એક ૩૩ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે ૧૦. ૧૩ લાખની ઉચાપત કરવા બદલ ત્રણ મહિલા સહિત છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર તેને અલથાણમાં નવા ખોલવામાં આવેલા સ્પામાં સારી સેવાઓની લાલચ આપવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વિરેન્દ્ર ઉર્ફે રામ કાકડિયા નામના એક વ્યક્તિની ધરપકડ કરીને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૯ જૂને વીરેન્દ્રએ પીડિતને વોટ્સએપ પર ફોન કરીને કહ્યું કે તેણે વીઆઈપી રોડ પર નવું સ્પા ખોલ્યું છે અને તે નવી સુવિધાઓ સાથે તૈયાર છે. જ્યારે પીડિત ત્યાં ગયો ત્યારે એક વ્યક્તિ તેને બે માળની રહેણાંક બિલ્ડિંગના એપાર્ટમેન્ટમાં લઈ ગયો. ત્યાં…
Author: Shukhabar Desk
ફ્લાઈટમાં પેસેન્જરોની તબિયત લથડતા ઘણીવાર ગંભીર સમસ્યા ઉદ્ભવી શકે છે. તેવામાં દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં અચાનક એક પેસેન્જરને ગભરામણ શરૂ થઈ અને સ્વેટિંગ ચાલુ થઈ ગયું હતું. જાેતજાેતામાં તેના હાર્ટબિટ્સ લો થતા ગયા હતા. પલ્સ રેટમાં ફેરફાર થતાં ફ્લાઈટમાં પેસેન્જરને બચાવવા માટે ક્રૂ મેમ્બર્સ સહિત એક મહિલા પેસેન્જર કે જે વ્યવસાયે ડોકટર પણ છે તેઓ મદદ કરવા માટે પહોંચ્યા હતા. વડોદરા શહેરમાં રહેતા ડો. દિવ્યા માથુર એનેસ્થેસિયોલોજિસ્ટ છે. તેમણે તાત્કાલિક સારવાર શરૂ કરતા પેસેન્જરને હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો જણાયા હતા, ત્યારપછી ઉપચાર શરૂ કરતા જાેવાજેવી થઈ હતી. સોમવારે વડોદરા શહેર સ્થિત એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. દિવ્યા માથુરે દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં…
રાજ્યમાં માત્ર સપ્તાહમાં જ સિઝનનો ૧૯ ટકા, કચ્છ-સૌરાષ્ટ્રમાં ૩૯ ટકા વરસાદ ૧૫મી જૂને ગુજરાતના દરિયાકિનારે બિપોરજાેય વાવાઝોડું (ચક્રવાત બિપરજાેય) ત્રાટક્યું હતું અને આ સાથે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે. ૧૧થી ૧૮ જૂન તેમ માત્ર એક અઠવાડિયામાં ગુજરાતમાં સીઝનનો ૧૯ ટકા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૯ ટકા વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ‘અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બિપોરજાેય લેન્ડફોલ પહેલા, તે દરિયમાન અને બાદમાં ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને જામનગર જેવા ક્ષેત્રોમાં વરસાદ લઈને આવ્યું હતું. સોમવાર સુધીમાં રાજ્યમાં ૧૮.૭ ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં ૩૮.૮ ટકા મોસમી વરસાદ થયો છે.…
મધ્યપ્રદેશમાં ટ્રેન ઊથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, મોટો અકસ્માત ટળ્યો મધ્યપ્રદેશમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બદમાશોએ પાટામાંથી ૧૫૮ ચાવીઓ કાઢી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે… એટલું જ નહીં બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ૩૭ના લોક ખોલી નાખવાની ઘટના બની છે. જાેકે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા ટ્રેનનો મોટો અકસ્માત ટળ્યો છે. મળતા અહેવાલો મુજબ મધ્યપ્રદેશનાં સતનામાં મોટો ટ્રેન એકસ્માત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ ઘટના સતનાના ઉચેહરા નજીક પિપરીકલાથી કુંદરહરીના મુંબઈ-હાવડા રેલવે માર્ગ પર બની છે. મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેન પસાર થાય તે પહેલા તેના રુટ પરથી કોંક્રીટ પર લોક પાટાઓમાંથી ૩૭ના લોક ખોલી પાટામાં લગાવેલી…
ભારતીય શેરબજારમાં મંગળવારે જબરદસ્ત ઉતાર-ચઢાવ જાેવા મળ્યો હતો. શરૂઆતના સત્રમાં સેન્સેક્સ, નિફ્ટીમાં ઘણા બ્રેકડાઉન જાેવા મળ્યા હતા, પરંતુ જેમ જેમ કારોબાર આગળ વધતો ગયો તેમ તેમ બજારમાં રિકવરી જાેવા મળી. બીએસઈસેન્સેક્સ આજે ૧૫૯.૪૦ પોઈન્ટ એટલે કે ૦.૨૫ ટકાના વધારા સાથે ૬૩,૩૨૭.૭૦ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી ૭૭.૯૦ પોઈન્ટ્સ અથવા ૦.૪૨%ના વધારા સાથે ૧૮,૮૩૩.૩૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. પાવર ઇન્ડેક્સ એક ટકાના વધારા સાથે બંધ થયો હતો. તે જ સમયે, ઓટો, રિયલ એસ્ટેટ, મેટલ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ ૦.૫-૦.૫ ટકાના વધારા સાથે બંધ થયા છે. ટાટા…
મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો બન્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) અને બીજેપી-શિવસેના (શિંદે જૂથ) વચ્ચે વાક યુદ્ધ સતત તેજ બની રહ્યું છે. ઉદ્ધ જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્ર સામે અજીબ માંગ રાખી છે. સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે. સંજય રાઉતે યુએનને લખેલા પત્રમાં કહ્યું છે કે, ૨૦ જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે માન્યતા આપવી જાેઈએ. રાઉતે કહ્યું કે જે રીતે ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે તેવી જ રીતે ૨૦ જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે ઉજવવો જાેઈએ. શિવસેના સાંસદે પોતાના પત્રમાં લખ્યું કે, હું ૨૦…
ભારતમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે પરંતુ શહેરીકરણ તેની સાથે નવી સમસ્યાઓ પણ લાવી રહ્યું છે. એક સ્ટડી સામે આવી છે જેમાં મહારાષ્ટ્રના ઠાણેમાં શહેરીકરણ અને ભારે હવામાનની ચરમ ઘટનાઓને કારણે પૂરનું જાેખમ વધી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં દેશના ઘણા શહેરોમાં પૂરની ઘટનાઓ જાેવા મળી રહી છે. ઠાણેમાં વધતા શહેરીકરણ મુદ્દે સ્ટડી મુંબઈના વીરમાતા જીજાબાઈ પ્રોદ્યોગિકી સંસ્થા સાથે સબંધિત રિસચર્સએ કરી છે. આ અભ્યાસના પરિણામો જર્નલ ઑફ ઈન્ટિગ્રેટેડ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઠાણે પૂર્વમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં સિડકો બ્રિજ, વૃંદાવન સોસાયટી, રાબોડી-કોલીવાડા, ક્રાંતિનગર, માજીવાડા ગામ અને ચેંદની કોલીવાડા સામેલ છે.જર્નલ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટની નવીનતમ આવૃત્તિમાં…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે અમેરિકા જવા રવાના થઈ ગયા છે અને તેઓ આજે રાત્રે ન્યુયોર્ક પહોંચી જશે. પીએમ મોદીએ અમેરિકા પહોંચતા પહેલાં જ એક અમેરિકન અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમેરિકા સાથેના સંબંધો હવે વધુ મજબૂત બન્યા છે, અને ભવિષ્યમાં હજી વધુ મજબુત બનશે. જ્યારે પાડોશી દેશ ચીન સાથેના સંબંધો બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર શાંતિ જરૂરી છે. વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જાેઈએ. ચીન સાથેના ભારતના સીમા વિવાદ અંગે તેમણે એવું કહ્યું હતું કે ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર શાંતિ હોવી જરૂરી છે.…
મુંબઈથી અમદાવાદ રૂટ પર હાઈ સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન)નું કામ હાલમાં ઝડપથી ચાલી રહ્યું છે. તેનું કામ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. દેશમાં બુલેટ ટ્રેનની શરૂઆતને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. હવે રેલવે મંત્રાલયે એવી માહિતી આપી છે કે મુંબઈથી અમદાવાદ ઉપરાંત દેશના ત્રણ મોટા શહેરોને પણ બુલેટ ટ્રેન કનેક્ટિવિટીથી જાેડવામાં આવશે. આવનારા સમયમાં દેશના નવી દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતામાં બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી હશે. તાજેતરમાં એક કાર્યક્રમમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ)ના ઓપરેશન ડાયરેક્ટર રાજેશ પ્રસાદે જણાવ્યું હતું કે આરવીએનએલએ નવી દિલ્હીથી કોલકાતા, નવી દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નાઈ સુધીના ટ્રેક પર હાઈ-સ્પીડ કોરિડોરની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમણે…
થિરૂવનંતપુરમ, કેરળની એક અદાલતે પોતાની પિતરાઈ બહેન સાથે દુષ્કર્મ આચરવા મામલે એક વ્યક્તિને ૧૩૪ વર્ષની જેલની સજા સંભળાવી છે. આ વ્યક્તિ પર આરોપ સાબિત થયો છે કે, તેણે તેની પિતરાઈ બહેન પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું છે અને તેને ગર્ભવતી પણ બનાવી હતી. એડવોકેટે જણાવ્યું કે, પીડિતાએ એક બાળકને જન્મ આપ્યો છે જે બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ છે.હરિપદ ફાસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ સાજી કુમારે ૨૪ વર્ષના યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ઈન્ડિયન પીનલ કોડ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. સરકારી વકીલ રઘુ કે. એ જણાવ્યું કે, તમામ કેસોમાં દોષિતને કુલ…