Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ૩૭ના લોક ખોલી નાખ્યા
    India

    બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ૩૭ના લોક ખોલી નાખ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્યપ્રદેશમાં ટ્રેન ઊથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, મોટો અકસ્માત ટળ્યો

    મધ્યપ્રદેશમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બદમાશોએ પાટામાંથી ૧૫૮ ચાવીઓ કાઢી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે… એટલું જ નહીં બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ૩૭ના લોક ખોલી નાખવાની ઘટના બની છે. જાેકે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા ટ્રેનનો મોટો અકસ્માત ટળ્યો છે.
    મળતા અહેવાલો મુજબ મધ્યપ્રદેશનાં સતનામાં મોટો ટ્રેન એકસ્માત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ ઘટના સતનાના ઉચેહરા નજીક પિપરીકલાથી કુંદરહરીના મુંબઈ-હાવડા રેલવે માર્ગ પર બની છે. મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેન પસાર થાય તે પહેલા તેના રુટ પરથી કોંક્રીટ પર લોક પાટાઓમાંથી ૩૭ના લોક ખોલી પાટામાં લગાવેલી ૧૫૮ ચાવીઓ નિકાળી દીધી હતી. હાલ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે.
    તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન અકસ્માત થયા હતા, જેની હાલ તપાસ ચાલી રહી છે, ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી પસાર થનાર મુંબઈ-હાવડા રેલવે ટ્રેક પર સતના-ઉચેહરા સ્ટેશન વચ્ચે લગભગ એક કિલોમીટર સુધી કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ચાવીઓ નિકાળી પાટા સાથે છેડછાડ કરવાની ઘટના સામે આવ્યા બાદ રેલવે તંત્રએ પણ તપાસ શરૂ કરી છે.
    અજાણ્યા લોકોએ પાટામાં ખાના-ખરાબી સર્જી ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું રચ્યું હતું. જાે આ દરમિયાન ફુલ સ્પીડે ટ્રેન પસાર થઈ હોત તો નિશ્ચિતરૂપે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હોત. હાવડા-મુંબઈ રેલવે ટ્રેક ખુબ જ વ્યસ્ત હોય છે તેમજ આ ટ્રેક પર દિવસ-રાત મેલ અને સુપર ફાસ્ટ ટ્રેનો આવતી-જતી હોય છે. આ ઘટના ૧૮મી જૂન રાત્રે ૧૧.૦૦ વાગ્યાની છે.
    જબલપુરથી દિલ્હી જતી મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન સાથે કેટલીક સાઈકલ અથડાઈ હતી, ત્યારબાદ લોકો પાયલોટે ટ્રેનનો થોભી તપાસ કરી… ત્યારબાદ આ ષડયંત્ર અથવા ચોરીનો ખુલાશો થયો કે, ઉચેહરા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકમાંથી લગભગ ૧૫૦થી વધુ ચાવીઓ પાટામાંથી ગાયબ છે. આ બાબત સામે આવતા જ લોકો પાયલોટે તુરંત ઉચેહરા સ્ટેશન માસ્ટરને સૂચના આપતા ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તપાસ કરી તો લગભગ ૧ કિલોમીટર લાંબી ટ્રેકમાંથી ચાવીઓ કાઢી હોવાનું સામે આવ્યું હતું. આસપાસ તપાસ કરવામાં આવતા એક બોરીમાંથી ટ્રેકની ચાવીઓ ભરેલી મળી આવી… સ્થળ પરથી ૨ સાયકલ અને હથોડી પણ મળી… આ ઘટના અંગે અજાણ્યા લોકો સામે ઉચેહરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.