાડ્યું છે. આજે બુંદની વિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે. મધ્યપ્રદેશમાં પક્ષપલટાની રાજનીતિમાં આજે કોંગ્રેસ માલવા-મહાકૌશલ ક્ષેત્રમાં ભાજપમાં ભંગાણ પાડવા જઈ રહી છે. પક્ષપલટાના સિલસિલામાં આજે બીજેપીથી અસંતુષ્ટ નેતા અને કાર્યકર્તા પ્રેદશ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે. પીસીસી ચીફ કમલનાથ મહાકૌશલ, નર્મદાપુરમ અને માલવા વિસ્તારના અસંતુષ્ટ ભાજપના સભ્યોને પીસીસી કાર્યાલયમાં કોંગ્રેસની સદસ્યતા અપાવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની બુદની વિધાનસભામાંથી કોંગ્રેસની સદસ્યતા…

Read More

દિલ્હીમાં નવા સંસદ ભવનની જેમ જ હવે ઉત્તરપ્રદેશ માં પણ નવી વિધાનસભા બનાવવાનો ર્નિણય લેવાયો છે. માહિતી અનુસાર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીની જયંતિ પર નવા વિધાનસભા ભવનની આધારશિલા મૂકાઈ શકે છે. તેના નિર્માણ કાર્ય માટે આશરે ૩૦૦૦ કરોડનો ખર્ચો કરાશે. માહિતી અનુસાર આ વિધાનસભાના નવા ભવનનું નિર્માણ નિરામન દારુલશફા અને આજુબાજુના ક્ષેત્રોને મિલાવીને કરાશે. યોગી સરકાર રાજધાની લખનઉમાં નવી વિધાનસભા બનાવશે. આ વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં જ નવી વિધાનસભાનો પાયો નખાઈ શકે છે અને ૨૦૨૭ સુધી નિર્માણકાર્ય પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. સરકાર ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અટલ બિહારી વાજપાયીના જન્મદિવસે પીએમ મોદીના હસ્તે તેનો શિલાન્યાસ કરાવવા માગે છે.…

Read More

સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભામાં મહિલા અનામત એટલે કે નારી શક્તિ વંદન એક્ટ અંગે ચર્ચા ચાલી રહી છે. હાલમાં નવી સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી રહી છે અને આશા છે કે આ બિલ પણ પસાર થઈ જશે. એક તરફ મહિલાઓ માટે અનામતની વાતો થાય છે તો બીજી તરફ દેશના મોટાભાગના રાજ્યોમાં એક મહિલા મુખ્યમંત્રી પણ નથી. આવો જાણીએ આઝાદી પછી દેશમાં કેટલી મહિલાઓ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી બની છે. મહિલા રાષ્ટ્રપતિ : જાે આપણે મહિલા રાષ્ટ્રપતિ બનવાની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી માત્ર બે જ મહિલાઓ આ પદ માટે ચૂંટાઈ છે. દેશના પ્રથમ મહિલા…

Read More

વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની મેટાના માલિક માર્ક ઝકરબર્ગ વર્ષોથી ભારતના આફરીન છે. કેમ ન પણ હોય ? કોઈપણ કંપની માટે વિશ્વનું સૌથી મોટું બજાર, ભારતમાં ધંધો ચલાવવો હોય તો ભારતને કેન્દ્ર સ્થાને રાખવું આવશ્યક જ છે. ફરી એક વખત ભારતના વખાણ કરતા માર્કે ભારતને વિશ્વ નેતા ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજી અપનાવવામાં સૌથી આગળ છે. મેટાનો જ એક ભાગ, મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્‌સએપે બુધવારે એક ઇવેન્ટમાં પેમેન્ટ સોલ્યુશન્સ અને અન્ય ઘણા ફીચર્સ લોન્ચ કર્યા હતા. સીઈઓ માર્ક ઝકરબર્ફગે મુંબઈમાં આયોજિત વોટ્‌સએપ કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધિત કરતા માર્કે ભારતના વખાણ કર્યા હતા. તેમણે ભારતના ડિજિટલ પેમેન્ટ…

Read More