Author: Shukhabar Desk

બનાસકાંઠાના લાખણીમાં ઝેરી દવા પી જતા સારવાર હેઠળ રહેલી કિશોરીનુ મોત નિપજ્યુ છે. કિશોરી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. કિશોરી એક યુવકના સંપર્કમાં આવી હતી. જે યુવકે બર્થડે પાર્ટીના બહાને કિશોરીની અશ્લીલ તસ્વીરો લઈ લીધી હતી. જેના બાદ યુવકે કિશોરીની અશ્લીલ તસ્વીરો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેનાથી કંટાળી જઈને કિશોરીએ આખરે ઝેરી દવા પી જઈને મોતને વહાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠાના લાખણીમાં ઝેરી દવા પી જતા સારવાર હેઠળ રહેલી કિશોરીનુ મોત નિપજ્યુ છે. કિશોરી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. કિશોરી એક યુવકના સંપર્કમાં આવી હતી. જે યુવકે બર્થડે પાર્ટીના બહાને કિશોરીની અશ્લીલ તસ્વીરો લઈ લીધી હતી. જેના બાદ…

Read More

ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે. ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા ચૂકવ્યા વિના કોઈ સરકારી કામ ગ્રામ્ય વિસ્તારમાં આગળ ના વધતુ હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બને એ સપનુ જાેઈ રહ્યુ એને પણ નહીં છોડતો તલાટી ઝડપાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો ચૂકવવા માટે થઈને લાંચની માંગણી કરતા આખરે એસીબીએ છટકામાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે. ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા ચૂકવ્યા વિના કોઈ સરકારી કામ ગ્રામ્ય વિસ્તારમાં…

Read More

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. ત્યારે ૮ દિવસમાં ડેન્ગ્યુનાં ૧૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ડેન્ગ્યુનાં કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યંિ થયું છે. ત્રણ દિવસમાં ડેન્ગ્યુથી ૨ દર્દીઓનાં મૃત્યું થયા છે. ત્યારે ૧૦ દિવસની ડેન્ગ્યુની સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોંગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. આ બાબતે એએમસીનાં આરોગ્ય અધિકારી ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસ બાબતે સાદા મેલેરિયાનાં ૧૨ કેસ, ડેન્ગ્યુનાં ૧૧૦…

Read More

ભરૂચ અને અંકલેશ્વરને જાેડતો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે સુસાઇડ પોઇન્ટ બન્યો હોવાની સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લા ૨૦ દિવસમાં ચાર જેટલા લોકોએ પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીનો સ્થાનિક માછીમારો અને સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકી દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જાેકે ૪ લોકો પૈકી હજુ પણ ૨ લોકોના મૃતદેહ હજી સુધી મળ્યા નથી. ભરૂચ અને અંકલેશ્વરને જાેડતો નર્મદા મૈયા બ્રિજ ૨૦૨૧ માં લોકોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ૨૦૨૧થી લઈને ૨૦૨૩ સુધીમાં આ બ્રિજ ઉપરથી ૨૫ થી ૩૦ જેટલા લોકોએ નર્મદા નદીમાં છલાંગ લગાવીને મોતને…

Read More

જૂનાગઢના કેશોદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ચકચારીત ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ વિસ્તારની ખાનગી શાળાના બસના ડ્રાઈવરની કરતૂતથી સમગ્ર પંથકમાં ફિટકાર વ્યાપી જવા પામી છે. બસ ચાલકે પહેલા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને ડરાવી, ધમકાવી દુષ્કર્મ આચર્યાની FIR નોંધાવવામાં આવી છે. ખાનગી શાળાની સ્કૂલ બસના ચાલકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વિગતો મુજબ બસ ચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ સગીરાને ડરાવી, ધમકાવી દુષ્કર્મ આચર્યાની હ્લૈંઇ નોંધાવી છે. બસ ચાલક કમલેશભાઈ ગોરડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ પોલીસે બસ ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.…

Read More

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે પોલીસ દ્વારા હાથ ધરેલ તપાસમાં ફરિયાદી વસીમ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તમામ ખોટા સાબિત થયા છે. ત્યારે વસીમની દુકાનમાં લૂંટનાં ઝ્રઝ્ર્‌ફ વાયરલ થયા હતા. જે બાદ લૂંટ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વસીમે કેટલાક બુકાની ધારકો ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ ધમકી ભર્યા પત્ર બાદ વસીમે વધુ એક ફરિયાદ પોલીસમાં કરી હતી. જેમાં વસીમ પુત્રી સાથે જતો હતો. ત્યારે બાઈક સવારે હુમલો કર્યાની ફરિયાદ વસીમે પોલીસ મથકે કરી હતી. જે બાબતે પોલીસ દ્વારા વસીમ દ્વારા કરાયેલ તમામ ફરિયાદોની પોલીસે…

Read More

જામનગર ખાતે આવેલ દરેડ ગામના વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો. રાજસ્થાની ગેંગ દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનું વેચાણ કરાતું હતું. પોલીસે રૂપિયા ૨૨.૬૯ લાખની કિંમતનો પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્‌યા હતા. રેન્જ આઈ જી અશોક કુમાર ચોંકી ઉઠ્‌યા હતા અને તમણે કડક કાર્યવાહી કરી જ્યાંથી ૫૪૦૦ બોટલ દારૂ પકડાયો તે વિસ્તારના PSI એમ. એ. મોરીને સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈને પોલીસ આલમમાં ચર્ચા જાગી છે. કેસની વિગત એવી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલ- ગાંધીનગરની ટીમ થોડા દિવસો અગાઉ રાજકોટમાંથી ૧૨૦…

Read More

મંગળવારે ગાઝામાં હમાસના બંદૂકધારીઓ અને ઇઝરાયેલી સૈનિકો વચ્ચે ભીષણ લડાઇઓ તીવ્ર થતાં મૃત્યુઆંક ૧૬૦૦ને વટાવી ગયો છે. હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલ તરફ ૫,૦૦૦ થી વધુ રોકેટ છોડ્યા પછી હજારો લોકો માર્યા ગયા અને ઘણાને ઘાયલ કર્યા હતા. ત્યાર પછી જેરુસલેમે ગાઝાને નાકાબંધી લાદીને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, હમાસના કાસમ બ્રિગેડ્‌સે ગાઝામાં નાગરિકો પરના દરેક ઇઝરાયલી હુમલા માટે એક ઇઝરાયેલી બંધકને ફાંસી આપવાની ધમકી આપી છે. શનિવારના રોજ થયેલા ઓચિંતા હુમલાએ ઇઝરાયલની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓને સંપૂર્ણપણે ચોંકાવી દીધી હતી, કારણ કે હમાસના સેંકડો બંદૂકધારીઓ સરહદની વાડમાં છીંડા પાડીને ઘૂસી આવ્યા હતા. ગાઝા પટ્ટીમાં આરોગ્ય મંત્રાલયે…

Read More

મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા કટિંગ ઝડપાયુ છે, ખેરાલુ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડબ્બા કટિંગનો ધંધો કરતાં ત્રણને ઝડપી પાડ્યા છે, આ ત્રણેય શેર બજારના નામે લોકોને લોભામણી લાલચ આપીને પોતાનો ધંધો ચલાવતા હતા. મળતી માહિતી પ્રમાણે, ખેરાલુમાં છેલ્લા કેટલાક સમયથી ડબ્બા કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો, જેની ખબર પોલીસે ખબર પડતાં, ખેરાલુ પોલીસે અચાનક રેડ કરી હતી, જેમાં ત્રણ આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અહીં શેર બજારના નામે લોકોને લોભામણી લાલચ આપીને મોટો ધંધો કરવામાં આવતો હતો. આરોપીએ આ ધંધામાં ડમી સીમ કાર્ડનો ઉપયોગ કરતાં હતા, તેઓ ડમી સીમ કાર્ડ ખરીદીને તે નંબરથી લોકોને શેર બજારની લોભામણી લાલચ આપતા હતા.…

Read More

૪૦ વર્ષીય ચંદ્રિકા સિધ્ધપરાનું રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ તુલસી હોટલ પાસે રોડ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે. ગાય આડી ઉતરતા મૃતકના પતિ મનુ સિદ્ધપરા દ્વારા મોટર સાયકલ પર કાબુ ગુમાવવામાં આવતા દંપતી મોટરસાયકલ સહિત રોડ પર પટકાયું હતું. જેના કારણે પત્ની ચંદ્રિકા સિધ્ધપરાને માથાના પાછળના ભાગમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ પતિ મનું સિધ્ધપરાને ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઈ રમેશ ભેસાણીયા (ઉવ.૪૦) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બનેવી મનુ સિદ્ધપરા વિરુદ્ધ ipc ૩૦૪a, ૨૭૯, ૩૩૭, ૩૩૮ તેમજ મોટર…

Read More